૨૨ - ૧૨ - ૨૦૨૪ | સવારે ૧૦ :૦૦ કલાકે
શ્રીમતી બબીતાબેન ચંપકલાલ વડવા કોમ્યુનીટી હોલ રોહિણા, પારડી, વલસાડ
શ્રી સમસ્ત ધોડિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટ
વસાવા સમાજ સ્નેહ સંમેલન અને પરિચય મેળો
About
we are the group of people who believes that if we have knowledge or learn something, we should share or spread among the society. for the up gradation, betterment and welfare of the society.
સમાજ સુધારાની કાછલ ગામના ચૌધરીઓ ની નવી પહેલ. 34 સુધારા સમાજની ઉન્નતી માટે / આદિવાસી સમાજની મહિલાઓને અપમાન બદલ ગુનો દાખલ કરવા આવેદન અપાયું / જાણો કેવી રીતે કરી શકો છો ડ્રેગોન ફ્રુટ ની ખેતી : રાહુલ ધોડિયા , ૯૬૩૮૮૬૨૧૦૬
જોહાર……….
દરેક આદિવાસી નું સ્વાગત છે……
આદિવાસી કોમ્યુનિટી વેબસાઈટ પર આપ સહુનું સ્વાગત છે.
આપ સહુના સાથ સહકાર બદલ ખુબ ખુબ અભાર.
આગળ વધતા જતા સમય માં આદિવાસીઓને
અદ્યતન જમાના સાથે કદમ મેળવવા તથા ડીજીટલ
રીતે એક બીજા સાથે સાંકળવા, ગુજરાત માં
પ્રથમવાર આદિવાસી કોમ્યુનીટી વેબસાઈટ રજુ કરીએ છીએ.
આદિવાસીઓ થકી , આદિવાસીઓ માટે
આદિવાસી એટલે આદિ અનાદી કાળ થી વસી આવતા લોકો કે સમુદાય. આદિવાસીઓ માં વિભિન્ન પ્રકાર ની જ્ઞાતિઓ નો સમાવેશ થાઈ છે. દરેક જ્ઞાતિ ના નિયમો, પહેરવેશ, રીત રીવાજો તથા જીવન -નિર્વાહ ના રસ્તા તથા સાધનો જુદાં હોય છે. આમ છતાં આદિવાસીઓ ના મૂળ પાયાં એકજ છે. પ્રકૃતિ પૂજકો, નિસ્વાર્થી , શિકાર તથા ખેતી પર નભનારા તથા સ્વાભિમાની જીવનશૈલી વાળા. આદિવાસીઓ ના હિત માટે તથા રાજ્ય અને દેશ ના તમામ આદિવાસીઓ ને એકજ મંચ પર એકત્રિત કરવા આપણે આ કોમ્યુનીટી વેબસાઈટ રજુ કરી છે.
અહી…..
આપણે ગુજરાત તથા દેશમાં રેહતા તમામ આદિવાસીઓ જોડે આ વેબસાઈટ દ્વારા જોડાઈ શકીશુ. એક બીજા ને મદદ કરવા તથા સહકાર આપવા માટે ખેતી, વ્યવસાય, નોકરી તથા અભ્યાસ બાબતની માહિતીઓ અહીંથી મેળવી શકશો તથા પ્રદાન કરી શકશો. આદિવાસી સમાજના ઉજ્વલિત તારલાઓ વિશે માહિતી મેળવી તથા પ્રદાન કરી શકીશુ. આ વેબસાઈટ નો મુખ્ય હેતુ આદિવાસી સમૂહો ને એક બીજાની નજીક લાવવાનો તથા એકબીજાને સમજી ને સાથ અને સહકાર આપવાનો છે.
વેબસાઈટ વિશે અભિપ્રાય
અલગ અલગ સમાજ ના આગેવાનો પાસેથી મેળવેલો વેબસાઈટ માટેનો અભિપ્રાય
અદ્ભુત
આપણા સાથી મિત્રોને માહિતી આપતા આનંદ ની લાગણી અનુભવું છું કે આપણું યુવા બ્રિગેડ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરની માહિતીસભર અને મલ્ટીપર્પઝ ( બહુ હેતુક ) વેબસાઈટ તા. ૯ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ યુનો ઘોષિત આદિવાસી દિનના નિમિતે પ્રસારિત કરવા જઈ રહ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન. મારી જાણ મુજબ શિક્ષા, આરોગ્ય, રોજગાર, વ્યવસાય, આપણી સંસ્કૃતિ, ખેતી-પશુપાલન, સરકારી યોજનાઓ, મંડળની કલાકૃતિ, વર્તમાન મુદ્દા વગેરે આદિવાસી સમાજને સ્પર્શતા દરેક પાંસાઓને પ્રદર્શિત કરશે અને સમાજના એક એક સભ્ય ને સંકલિત કરી જાગૃતિનો સંચાર કરશે. સાથો સાથ સમસ્ત ગુજરાત, ભારતના મંડળોને પોતાની સાથે હૃદય પૂર્વક આવકારવા, પ્રોત્સાહિત કરવા અહમ રોલ અદા કરશે એની મને ખાતરી છે. આ ઉમદા કાર્યના સહયોગી નીરવ મહેશભાઈ ગરાસિયા, એન્જીનીઅર પ્રફુલ પટેલ અને તેમની ટીમને શુભેચ્છા સહ ધન્યવાદ.
આદિવાસીઓ માટેનું ઉત્તમ સંપર્ક સ્થળ
આપણા સમાજે આપણી સંસ્કૃતિ, અસ્મિતા,પર્યાવરણ પ્રેમ, સામૂહિકતા, મહિલા સન્માન અને ખરા અર્થમાં આત્મનિર્ભરતા જાળવી રાખવાની જરૂર છે. યુવા પેઢીએ સ્વમાન અને ખુમારીથી જીવવા માટે સારું શિક્ષણ મેળવી પગભર બનવાની જરૂર છે. અને તો જ આદિવાસી સમાજના હક્કો મેળવીને અસ્તિત્વ ટકાવી શકીશું.
આ વેબસાઈટ માટે મને ખુબ આનંદ અને ગર્વની લાગણી છે
આ વેબસાઈટ પરથી સમાજનો યુવાવર્ગ અભ્યાસ, એડમીશન, રોજગારી, સરકાર તરફથી મળતા આર્થીક લાભો તથા સમાજની આપણી પ્રાચીન તેમજ અર્વાચીન સંસ્કૃતિ બાબતની ઉપયોગી માહિતી મેળવી શકાશે. આ વેબસાઈટ નો મહત્તમ ઉપયોગ કરી સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી શકે તે માટે મારા તરફ થી શુભકામના પાઠવું છું.
આદિવાસી સમાચાર
આદિવાસી સમાજ વિશેની તમામ જાણકારીઓ મેળવવા અહીં સબસ્ક્રાઈબ કરો.
Latest News
ખેતી, અભ્યાસ, નોકરીઓ, તથા વિવિધ આદિવાસીઓ ઉપર ચાલતી વર્તમાન માહિતીઓ.
પ્રશ્ન. ૧ - આપણા જીવનમાં ફુલોનું શુ મહત્વ છે? પ્રશ્ન. ૨ - આપણા દેશમા ફુલોની ખેતી, વિસ્તાર અને ઉત્પાદન કેટલુ છે? સૌથી વધુ કયુ ફુલપાક થાય છે? પ્રશ્ન. ૩ -…
આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે, શુભ-અશુભ પ્રસંગોમાં તુર વગાડવા માટે, આદિવાસી ફોટો શૂટ, આદિવાસી પોશાક પહેરવેશ/મેકઅપ માટે, વારલી મહેંદી માટે, આદિવાસી સોંગ વિડીયોગ્રાફી / એડીટિંગ વગેરે માટે સંપર્ક નંબરો અહીં લખ્યા છે, આપની પાસે બીજા સંર્પક હોય તો કોમેન્ટ કરો.
નમસ્કાર ખેડૂત મિત્રો , હું બ્લોગ આ લખનાર રાહુલ ધોડિયા નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના સિંગાડ ગામથી આવું છું ,આમ તો પેઢીઓથી ખેડૂત છું,પણ સાથે ભણતર અને પ્રોફેશનથી પણ એગ્રીકલ્ચર જોડે…
ડ્રેગનફ્રુટ એ સારૂ આરોગ્ય આપનાર ઔષધિય ગુણ ધરાવે છે. ઘણા શહેરી ગ્રાહકો કે જેઓ ડાયાબિટીસ, કાર્ડિયો-વેસ્ક્યુલર અને અન્ય તાણ સંબંધિત બીમારીઓ થી અને કુદરતી ઉપચારને પ્રાથમિકતા આપે છે તેમના…