સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર શાખા
તેમણે પોતાની ( IRS as ex Additional commissioner of Income tax, Govt. Of India) તરીકે ની સફર વાપી, નવસારી, સુરત, ભરૂચ, ગોધરા, અમદાવાદ, છોટા ઉદયપુર (રાજસ્થાન) થઇ અંત માં જોધપુર (રાજસ્થાન) માં પૂરી કરી., દરમિયાન પોતાની ઉત્ક્રુસ્ટ કાર્ય શૈલી થકી પોતાની આગવી ઓળખ ઉભી કરી. સરકારી ડેલીકેટેડ કામો માં અત્યંત વ્યસ્ત હોવા છતાંય, સામાજીક પ્રવૃત્તિઓ માં ઓટ આવવા દીધી નથી.
સામાજીક કારકિર્દીની વાત કરીએ તો, સન ૨૦૦૬ એટલે કે સુરત શહેર કોકણી સમાજ વિકાસ મંડળ ની સ્થાપના થી આજ પર્યંત પ્રમુખ પદે કાર્યરત છે.
(૧) ટ્રસ્ટની કામગીરી માં ઉલ્લેખનીય છે કે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવું.
(૨ )બ્લડ ડોનેસન કેમ્પ યોજવા જેમાં ઉલ્લેખનીય એવા 1000 કે તેથી વધુ કેમ્પ નું આયોજન અને સમાજના દરેક સભ્યો કે જે દુર દુર થી સુરત શહેર ખાતે સારવાર અર્થે આવ્યા હોય તેમને વિના મુલ્યે વિકટ પરિસ્થિતિમાં લોહી પોહચાડવું.
(3) સુરત શહેર ખાતે નવ યુવક યુવતીઓનો મેળો યોજવો.
(૪) સુરત શહેર ની બહાર આવેલા આદિવાસી વિસ્તારોમાં જેવા કે ધવલીદોડ, ટિમ્બરથવા, ભદરપાડા તથા અહવા ડાંગના અંતરિયાળ ગામોમાં મેડીકલ કેમ્પ તથા જીવન જરૂરી કીટનું વિતરણ, અહવા ખાતે શૈક્ષણિક સેમીનાર નું આયોજન તથા બિલીઆંબા ખાતેની નોન ગ્રાન્ટેડ હોસ્ટેલના બાળકો માટે તેલ અનાજ ની સહાય, વાંસદા ધરમપુર માં યોજાતા લગ્નોમાં આર્થીક સહાય જેવા મહત્વના અને સમાજને આગળ લાવવાના કર્યો તેમના હસ્તક થયા છે જે ખુબજ સરાહનીય બાબત છે.
(૫) વલસાડ, ચીખલી, બીલીમોરા, નવસારી, વાંસદા, ગાંધીનગર, વ્યારા વગેરે શહેરોમાં થતાં દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો માં તેમની અચૂક હાજરી તેમની સમાજ પ્રત્યેની આંતરિક ભાવના તથા જવાબદારપણા ની અભિભુતી કરાવે છે. અહીં બધા કર્યોનો સમાવેશ તો ના કરી શકીએ પણ સમાજ માટે કરેલા દરેક કર્યો, મહત્વના ફેસલા અને સેવાઓ સરાહનીય અને આભારપૂર્ણ છે.
તેમના માનવા મુજબ સામાજીક કાર્ય ક્ષેત્ર કદી માર્યાદિત હોતું નથી, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યની સ્થાપના ૨૦૧૨ માં થઇ ત્યારે તરતજ આજીવન સભ્યપદ પ્રાપ્ત કરી આ મંડળ સાથે સક્રિય થવામાં વાર ના લગાડી. મોટેભાગની મિટીંગોમાં હાજરી આપવી, અજેંડા મુજબ કાર્યરત થઇ જવું, એક કિસ્સામાં તો સન ૨૦૧૮ માં યુનો ઘોષિત ૯ મી ઓગસ્ટ આદિવાસીદિન ની સુરત ખાતેની ઉજવણી નો ખુબ મોટો પડકાર જયારે માથે આવી પડ્યો ત્યારે અત્રેના નવ યુવકો SMC એન્જીનીયર્સ ની ટીમના સહકારથી એ દિવસની ઉજવણી ઉત્સાહભર કરી એક આગવું પ્રદર્શન કર્યું. જેને બેવડા જોશ થી ૨૦૧૯માં પણ સફળતા પૂર્વક પાર પાડયું. તેજરીતે ૨૦૧૯ ના ફેબ્રુઅરી માસ માં આદિવાસી સંસ્કૃતિ મેગા મહોત્સવ નો પ્રસંગ પણ એટલોજ યાદગાર રહ્યો જે થકી આદિવાસી સંસ્કૃતિથી ઝળકતું પ્રદર્શન સુરતીઓ સમક્ષ રજુ કરી શક્યા. જેને ખુબજ સરસ આવકાર મળ્યો. સામાજીક અને તે પણ સામુહિક કાર્ય કદી એકલા હાથે થતું નથી, એમાં સમર્પિત સહયોગીઓનું યોગદાન એટલુજ અગત્યનું હોય છે. જેનો યશ આપણી યુવા ટીમને જાય છે.
* સંદેશ *
આપણા સાથી મિત્રોને માહિતી આપતા આનંદ ની લાગણી અનુભવું છું કે આપણું યુવા બ્રિગેડ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરની માહિતીસભર અને મલ્ટીપર્પઝ ( બહુ હેતુક ) વેબસાઈટ તા. ૯ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ યુનો ઘોષિત આદિવાસી દિનના નિમિતે પ્રસારિત કરવા જઈ રહ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન. મારી જાણ મુજબ શિક્ષા, આરોગ્ય, રોજગાર, વ્યવસાય, આપણી સંસ્કૃતિ, ખેતી-પશુપાલન, સરકારી યોજનાઓ, મંડળની કલાકૃતિ, વર્તમાન મુદ્દા વગેરે આદિવાસી સમાજને સ્પર્શતા દરેક પાંસાઓને પ્રદર્શિત કરશે અને સમાજના એક એક સભ્ય ને સંકલિત કરી જાગૃતિનો સંચાર કરશે. સાથો સાથ સમસ્ત ગુજરાત, ભારતના મંડળોને પોતાની સાથે હૃદય પૂર્વક આવકારવા, પ્રોત્સાહિત કરવા અહમ રોલ અદા કરશે એની મને ખાતરી છે. આ ઉમદા કાર્યના સહયોગી નીરવ મહેશભાઈ ગરાસિયા, એન્જીનીઅર પ્રફુલ પટેલ અને તેમની ટીમને શુભેચ્છા સહ ધન્યવાદ.
જોહાર, જય આદિવાસી.
ધોડિયા સમાજના સુરતના મંત્રી તરીકે શ્રી દિનેશભાઈ નાથુભાઈ પટેલ ઘણા વર્ષોથી સેવા આપી રહ્યાં છે અને સમાજ માટે ૨૪ વર્ષથી કર્યારત છે. દિનેશભાઈ બાળપણથીજ પોતે બીજાને ઉપયોગી થાય એવી ભાવના ધરાવે છે. તેમની આજ, સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના કુદરતી રીતેજ સ્વીકાર્ય થઇ અને જેથી તેઓ સમાજ માટે યોગ્ય અને કીમતી સમય ફાળવી શક્યા. દિનેશભાઈ એ ૩૧ વર્ષ સુધી ઓફીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે સરસ્વતી વિદ્યાલય, એ. કે. રોડ, સુરત ખાતે ફરજ બજાવી અને હાલ નિવૃત્ત થયા. દિનેશભાઈ ધોડિયા સમાજ સુરત ના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો અને યુવા કાર્યકર્તાઓ જોડે મળીને છેલ્લા કેટલા વર્ષોથી સમાજ માં સમૂહ લગ્ન નું આયોજન, પરિચય મેળાનું આયોજન (જેથી કરી સમાજના દીકરા દીકરીઓ એક બીજાને મળીને પસંદ કરી શકે), અભ્યાસ કરતાં બાળકો માટે ઇનામ વિતરણ નું આયોજન અને પ્રોત્સાહન ના કર્યો વગેરે તેમના માર્ગદર્શન હેઠળ કરવાતા આવ્યા છે. સમાજના લોકોને આર્થીક રીતે મજબુત બનાવવા તથા બચતનું મહત્વ સમજાવવા માટે પણ સમાજના ઓફિસેથી કર્યો કરે છે.
સમાજ માટે સંદેશ *
આદિવાસી સમાજ સુરત દ્વારા ૯ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ આદિવાસીઓ માટે વેબસાઈટ શરુ થઇ રહી છે એ બદલ મને ખુબજ આનંદ અને ગર્વ થઇ રહ્યો છે. આ કાર્યોમાં શ્રી પ્રફુલભાઈ , અંકીતભાઈ અને નીરવભાઈ જેવા યુવામિત્રો તેમને સહાય કરનારા તમામ મિત્રોનો ખુબજ ધન્યવાદ સાથે અભિનંદન આપું છું. આ વેબસાઈટ પરથી સમાજનો યુવાવર્ગ અભ્યાસ, એડમીશન, રોજગારી, સરકાર તરફથી મળતા આર્થીક લાભો તથા સમાજની આપણી પ્રાચીન તેમજ અર્વાચીન સંસ્કૃતિ બાબતની ઉપયોગી માહિતી મેળવી શકાશે. આ વેબસાઈટ નો મહત્તમ ઉપયોગ કરી સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી શકે તે માટે મારા તરફ થી શુભકામના પાઠવું છું.
તેઓ સુરત શહેર ગામીત સમાજ કલ્યાણ સંગઠન સુરતના પ્રમુખ તરીકે છેલ્લા ૨૦ વર્ષ થી અને અખિલ ગુજરાત ગામીત સેવા સમાજ સેવા મંડળ વ્યારાના ઉપ પ્રમુખ તરીકે છેલ્લા ૧૫ વર્ષથી સેવા આપી રહ્યાં છે.
બાળપણથી તેમનું કુટુંબ નું વિઘટન થતા, તેઓ નાનપણથી ઘર ત્યજી અન્યના ઘરમાં રહી, ઘરના બાધજ કામો કરવાની સાથે ભણવાનું કાર્ય ખુબ મેહનતથી કરી, છાત્રાલય જીવનથી સમાજકાર્ય પારંગત પ્રથમ વર્ગ મેળવ્યો છે. ગામીત આદિવાસી સમાજના સહયોગથી અભ્યાસ અને જ્ઞાન મેળવ્યું જેથી આદિવાસી સમાજ સેવાની ભાવના તેમના માં કુદરતી રીતેજ પાંગરી છે.
ભારત ગેસ વિતરણનો વ્યાપાર હોવા છતાં, આદિવાસી સમાજના બાળકો તથા બેહનોની સેવા કરવાનો મોકો મળેલ છે એવું તેમનું માનવું છે..સુરતમાં ગામીત સમાજનું સંગઠન રજીસ્ટર કરાવી એના થકી સમાજના બાળકોને ભણવામાં પ્રોત્સાહન, માર્ગદર્શન અને સમ્માન પત્રો આપવાના કાર્યક્રમો તેઓ યોજે છે. યુવાનો માટે રમત શિબિરો તથા અપરણિત યુવાઓ માટે પરિચય મેળો, સંસ્કૃતિક સંમેલન યોજી સામાજીક, કૌટુંબિક અને વિકાસ ની ભાવના જગાડવાના કાર્યક્રમો તેમના દ્વારા કરવામાં આવે છે.
અખિલ ગુજરાત ગામીત સમાજ સેવા મંડળ વ્યારા દ્વારા પણ ઉપરોક્ત કર્યો તેમના દ્વારા કરવામાં આવે છે. ગામીત સમાજ ના તાલુકા અને દેશમાં વસતા સમાજના લોકો માટે એક કેન્દ્ર રામપુરા નાજીક તા. વ્યારા માં છે. ત્યાં સમાજની પોતાની જગ્યા છે અને ત્યાં સરસ્વતી વિદ્યામંદિર માં શૈક્ષણિક કાર્ય ઉપરાંત સમાજના ઉત્થાન કર્યો થાય છે. ખેતી પશુપાલન ના કર્યો તથા શિબિર, મેડીકલ કેમ્પ, ટ્રેનીંગ કાર્યક્રમ, સ્નેહ સંમેલનો, સંસ્કૃતિક કાર્યક્રમો, વિદ્યાર્થી-વડીલોને સમ્માન પત્ર, એવોર્ડ વિતરણ થાય છે. તેઓ સમાજના સાહિત્ય પ્રકાશના, લેખો અને વાર્ષિક હિસાબ અને સભ્યોની યાદી બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. સમાજ તાપી જિલ્લા એસોસીએસન થકી આદિવાસી સમાજના યુવાનોના સ્વાસ્થ્યની સંભાળ લે છે.
તેઓ સમસ્ત આદિવાસી સમાજ સાથે જોડાયેલા જયંતીભાઈ પવાર, પ્રફુલભાઈ પટેલ, અંકીતભાઈ પટેલ તથા અન્ય યુવા કાર્યકરોને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા હમેશા તત્પર રહે છે.
સંસ્થાગત કામગીરી…
(1) મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ તરીકે ચૌધરી સમાજના સૌપ્રથમ ” સમૂહ લગ્ન”નું ડુંગરી તા.મહુવા ખાતે આયોજન કરી ચૌધરી સમાજના લોકોને સમૂહલગ્ન થી સમાજને થતા ફાયદાઓ અંગે જાગૃત કર્યા તેમજ સતત બીજા વરસે સમાજના બીજા સમૂહલગ્ન નું આયોજન કરી સમાજ ઉપયોગી કામગીરીનો શુભારંભ કર્યો.
(2) મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ તરીકે તાલુકાના ખેડૂતોના લાભાર્થે મહુવરિયા તા.મહુવા ખાતે સેમિનારનું આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન આપવાની પહેલ કરી.
(3) મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ તરીકે વ્યસનમુક્તિ સેમિનારનું મહુવરિયા તા.મહુવા ખાતે આયોજન કરી સમાજને વ્યસનથી બચીને કઈ રીતે પ્રગતિ કરી શકાય તે અંગેનો સંદેશો આપ્યો..
(4)મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ તરીકે વાંસકુઈ તા.મહુવા ખાતે દર વરસે હોળીના આગલા રવિવારે ભરાતા ગોળીગઢના મેળામાં આવતા શ્રધ્ધાળુઓ માટે મફત પાણીની પરબની શરુઆત કરી..જે પરબની સેવા છેલ્લા 15 વરસથી અવિરતપણે ચાલુ રહી છે.
(5) મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ તરીકે તાલુકા ની જનતાના આરોગ્ય માટે ડુંગરી તા.મહુવા ખાતે
ચૌધરી સમાજ ડોક્ટર્સ એસોસીએશનના સહકારથી મેડીકલ કેમ્પનું આયોજન કર્યું.
( 6)સુરત મહાનગરપાલિકા અનુસૂચિત જનજાતિ કર્મચારી વેલફેર એસોસિએશનના પ્રમુખ તરીકે સુરત શહેરમાં જુદા જુદા વરસોમાં અનુસૂચિત જનજાતિના લોકોના લાભાર્થે સિકલસેલ એનીમીયા નિદાન કેમ્પનું આયોજન કર્યું તેમજ રક્ત દાન કેમ્પના આયોજન દ્વારા સમાજના જરુરિયાતમંદોને સમયસર બ્લડ મળી રહે તેનું આયોજન કર્યું.
(7) સુરત શહેરમાં વસતા અનુસૂચિત જનજાતિના જુદા જુદા સમાજના લોકોનું સંગઠનોને એક જ બેનર હેઠળ ભેગા કરી સમાજના દરેક લોકોનો સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયત્નો કર્યા..સુરત શહેર આદિવાસી સમાજ ની સ્થાપના કરવામાં અંગત રસ લઈ સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કર્યા.ને..જુદા જુદા સમાજના સંગઠનોની મદદથી દર વરસે ઓગષ્ટ મહિનાની 9 મીએ યોજાતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની શરુઆત કરી.
(8) સુરત શહેર ચૌધરી સમાજના બેનર હેઠળ મિત્રોની મદદથી સુરત શહેરમાં વસતા ચૌધરી સમાજના દરેક લોકોને સંગઠિત કરી એક સંગઠનની રચના કરી..સુરત શહેરમાં વસતા ચૌધરી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયત્નો કર્યા..જેમાં સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાની..સંગીત સંધ્યાના માધ્યમથી સમાજના બાળકોને પ્લેટફોર્મ મળી રહે ..તેમજ ચૌધરી સમાજનો સાંસ્કૃતિક વારસાને નવી પેઢી જાણે તેમજ તેને જાળવી રાખવાના તમામ પૂરયત્નો કરે તે માટેની પ્રવૃત્તિઓની સૌરત શહેરમાં શરુઆત કરી.
(9) મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ તરીકે પર્યાવરણની જાળવણી માટે મહુવા તાલુકામાં ચૌધરી સમાજના યુવાનો તેમજ વડીલોના માર્ગદર્શન હેઠળ વ્રુક્ષારોપણ ની શરુઆત કરી.
(10) મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ તરીકે મહુવા તાલુકાના ચૌધરી સમાજના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તેવા ઉમદા હેતુસર મહુવા તાલુકામાં દર વરસે વોલીબોલ તેમજ ક્રિકેટ ટુર્નીનામેન્ટની શરુઆત કરી…જેનું આયોજન મહુવા તાલુકા ચૌધરી સમાજ દ્વારા હાલમાં પણ નિયમિતપણે કરવામાં આવે છે.
વ્યક્તિગત કામગીરી…
તેમણે પોતાના વતન ડુંગરી તાં મહુવાના યુવાનોને ભેગા કરી ચોમાસામાં વ્રુક્ષારોપણ ની કામગીરી નિયમીતપણે હાથ ધરી છે. જે અંતર્ગત..ગામના કુકણા ડુંગરી ફળિયાના સ્મશાનભૂમિ માં છેલ્લા ચાર વરસથી પીપળો તેમજ વડના વ્રુક્ષોનું રોપાણ કરાવ્યું છે. તેમજ પોતાના પિતાજીની પુણ્યતિથિ તેમજ fathers day ના દિવસે ફળિયામાં વ્રુક્ષારોપણ કરી..પોતાના ઘરમાં સારા- માઠા
દરેક પ્રસંગે વ્રુક્ષારોપણ કરવાનો સંદેશો ગામ- સમાજના લોકોને આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે..
તેમજ…આદિવાસી સમાજના અન્ય ગામોમાં પણ આવી પ્રવ્રુત્તિ ને વેગ મળે તે માટે
” ચાલો આપણા ગામને ફરીથી જંગલ બનાવીએ ” જેવા અભિયાનની શરુઆત કરી છે..જેમાં સમાજના જુદા જુદા ગામોના સંખ્યાબંધ યુવાનો જોડાઈ રહ્યા છે ..ને..વ્રુક્ષારોપણ ની પ્રવ્રુત્તિ ને વેગવંતી બનાવી છે..
સંસ્થાગત કામગીરી
(૧) સુરત શહેર કોકણી સમાજ વિકાસ મંડળમા સને ૨૦૦૬ થી મંત્રી તરીકે સેવા આપી રહ્યાં છે. સમગ્ર સમય દરમિયાન શૈક્ષણિક ઉત્થાન માટે વિધાર્થીઓ ને માગૅદશૅન શિબિર, જરૂરિયાત મંદોને શૈક્ષણિક સહાય , સમાજમા રક્તદાન કેમ્પ કરી જરૂરીયાત મઃદોને લોહી પુરુ પાડવુ, આરોગ્ય સહાય ઉડાણના ગામોમા મેડિકલ સહાય, પરિચળ મેળાવડા, સમુહલગ્ન સહાય તેમજ રમતગમત હરીફાઈ વગેરે માટે તેમણે સહયોગ આપ્યો છે.
(૨) સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર જયારે ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત શહેરમા માળખાકીય સંગઠન ઉભુ કરવાની સામાજીક ભંડોળ ઉભુ કરવાની તેમજ શૈક્ષણિક શિબિરો યોજવા, મેડીકલ કેમ્પ તેમજ ૨૦૧૧ મા જયારે સુરતમા આદરણીય પારગી સાહેબ,અને ગુજરાત રાજ્ય ના આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો પ્રદિપભાઇ ગરાસિયા ના માર્ગદર્શન હેઠળ ઉત્થાન ફંડ માટે તેમજ સોવિનીયર બનાવવા એક જ માસમા આખો કાર્યક્રમ સુરત ખાતે રાખવામા આવેલ તે સમયના સુરતના તમામ અધિકારીઓ , કમૅચારીઓ તેમજ સમાજના અગ્રણીઓ જે સહયોગ અને સહકાર આપી જે ટીમ વકૅ કામ કરેલું તે પ્રોજેકટમાં તેમનું યોગદાન સરાહનીય છે. જે પ્રોજેક્ટ થકી સમાજના શૈક્ષણિક ક્ષેત્રે જનજાગૃતિ લાવી શકયા, નહીતર મેડીકલ ક્ષેત્રમા ખાલી રહેલી સીટો આ પ્રોજેક્ટ ના માદયમથી જ ભરાયેલ જેમા ટીમ વર્ક તરીકે કામ તેમના સન્માન માં વધારો કરે છે..
આદિવાસી સમાજની સંસ્કૃતિ રૂઢિ પરંપરા નૃત્યો રિવાજોના જતન સંવર્ધન માટે શહેરમા જનજાગૃતિ ની મિટીગ તેમજ ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી જેવા કાયૅકમો યોજવામા આગળ પડીને તેમનો સહયોગ અદ્ભુત છે.
*સમાજને સંદેશ*
સમાજની સંસ્કૃતિ અસ્મિતા પયાવરણ સામૂહિક તા અને મહિલા સન્માન જેવા મૂલ્યો ની જાળવણી સમાજની નવી પેઢી દ્વારા કરવામા આવે ખરા અથૅમા આત્મનિર્ભર બનવાની ખાસ જરૂરિયાત છે અને શૈક્ષણિક બાબતોમા વાલીએ હમેશા સચેત રહેવાની જરૂરિયાત છે જેથી સમાજ સંગઠિત થઈ આવી રહેલા પડકારો સામે ઝઝૂમતા રહી સતત આગળ વધી સમાજ ને વિકાસ તરફ લઈ જવાની તાતી જરૂરિયાત છે આદિવાસી સમાજની આ વેબસાઈટ દ્વારા આધુનિક ટેકનોલોજી થી આજના નવયુવાનો ઝડપથી માહિતી મેળવી સમાજને ઉપયોગી થાય તે હેતુથી આ વેબસાઈટ નુ લોન્ચ કરવામા આવેલ તમામ મિત્રો ને ફરીથી આ કાયૅ કરવા બદલ અંભિનંદન..
જોહાર,,,
મગનભાઈ સુરતજિલ્લા સમાજ કન્યાશાળા માં સને ૧૯૮૯ માં પોતની કારકિર્દી ની શરૂઆત કરી અને તા. ૩૦/૬/૨૦૧૨ માં નિવૃત્તિ લીધી. તેમણે સમાજને લગતા પ્રશ્નો જેવાકે શિષ્યવૃત્તિ, જાતિના દાખલા તથા અનેક સરકારી સહાયો આદિવાસીઓના વિકાસ માટે અપવવા ભલામણો કરી તથા અગણિત લોકોને લાભ પણ અપાવ્ય તથા આજે ભલે એ પોતાની કારકિર્દી માંથી નિવૃત્ત થયા પરંતુ સામાજીક કર્યો અને સમાજ કલ્યાણ ના કર્યો માટે હજી પણ ઉભા પગે ફરજ બજાવે છે. હાલ તેઓ દક્ષીણ ગુજરાત હળપતિ સમાજના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તથા ૩૦ વર્ષથી સમાજના કારોબારી સમિતિ માં સહમંત્રી, સંગઠન મંત્રી, તથા ઉપ્રમુખ તરીકે સેવા આપી છે.
૧. સમસ્ત કુકણા સમાજ વાંસદા ના ખજાનચી તરીકે સને ૨૦૦૧-૨૦૦૨ થી આજપર્યંત સેવા આપી રહ્યાં છે.
- સમસ્ત કુંકણા સમાજ વાંસદા ખાતેના કુંકણા સમાજ ભવન નિર્માણમાં ખુબજ ખંત અને નિષ્ઠા પૂર્વક દાન એકત્ર કરી, સમાજ ભવન ઉભું કરવામાં સિંહફાળો.
- સમસ્ત કુંકણા સમાજ વાંસદા આયોજિત અપરણિત યુવક-યુવતીઓના સમૂહ લગ્ન યોજીને યુગલોને સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગ, ગુજરાત સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવી લાભાર્થીઓને બોન્ડ અથવા જરૂરી સહાયતા અપાવી.
- સંસ્કૃતિક કાર્યક્રમ, બ્લડ ડોનેસન કેમ્પ, મેડીકલ કેમ્પ તથા સમાજના કુ રીવાજો દુર કરવા સેમીનાર તથા શિબિરો યોજવામાં કાર્યરત સેવાઓ તેમના દ્વારા અપાઈ છે.
- સમસ્ત કુંકણા સમાજ વાંસદા ના હિસાબો તૈયાર કરવા, ઓડીટ ની કામગીરી સમયબદ્ધ પૂર્ણ કરવી તથા ટ્રસ્ટ ને રાજુકારવા જેવા કર્યો તેમના હસ્તક પૂર્ણ થયા છે.
૨. સુરત શહેર કોકણી સમાજ વિકાસ મંડળ, સુરત ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત સને ૨૦૦૭ થી થઇ ત્યારથી આજપર્યંત ખજાનચી તરીકેની સેવા આપી રહ્યાં છે.
- ચેરીટેબલ ટ્રસ્ટના ઉદ્દેશો પાર પાડવા દર વર્ષે સંસ્કૃતિક કાર્યક્રમ, શૈક્ષણિક શિબિર, બ્લડ ડોનેસન કેમ્પ, મેડીકલ કેમ્પ યોજવા તેમજ ગરીબ આદિવાસી બાળકોને શિક્ષણ આપતી સ્વનિર્ભર નિવાસી આશ્રમશાળા અનાજની કીટની વિતરણનું આયોજન કરવા.
- દાતાઓ તરફથી દાન મેળવી, ટ્રસ્ટ ને નાણાકીય રીતે સધ્ધર બનાવવા તેમજ ચેરીટેબલ ટ્રસ્ટ ના હિસાબો નિભાવવા, ઓડીટ દ્વારા પ્રમાણિત કરી, સમાજના સભ્યો સમક્ષ રજુ કરવાની સમયબદ્ધ કામગીરી તેમના દ્વારા કરાઈ છે.
3. સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય, અનાવલ ના કારોબારી સભ્ય તરીકે મંડળને સહયોગી બની ઉત્થાન પ્રોજેક્ટને સફળ બનાવવા દાતાઓ પાસેથી દાન એકત્ર કરી, મંડળમાં જમા કરાવી, ઉત્થાન પ્રોજેક્ટના ઉદ્દેશોને પાર પાડવા મહત્વનો સિંહફાળો.
૪. ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સુરત ખાતેની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય આદિવાસી કાર્યકર તરીકે તેમજ સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય, અનાવલના નેજા હેઠળ સુરત ખાતે ચેરીટી શો નું આયોજન બનાવવા તેમજ ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને મેડીકલ-ઈજનેરી ક્ષેત્રે નાણાકીય સહાય પૂરી પાડવાના કાયક્રમો તેમજ આદિવાસી સાસ્કૃતિ મેગા કાર્યક્રમ -૨૦૧૯ ને સફળ બનવવા તેમજ સુરત ખાતે ધોરણ -૧૨ ના વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા શૈક્ષણિક શિબિરો સુરત ખાતે આયોજિત કરી સફળ બનાવવાનો ફાળો.
(૧) વસાવા સમાજ સુરતમાં છેલ્લા ૨૦ વર્ષથી કારોબારી સભ્ય તરીકે સમાજને આગળ લાવવા માટે તેમજ અપરણિત યુવા યુવતીઓના પરિચય મેળાવડા કરીને તેમજ યુવાનો,વિદ્યાર્થીઓ તેમજ રમત ગમાત ક્ષેત્રે સમાજના બાળકોને પ્રોત્સાહન આપીને આગળ લાવવા માટે પ્રયત્નો કર્યા છે.
(૨) સુરત મહાનગર પાલિકા અનુ. જાતિ તેમજ જન જતી કર્મચારી લેબોર અસોસીઅસોનમાં છેલ્લા ૨૦ વર્ષથી સક્રિય રહી તેની રચના કરવાથી માંડી સંગઠન કરવા ખુબ મેહનત કરી તથા આ અસોસીઅસોન ના માધ્યમ થી રક્તદાન શિબિર, સંગીત તેમજ આદિવાસી સમાજ માં તથા કાર્યક્રમો માં મોટી સંખ્યામાં ભાગ લઇ આર્થીક યોગદાન કરવામાં પણ તેમનો મહત્વનો ફાળો છે.
(3) સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતમાં પણ સક્રિય રહીને આર્થીક યોગદાન આપેલ છે તથા સમાજના ઉત્થાન ઉપયોગી કાર્યક્રમો કરવામાં તેમની રૂચી સરાહનીય છે.
* સંદેશ *
યુવા પેઢીએ સમાજને આગળ લાવવા જે મેહનત ઉઠાવી છે, તે એક ક્રાંતિ છે. જેને યોગ્ય દિશામાં લઇ જવા તથા રાજકીય ક્ષેત્રે પણ યુવાનોએ અંગત લક્ષ લઇ પ્રતિનિધિત્વ કરવા આગળ આવવાની જરૂર છે.
*જોહાર*
હિતેશભાઈ એ ઘણી નાની ઉમરમાં ભીલ સમાજના કાર્યકર્તા તરીકે કાર્યભાળ સંભાળ્યો અને કાર્ય કરી રહ્યાં છે.
૨૦૧૬ માં સુરત શહેરના ભટાર વિસ્તારમાં આદિવાસી સમાજના ૪ થી ૫ આગેવાનો ને ભેગા કરી તેમણે સમાજકલ્યાણ લક્ષી કર્યો અને પ્રોગ્રામોની શરૂઆત કરી.
૨૦૧૭ માં તમને બીજા આગેવાનો સાથે ભેગા થઇ ને આદિવાસી સમાજ માટે કાર્યકરવા તથા સમાજના લોકો એક જગ્યાએથી મદદ મેળવી શકે તે માટે ” સંપ સભા ટ્રસ્ટ ” ની સ્થાપના કરી.
૨૦૧૭ માં ફેબ્રુઅરી માસ માં ” જય આદિવાસી યુવક મંડળ ગ્રુપ ” ની પેહલી મિટિંગ કાપડીયાવાડી, ભટાર, સુરત ખાતે યોજી ને તેની સ્થાપના કરી. આ કાર્યમાં તમના સહયોગી મિત્ર મંડળ સુરેશ ગજાભાઈ કિશોરી, પંકજ નારશિંગભાઈ ડામોર, વિજયભાઈ મેડા અને બળવંતભાઈ બરજોડ નો ખુબજ મહત્વનો ફાળો છે.
૨૦૧૮ ની સાલમાં વિશ્વ આદિવાસી દિવસની રેલી માટે ભીલ સમાજના આગેવાન તરીકે તેમની ઉંડી છાપ અગ્રણીઓ પર પડી અને ત્યારે સમાજના અગ્રણીઓ તરફથી તેમને ભીલ સમાજના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા.
કાર્યકાળ :
વિશ્વ આદિવાસી દિન ની ઉજવણીમાં ભીલ સમાજના પ્રમુખ તરીકેની તેમની આગેવાની સરાહનીય છે.
તેમણે સમાજના કલ્યાણ માટે બ્લડ ડોનેસન કેમ્પ નું આયોજન, સમાજ કલ્યાણ ની મીટીંગો નું આયોજન તથા કાર્યક્રમો કર્યા છે.
દાહોદ, પંચમહાલ, મહીસાગરના મજુર વર્ગો તથા બનાસકાંઠા ના ભીલ સમાજના મજુરો અને સમાજના લોકો માટે કાયદાકીય અને સામાજીક જાગૃતિના વિષયો પર મીટીંગો કરી છે.
તેમની સમાજ પ્રત્યેની કૈક કરી બતાવવાની ભાવના અને કાર્યશક્તિ સરાહનીય છે.
પોતાના કાર્યકાળ સાથે સાથે તેઓ સમાજમાં દરેક કારોબારી સભ્યો સાથે મળીને નાના મોટા કામોને પાર પાડવામાં મદદ કરી છે. તથા ૨૦૦૭ થી ઇન્ટરનલ ઓડીટોર તરીકે અત્યાર સુધી કોકણી સમાજ સુરત માં કાર્ય સેવા આપી રહ્યાં છે.
*સંદેશ*
તેઓ સમાજના યુવા વર્ગને અલગ અલગ વિષયોમાં નિપૂર્ણતા મેળવીને એજ જ્ઞાન સમાજ માટે ઉપયોગ માં લે એવી ભાવના કેળવવા કહે છે તથા અલગ અલગ અભ્યાસના સંસ્થાનોમાં જઈ તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે તથા બીજા સમાજના બાળકો માટે એક પ્રેરણા દાયી દાખલો ઉભો કરે છે.
(1) વસાવા સમાજ સુરતના-તાપીના પ્રમુખ તરીકે ૨૦૦૬ થી કાર્યરત છે. તેમણે વસાવા સમાજના પ્રમુખ તરીકે સુરત, તાપી અને ભરૂચ જિલ્લામાં સમાજના યુવા યુવતીઓ માટે પરિચય મેળા અને સમુહલગ્ન નું આયોજન પણ કર્યું છે. સમાજના દરેક કાર્યક્રમો એમ. પિ., એમ. એલ. એ. કે કોઈ પણ રાજકીય કદાવર ના સહયોગ વગર તેમણેસમાજના લોકો માટે માર્ગદર્શન પૂરું પડયું છે.
(૨) સમસ્ત વસાવા સમાજ ગુજરાતમાં પણ તેમણે સંગઠન મંત્રી તરીકે સેવા આપી છે. તેમજ વસાવા સમાજ ગુજરાત માં કર્યો કરતાં તમનો બરોડા ખાતે કરેલા સમાજ ભવનના નિર્માણ માં પણ તેમનો ખુબ મોટો ફાળો છે તેમજ ભવન નિર્માણના કામ માટે ફાળો એકત્ર કરવામાં મહત્વનું યોગદાન તેમણે આપ્યું છે.
(3) ભરૂચ જિલ્લા સંચાલિત આદિવાસી છાત્રાલય ખેતેશ્વર, તેમજ ડોલવણ-દેડીયાપાડા માં કન્યા છાત્રાલય તેમજ કુમાર છાત્રાલય તેમજ ૬ થી ૧૦ સુધીની સ્કૂલ અને ખામર (રાજપીપળા ) ખાતે કન્યા છાત્રાલય પણ સંચાલિત કરી કારોબારી તંત્ર તરીકે સેવા આપે છે.
આ સંસ્થામાં રહેતા કે ભણતા બાળકો માટે પલંગ, પુસ્તકો અને નોટબુક વિતરણ કરી તેઓ સહાય કરતાં રહે છે.
*સંદેશ*
આદિવાસી સમાજની સંકૃતિને જાળવી રાખવા માટે વિનંતી કરું છુ. હાલ જે કામમાં કાર્ય કુશળતા હોય તેમાં આગળ વધી આત્મનિર્ભર બનવા પર ભાર મુકું છુ તથા સમાજને વધુ માં વધુ નાણાકીય યોગદાન આપી સમાજને આગળ લાવવા, મજબુત બનાવવા અને ઉત્કૃસ્ત બનાવવા વિનંતી કરું છું.