આ છે ડુંગળી (કાંદા) ની ખેતી કરવાનો ઉત્તમ સમય

0

ડુંગળી

*ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન આપતો શાકભાજી પાક

આપણું ગુજરાત રાજ્યએ શાકભાજીની ખેતીમાં આગવું સ્થાન ધરાવે છે,ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો શાકભાજી અને રોકડિયા પાક માટે ખુબજ જાણીતો છે.

        WHO ના અંદાજ મુજબ દૈનિક ખોરાકમાં 300 ગ્રામ શાકભાજીની જરૂરિયાત હોય છે, તેની સામે ભારતમાં ફ્ક્ત 180 ગ્રામ જ શાકભાજી ખવાય છે આ માટે ખેડૂત મિત્રોએ આધુનિક ટેકનૉલોજીની મદદ થી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે એવા પ્રયત્નો કરવા જોઇયે,ખાસ કરી કયા સમયે કયો પાક કરવોએ ઉત્પાદન રેશિયો વધારવાનું ખુબજ અગત્યનું પરિબળ છે,

        ખરીફ (ચોમાસાની) સીઝન પૂરી થવા આવી છે અને આવતા મહિને એટલે કે ઓક્ટોમ્બર મહિનાથી રવિ  સીઝનમાં થતી ખેતીની તૈયારી શરૂ થઈ જશે અને ખાસ કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતો રવિ સીઝનમાં થતી શાકભાજી જેવી કે વટાણા , ચણા  , કોબીજ , ફ્લાવર , ગાજર , મૂળા , પાપડી , તુવેર , મેથી , પાલખ મરચાં રીંગણ,ટામેટાં,ધાણા,લસણ અને ડુંગળીની ખેતી કરે છે.

આજે આ બ્લોગમાં ડુંગળી આધુનિકની ખેતી વાત કરીશું,

        ડુંગળીએ ખૂબ જ મહત્વનો પાક છે,જે મસાલા તથા કચુંબર તથા રસોઈમાં સુગંધ + સ્વાદ લાવવા માટે અતિ મહત્વનો ભાગ ભજવે છે.

ડુંગળીને અનુકૂળ આબોહવા. ?

        આ પાક ઠંડા અને સૂકા હવામાન નો પાક છે તેથી શિયાળુ ઋતુ અનુકૂળ વાતાવરણ ધરાવે છે,ભિમા સુપર જેવી ડુંગળીની જાતો ચોમાસા મા પણ વવાય છે.

ડુંગળી માટે જમીન કેવી હોવી જોઇયે. ?

        ડુંગળીનું વધુ ઉત્પાદન માટે ગોરાળું,મધ્યમ કાળી ભરભરી,સારી ફળદ્રુપ,સારી નિતાર શક્તિ ધરાવતી ,વધુ સેંદ્રિયતત્વો વાળી વધુ અનુકૂળ રહે છે.

ડુંગળીની ખેતીમાટે જમીન કરી રીતે તૈયાર કરવી. ?

        જમીનમાથી  ચોમાસાના પાકના જે કઈ થડ,મૂળ,અન્ય નીંદામણ કે કચરો હોય એને હાથવીણી કરી ખેતરના શેઢાપાળા એકદમ સ્વચ્છ કરવું,ત્યાર બાદ સારું કોહવાયેલુ ફાર્મ યાર્ડ મેન્યુર એટલે કે છાણિયું ખાતર હેક્ટર દીઠ 20 થી 25 ટન નાખવું,ત્યાર બાદ કલ્ટિવેટરથી ખેડ કરવું ત્યાર બાદ મોટા ઢેફા ભાંગી જમીનને ભરભરી પોચી બનાવવી.

ડુંગળીના બિયારણની પસંદગી.

        ડુંગળીની લોકલ જાતો કરતાં સારી સુધરેલી જાતોનું વાવેતર કરવું,જેમ કે ગુજરાત ડુંગળી-1,પીલીપત્તિ,ભિમા સુપર,તળાજા રેડ,નાશિક લાલ,લાઇટ રેડ,જીદાલ તથા આની સારી કંપનીનું બિયારણ વાપરવું.

વાવેતર સમય.

        વાવેતર કરવા પહેલા ડુંગળીને ડાંગરની જેમ ધરું ઉગાડવું પડે માટે 15 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોમ્બર સુધી ગાડી ક્યારા પર ડુંગળી ના બીજ છાંટી ધરુંવાડિયું તૈયાર કરવું.

ફેર રોપણી.

        ડુંગળીની ફેરરોપણી ધરુવાડિયું 12 થી 15 સેમીનું થાય એટલે નવેમ્બર સુધીમાં વાવણી કરી શકાય એ માટે હેક્ટર દીઠ 8 થી 10 કિલો બીજની જરૂર હોય છે અને એક વિધા દીઠ 2.5 થી 3 કિલો બીજની જરૂર પડે છે, અને વાવણીની અંતરની વાત કરવામાં આવે તો ડુંગળીને ક્યારા બનાવી રોપવામાં આવે તો વધૂ ઉત્પાદન મળે છે અને પિયતમાં પણ સરળતા રહે છે , ડુંગળીના પાળાની લંબાઈ ખેતરની લંબાઈ હિસાબે રાખવું, અને ક્યારાની પહોળાઈ 1.50 મીટર રાખવી જેથી નીંદામણની કામગીરીમાં પણ સરળતા રહે છે,અને 2 ક્યારા વચ્ચે ખાતર,દવા તથા નીંદામણ માટે 1 ફૂટની જગ્યા રાખવું ત્યારબાદ બે ચાસ વચ્ચે 15 સેમી અને 2 છોડ વચ્ચે 10 સેમીનું અંતર રાખી વાવણી કરવી.

ડુંગળીમાં પિયત.

        ધરું ઉછેરના સમયે બિજ નાખ્યા બાદ તરત જ અને જમીન સુકાયએ પહેલા ધ્યાન રાખી હળવું પિયત આપવું ત્યાર બાદ ફેરરોપણી કર્યાના તરત જ પિયત આપવું ત્યાર બાદ ડુંગળી પાકે ત્યાં સુધી 8 થી 10 દિવસે એક વાર પાણી આપવું.

નીંદામણ.

        કોઈપણ પાકમાં ઉત્પાદન પર સીધી અસર કરનાર પરિબળ સાબિત થયું છે,પાકની ફેર રોપણી બાદ 15 થી 20 દિવસે એકવાર હાથ નીંદામણ કરવું અને ત્યાર બાદ અનુક્રમે 15,30 અને 60 દિવસે નીંદામણ કરવું,ધરું ઉગાડતી વખતે બીજ નાખ્યાના તરત જ પેંડિમિથિલીન 0.9 કિલો /હેકટરે તથા બાસાલીન 3 કિલો/હેક્ટર છાંટકાવ કરવો.

ખાતર વ્યવસ્થાપન.

        એન: પી : કે ક્રમશઃ 100 : 150 : 200 આમ ઓર્ગેનિક રીતે  પણ કરવામાં આવે આરોગ્ય માટે અને ભાવ પણ  સારો આવે છે.

રોગ-જીવાત.

        આ પાકમાં મુખ્યત્વે થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે છે,આ જીવાત નારી આખે જોઈ શકાય એવિ નાની છે જે ડુંગળીના પાનની વચ્ચે રહી રસ ચૂસે છે જે રંગે પીળાસ પડતી ભૂખરા રંગની નાની હોય છે જે પાન ની ઉપરની સપાટી પર ઘસરકા પાળી અંદરથી નિકળેલો રસ ચૂસે છે અને એ ભાગ થોડા દિવસમાં સુકાઈ જાય છે અને સફેદ રંગના ધાબા જોવા મળે છે, જેના નિયંત્રણ માટે દેશી ઉપચાર રખોડાનો છાંટકાવ કરવું તથા ટ્રાયજોફોસ 10 એમ એલ,ડાયમીથોએટ 10 એમ એલ,એસીફેટ  10 એમ એલ  ,પીફ્રોનીલ 5 એમ એલ, જેવી ચૂસીયાની દવા 10 લિટર પાણીમાં ભેળવી છટવું,

        આ પાકમાં સુકારો,જાંબલી ધાબાનો રોજ જોવા મળે છે જેના નિયંત્રણ માટે કાર્બાન્ડેજીમનો પટ તથા મેંકોબ્જેબ અથવા ક્લોરોથેલીનીલ 30 ગ્રામ 10 લી પાણીમાં છટવું

ડુંગળીના પાક ની કાપણી.

ડુંગળીના બલ્બ ની પરિપક્વતા ની સાથે જ મોટા ભાગ ના પાન પીળા પાડવા લાગે છે આમ આવું દેખાતા પિયત બંધ કરી ડુંગળી ને ઉપાડી લેવું આમ હેકટરે ઉત્પાદન 40 થી 50 ટન આવે છે.

આ સાથે સમસ્ત આદિવાસી સમાજ,સુરતનો આભારી છુ કે જેવો ખૂબ સરસ પ્રયત્નો કરી રહ્યા છે,આવીજ પ્રગતિ કરતાં રહો જે સાથે આપ સૌને રાહુલ ધોડિઆના જય આદિવાસી.

                                                                લી.

                                                         રાહુલ ધોડિયા

                                          સિંગાડ વલ્લી તા.વાંસદા જી.નવસારી

                                                        ૯૬૩૮૮૬૨૧૦૬

Choose your Reaction!
Leave a Comment