મશરૂમ શું છે ?
મશરૂમએ પાન,ફૂલ,ફળ વગરનું ખોરાકમાં લઈ શકાય એવી વિશેષ પ્રકારની ફૂગ છે જેનો કોઈ વનસ્પતિ કે પ્રાણીમાં સમાવેશ થતો નથી ઘણા લોકો મશરૂમને માસાહાર ગણે છે પરંતુ મશરૂમ એ એક પ્રકારની ફૂગ છે.
મશરૂમને ગુજરાતીમાં બિલાડીનો ટોપ કહે છે જેને વિજ્ઞાનમાં ત્રણ પ્રકારમાં વહેચવામાં આવ્યું છે
૧.ખાવાલાયક.
૨.બિન ખાવાલાયક.
૩.વેદકીય રીતે ઉપયોગી.
ભારત ખેતીપ્રધાન દેશ છે જે દુનિયાની દ્રષ્ટિએ ચાઈના પછી સૌથી વધુ શાકભાજી,અનાજ,કઠોડ,પશુપાલન,વગેરેના ઉત્પાદનમાં મોખરે છે,ભારતની ભોગોલિક દ્રષ્ટિએ બીજા દેશો કરતાં સૌથી સારું વાતાવરણ ધરાવે છે જેથી દરેક શાકભાજી પાકો,કઠોળ પાકો,પશુપાલનમાં અનુકૂળ વાતાવરણ ધરાવે છે,
અને વિશેષ રીતે જોવામાં આવે તો ભારતના આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને ચોમાસાની સિઝનમાં કુદરતી રીતે જમીન માથી ઊગતી ફૂગ એટલે કે મશરૂમ જેને લોકલ ભાષા માં આલીમ,આઇમ,અળીમ કહે છે જે આદિવાસીઓનો ખૂબ જ મનગમતો ખોરાક છે,આ વિસ્તારના લોકો પરાપૂર્વથી વરસાદની સિઝન માં આ મશરૂમનો ઉપયોગ ખાવામાં કરે છે પરંતુ અમુક મશરૂમની જતી અત્યંત ઝેરી પણ સાબિત થઈ છે જે માનવ શરીર માટે ખૂબ જ નુકશાનકારક છે તેથી તમે મશરૂમને ઓળખતા હોવ તો જ તેનો ઉપયોગ કરો, મશરૂમની બીજી અજાણી જાતો ને ખાવામાં ઉપયોગ કરવો નહિ,ક્યારેય પણ અનુભવી વ્યક્તિકે પૂરેપૂરો અભ્યાસ કરી દેશી જતો નો ખાવા માં ઉપયોગ કરો,આજ રીતે મશરૂમની અલગ અલગ વાનગી બનાવી ને ખાય છે આળીમને સબ્જી,ચોખાના લોટ માં રેસીપી બનાવે છે જે ખૂબ જ રસપ્રદ છે.
મશરૂમ કેમ ખાવી જોઇયે ?
- મશરૂમ એ પ્રોટીન નો સ્ત્રોત છે,
- મશરૂમ માં ઉચ્ચકક્ષા ના એમીનો એસિડ રહેલા હોય છે જે પાચન શક્તિમાં વધારો કરે છે,
- જે ચરબી ઓછી કરી હદયના રોગો માટે અતિ આવશ્યક છે,
- જે સ્ટાર્ચ વગર તથા ઓછી સુગર વાળી હોવાથી ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમ ખોરાક છે,
- જેમાં વિપુલ માત્ર માં ફાઈબર હોય છે અને એંટીહાઇપરટેંસિવ છે,
- મશરૂમમાં વિટામિન સી,બી,અને અમુક માત્ર માં વિટામિન-ડી પણ હોય છે
- કેન્સર વિરોધી ખણીજો જેવાકે કોપર+સેલેનિયમ જોવા મળે છે જેથી કેન્સર ની ગાઠો માટે અતિ ઉત્તમ છે
- મશરૂમ એ એંટી એચઆઇવી,એંટી વાઇરસ તથા ચરબી ઓગળનારું છે અને ખાવાથી સ્ટેમીના શરીર આવે છે
ભારતમાં ખેતીએ સમગ્ર દેશના આર્થિકતંત્રનો પાયો ગણાય છે,ઈકોનોમીટાઈમ્સ હિસાબે ૨૦૧૯-૨૦ માં કુલ ૨૯૨ મિલિયન ટન અનાજ નું ઉત્પાદન હતું,આમ છ્તા અનાજનું ઉત્પાદન વધારવા માટે ની કોશિશ સતત વધતું રહે છે આમ અનાજ સિવાય ફળફળાદી,શાકભાજી,દૂધ,માસ,ઔષધિ,મરીમસાલા નું ઉત્પાદન પણ ઘણું જરૂરી છે.
ભારતની વધતી જતી વસ્તી અને ઘટતી જતી ખેતીલાયક જમીન,ઘટતું જતું પાણી,ખાતર,વાતાવરણ,ગ્લોબલવોર્મિંગ,મોઘા બિયારણ ની દ્રષ્ટિ એ મશરૂમની ખેતી એ ખુબજ સરળ તથા નફાકારક સાબિત થઈ છે. આમ વિજ્ઞાનની દ્રષ્ટિ એ મશરૂમ ની કુલ ૧૨૦૦૦ થી ૧૩૦૦૦ અલગ અલગ જાતિ જોવા મળે છે. અને આ પ્રજાતિ માથી માત્ર ૧૨૦૦ જાતિ જ ખાવા લાયક જોવા મળી છે અને ભારત માં માત્ર ૧૦૦ જ મશરૂમ ની ખાવાલાયક જાતિ જોવા મળે છે,આમ ગુજરાતમાં દક્ષિણ માં દેશી મશરૂમ વધુ પસંદ કરે છે,ભારત માં વ્યાપારી ધોરણે ૧૦ થી ૧૨ જેટલી જાતો નું જ વાવેતર કરવા માં આવે છે,
આપણાં વિસ્તાર માં આદિવાસી ખેડૂતો ને રોજીરોટી પૂરી પાડવા માટે આ વ્યવસાઈ ખુબજ સરળ અને ઓછી મેહનત ઓછુ રોકાણ અને વધુ નફાકારક સાબિત થયું છે વ્યવસાય માટે આપણાં વિસ્તાર માટે મશરૂમની મુખ્ય ૪ જાતો નું વાવેતર કરવામાં આવે છે
૧.બટન મશરૂમ
૨.દુધિયા મશરૂમ
૩.ઢીંગરી મશરૂમ
૪. ડાંગરના પરાળની મશરૂમ
મશરૂમની ખેતીના ફાયદાઑ.
- મશરૂમની ખેતી ખુબજ સરળ અને સસ્તી હોવાથી આદિવાસી ખેડૂતો સહેલાઈ થી રોજીરોટી કમાઈ શકે
- ઓછી જમીન,બિયારણ,ઝેરી જંતુનાશક દવા ,વીજળી,પાણી ની જરૂરિયાત ઓછી હોવાથી નાનો ખેડૂત પણ સહેલાઈ થી મશરૂમની ખેતી કરી શકે છે,
- સતત બદલાતા રહેતા વાતાવરણમાં પણ સહેલાઈથી ખેતી કરી શકે છે,
- મશરૂમએ ખેતીના,જંગલ, ઘરગથ્થું કચરાનો ઉપયોગ કરી આવક લઈ શકે છે ,
- મશરૂમની ખેતી કરી બેરોજગારી પણ નિવારી શકાય,
વધુ માહિતી માટે આપના નજીકની કૃષિ યુનિવસિટીનો અથવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરો.
આભાર સહ વિદિત થાય,
જોહાર ! જય આદિવાસી
લિ.
રાહુલ ધોડિયા
સિંગાડ વલ્લી તા.વાંસદા
૯૬૩૮૮૬૨૧૦૬
You must be logged in to post a comment.