Description
રોગ અને સમસ્યાઓ : ઉદાસ રહેવું, કામમાં એક ચીતના હોવું, કાર્યક્ષમતામાં ઘટાડો, વારે ઘડીએ રડી પડવું, ઊંઘમાં વધારો કે ઘટાડો, ભવિષ્યની સતત ચિંતા કરવી, નબળા કે આત્મહત્યાના વિચારો વારંવાર આવવા. શંકાઓ જેવી કે કોઈ મને મારી નાખવા માંગે છે, બધા મારા દુશ્મન છે, મારા જીવન સાથીના બીજા જોડે સંબંધો છે તથા વિચિત્ર વાતો અને બદલાતું જતુ વર્તન વગેરે રોગોના ઈલાજ ડો. ઋત્વીન કરે છે.
ચિંતા નો રોગ : સતત ચિંતામાં વધારે, ચીડિયાપણું, ચિડીયાપણું-ગભરામણ થવી, પરસેવો વાળવો.
ભયરોગ : જાહેર જગ્યા પર જવાનો ડર, બસ-ટ્રેન લીફ્ટમાં જવાનો ડર, ઊંચાઈનો ડર, જાહેરમાં બોલવાનો ડર.
ઓ.સી.ડી. : એકની એક ક્રિયા વારંવાર કરવી, એક ના એક વિચારો વારંવાર આવવા, વારંવાર તાળું,ગેસ કે તિજોરી ચેક કરવા.
સ્વભાવની તકલીફ : ગુસ્સો આવવો, વાતે-વાતે ઝગડો કરવો, વાતે-વાતે ધમકીઓ આપવી, જીંદગી અર્થહીન લાગવી, વારંવાર આપઘાતના પ્રયત્ન કરવા, એકલા અટુલા રહેવું, મારઝૂડ કરવી, જીદ્દી તેજ સ્વભાવ તથા જાણી વિચારીને કાયદાઓનું ઉલંઘન કરવું.
બાળકોની સમસ્યાઓ : તોફાની વર્તન, કપડામાં પેશાબ, સમાજ શક્તિની તકલીફ, અભ્યાસમાં યાદ શક્તિની તકલીફ, પરીક્ષાનો ડર, શાળામાં ફરિયાદ-નશા કે ગુનાખોરી તરફ વધતું વલણ.
ઉપર જણાવેલ કોઈ પણ સમસ્યા માટે તમે આદિવાસી સમાજના ગૌરવ એવા ડો. ઋત્વીન પટેલ ની મુલાકાત આપેલા સરનામે લઇ શકો છો.









Reviews