સ્ટ્રોબેરીની ખેતી

1

   જોહાર,

        ગુજરાતના આદિવાસી વિસ્તારના કુલ-૧૪ જિલ્લામાંથી ફક્ત ડાંગ જિલ્લો જ એવું વાતાવરણ ધરાવે છે અહી ડુંગરાળ પ્રદેશ તથા ઠંડુ વાતાવરણ હોવાથી અહીના આદિવાસી ખેડૂતો એક નવી ખેતી- સ્ટ્રોંબેરીની આધુનિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. માટે આ ખેતી જોવા કે શીખવા કે ખાવા લોનાવાલા,ખંડાલા,મહાબલેશ્વર સુધી દૂર જવું પડશે નહીં.

        ગુણવત્તાયુક્ત સ્ટ્રોબેરીની ખેતી ડાંગના ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવમાં ખૂબ સફળ રહી છે.સામાન્ય રીતે સ્ટ્રોબેરીની ખેતીએ ડુંગરાળ પ્રદેશમાં ઠંડીના વાતાવરણમાં થાય છે.ઈન્ડિયાટાઈમ્સના સર્વે હિસાબે ડાંગના કુલ ૫ ગામોના ૫૦ આદિવાસી ખેડૂતો કુલ ૨૩ હેક્ટરમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી રહ્યા છે. ડાંગને સ્ટ્રોબેરી ની આદર્શ ખેતી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમજ અહીના મૂલનિવાસી ખેડૂતો પણ  ખૂબ જ મહેનતુ અને પૂરેપૂરા ખંતથી આ ખેતી કરવામાં સફળ રહી સારું ઉત્પાદન મેળવી પહેલા કરતાં સધ્ધર બન્યા છે.

        સામાન્ય રીતે સ્ટ્રોબેરીએ ઉચાણવાળી ભારે,ગોરાળું,ભેજ સંગ્રહશક્તિ વધારે હોય એવી,સારી નિતારશક્તિ હોય એવી,ફળદ્રુપ તથા વધારે સેંદ્રિયતત્વો જમીનમાં થાય છે અને વાતાવરણ જોવા જઇયે તો ઠંડુ,તાપમાન ,લાઇટ ઇંટેન્સીટી,પ્રકાશ્સંશ્લેષણ પ્રક્રિયા પણ અસર કરી શકે માટે એને અનુકૂળ વાતાવરણ હોવું જરૂરી છે  જમીનનું પીએચ પણ ૫.૫ થી ૭.૫ જેટલું હોવું જરૂરી છે.

                સ્ટ્રોબેરીની ખેતીમાં ખાતરની વાત કરવામાં આવે તો ઉનાળામાં ઊંડી ખેડ કરી પ્રતિ હેક્ટર ૨૦ ટન સારું કોહવાયેલુ ફાર્મ યાર્ડ મેન્યૂર (છાણ) નાખી, દાતીથી ખેડ કરી સમાર વડે જમીન સમતલ કરવી.

        સ્ટ્રોબેરીની ખેતીએ ગાદી ક્યારા પર કરવું જોઇયે,જે ગાદી ક્યારા ૯૦ સેમી પહોળા તથા ૨૦ સેમી ઊંચા હોવા જોઇયે કારણ કે સ્ટ્રોબેરીના મૂળ ૧૫ સેમી સુધી ઊંડા ઉતરે છે.

        બે હાર વચ્ચે ૭૫ સેમી અંતર તથા બે છોડ વચ્ચે 30 સેમીના અંતરથી રોપવા જોઇયે.

        આ ગાદી ક્યારા તૈયાર થતાં જ પ્લાસ્ટિક મલ્ચથી ઢાકવું જોઇયે,પ્લાસ્ટિક મલચિંગથી ઘણા બધા ફાયદા થાય છે,મુખ્ય તો બીજુ નીંદામણ ઉગતું નથી,પૂરતું ભેજ જળવાઈ રહે છે,જમીનનું ધોવાણ અટકે છે,બીજા ઘણાબધા પરિબળો સામે રક્ષણ આપે છે.

        સ્ટ્રોબેરીના વાવેતર કરવા હમેશા ટીસ્યું કલ્ચરના છોડ જ પસંદ કરવા તથા નવા વાવેતર માટે એના જ સારા,તંદુરસ્ત રનર્સનો ઉપયોગ થાય છે,જૂના છોડના સારા રનર્સને કટ કરી પોલીબેગમાં ભરી પોલીહાઉસમાં ઉછેરી બીજા વરસે ઉપયોગ કરી શકીએ છીએ.  

સ્ટ્રોબેરીની કુલ ત્રણ જાતો જોવા મળે છે.

૧. વહેલી પાકતી જાત – ઇન્ટર સ્ટ્રોબેરી

૨. મધ્યમ પાકતી જાત – સ્વીટ-૪ સ્ટ્રોબેરી

૩. લેટ પાકતી જાત – માલધારી સ્ટ્રોબેરી

ડાંગના મૂળનિવાસી ખેડૂતો માલધારી જાતનું વાવેતર કરે છે.

        ખાતર વ્યવસ્થાપનની વાત કરવામાં આવે તો હેકટરે ૪૫ કિલો યુરિયા, કિલો ૧૦૦ ડીએપી,88 કિલો પોટેશિયમ નાઇટ્રેટ અને ૫૦૦ કિલો ઓર્ગનિક કંપોઝનો ઉપયોગ કરવામાં આવે છે, આ ખાતર નો અર્ધો જથ્થો વાવ્યા સાથે રિંગ કરી ને આપવું ક[જોઇયે તથા બાકી નો જથ્થો ૫૦ થી ૬૦ દિવસ બાદ આપવો જોઇયે તથા છોડ પર છટવા ૨ ટકા યુરિયા + ૦.૫ ટકા જિંક સલફેટ + ૦.૫ ટકા કેલ્શિયમ સલફેટ + બોરિક એસિડ ૦.૨ ટકા નું દ્રાવણ બનાવી સ્પ્રે કરવાથી સ્ટ્રોબેરીની ક્વોલેટી જળવાઈ વધારે ઉત્પાદન મળે છે.

        સ્ટ્રોબેરીની જીવાત જમીનમાં રહી નુકશાન કરતી અને તંદુરસ્ત છોડના મૂળને નુકસાન કરતી સફેદ ઘેણના સામે રક્ષણ મેળવવા ૧ લિટર પાણીમાં ૨ એમએલ ક્લોરોપાયરીફોસનું દ્રેંચિંગ કરવું જોઇયે.

        તથા સ્ટ્રોબેરીમાં આવતો સુકારો માટે હેકજાકોનાજોલ ૦.૫ એમએલ ૧ લિટર પાણીમાં તથા કાર્બોનડેજામ ૦.૫ એમ એલ ૧ લિટર પાણીમાં નાખી છાંટકાવ કરવો,પાનનો રસ ચૂસનાર જીવાત માટે ફિફ્રોનિલ ૦.૫ એમએલ,એસીફેટ ૭૫ઇસી ૦.૫ એમએલ,ટ્રાયજોફોસ ૪૦ ઇસી ૦.૫ એમએલ  ૧ લી પાણીમાં નાખી છંટકાઉ કરવો.

        સ્ટ્રોબેરીના ફળ પાકતા ૧૫ થી ૨૦ દિવસનો સમય લાગે છે,અને ફળની લણણી હમેશા વહેલી સવારે અથવા સાંજે કરવી જોઇયે, અને હાર્વેષ્ટ કરેલા ફળને ગ્રેડિંગ શોર્ટિંગ કરી વ્યવસ્થિત કાગળ બોક્ષમાં પેકેજિંગ કરી માર્કેટમાં વેચવામાં આવે તો સારામાં સારી આવક મેળવી શકયે.

        ઉપર આપેલ આખી પધ્ધતિ આપ આ બ્લોગ વચનાર તમે તમારા ઘરે ટેરેસ પર,કિચન ગાર્ડનમાં,રૂમની ગેલેરીમાં તથા ઉપર આપેલ માહિતી અનુકૂળ જગ્યા પર પણ સ્ટ્રોબેરીની ખેતી કરી શકો છો.

        આ સાથે સમસ્ત આદિવાસી સમાજ,સુરતનો આભારી છુ કે જેવો ખૂબ સરસ પ્રયત્નો કરી રહ્યા છે,આવીજ પ્રગતિ કરતાં રહો જે સાથે આપ સૌને રાહુલ ધોડિઆના જય આદિવાસી !!  

                                                                                 લી.

                                                                             રાહુલ ધોડિયા

                                                                             સિંગાડ વલ્લી તા.વાંસદા જી.નવસારી

                                                                              ૯૬૩૮૮૬૨૧૦૬

Choose your Reaction!
Leave a Comment
Latest Posts