આર્ટીસ્ટ

આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે

આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે, શુભ-અશુભ પ્રસંગોમાં તુર વગાડવા માટે, આદિવાસી ફોટો શૂટ, આદિવાસી પોશાક પહેરવેશ/મેકઅપ માટે, વારલી મહેંદી માટે, આદિવાસી સોંગ વિડીયોગ્રાફી / એડીટિંગ વગેરે માટે સંપર્ક નંબરો અહીં લખ્યા છે, આપની પાસે બીજા સંર્પક હોય તો કોમેન્ટ કરો.

તુર હરીફાઈ …….ચાલો વાંકલ

આદિવાસી ધોડિયા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત

તુર હરીફાઈ

વાઘ, નૃત્‍ય અને ગીતોએ આદિવાસી સમાજની જીવનપ્રણાલી સાથે ગુંથાયેલ છે. તે જ પ્રમાણે ધોડીઆ આદિવાસીઓની ઓળખ એટલે તુર-થાળી અને લ્‍હેરીયાં. તુર એ એક ચર્મવાધ છે. એક તરફથી નાનું અને બીજી તરફથી મોટું મુખ ધરાવનાર લાકડું અથવા માટી દ્વારા નિર્મીત નળાકાર ઉપર ચામડું ચઢાવી તુર બનાવવામાં આવે છે. ચામડાના મધ્‍યભાગે ભાતની પરાળ સળગાવી એની રાખ અને રાંધેલા ચોખાના મિશ્રણ દ્વારા તૈયાર થયેલ ‘ભેંણ‘ લગાવવામાં આવેલ હોય છે. સાથે હોય છે. કાંસાની થાળી. આ વાઘ વગાડનાર એક તુર અને બીજો થાળી વગાડીને જુદ જુદા ચાળા વગાડે છે. શુભ કે અશુભ કોઈપણ પ્રસંગે ધોડીઆ આદિવાસીઓમાં તુર – થાળી હોય જ. ફરક માત્ર એટલો કે શુભ પ્રસંગોએ તુર-થાળીના તાલે.

સમુહ નૃત્‍ય પણ હોય અને નાચવા સાથે જ ગવાતાં હોય મીઠાં મધુરાં તેમજ ટીખળભાવ અને જીવનભાવ દર્શાવતા ‘લ્‍હેરીયાં‘-

વાંકી ખજુરીયા યી તાડી મ્‍હાણાં છેલીયા,વાંકી ખજુરીયા પી તાડી હે લોલ………..

પીધેલો એલફેલ બોલે મ્હાણા છેલીયા,પીધેલો એલફેલ બોલે હે લોલ…………..

તુંએ પીધી ને માં ચડની મ્હાણા છેલાયા,તુંએ પીધી ને માં ચડની હે લોલ………..

પીધેલો એલફેલ બોલે મ્હાણા છેલીયા,પીધેલો એલફેલ બોલે હે લોલ…………..

– આંબાવાડી માં રત રહનલી…. ઓ મ્હાણા છેલીયા,

આંબાવાડી માં રાત રહનલી હે લોલ.હાંખ્‍યાં પડનાં ને પોહી ઉઠની….

ઓ મ્‍હાણાં છેલીયા,આંબાવાડી માં રાત રહનલી હે લોલ.-

ઝીણી ઝીણી જુવારમાં છાંટી પડી મારા બાલમજી રે… (ર)

છાંટી પડે તો ભલે પડે મારા બાલમજી રે……..

ઝીણી ઝીણી જુવારમાં છાંટી પડી મારા બાલમજી રે… (ર)

આવાં સુંદર મઝાનાં લ્‍હેરીયાં ના મધુર સુર સાથે નૃત્‍યની રમઝટ જામતી હોય. વાધકો અને નૃત્‍યકારો વચ્‍ચે રીતસરની હરીફાઈ થતી હોય અને જુદા જુદા જેવા કે ‘પટેલાએ આંગણે વાંકો તાડ,‘મોઘલી ગુભો, ‘ત્રણ પગલી,‘બે પગલી,‘દુલ્‍ભો બ્હેરો,‘નાહ્તો ચાળો,‘કુંદાણીયો ચાળ,‘અર્ધો હંહલો,‘ધનજી ખંધાડ,‘ઝુલાણીયો ચાળો‘ અને ‘ઉટ્ટ બેટા ઘેર ચાલ જેવા ત્રીસથી વધુ પ્રકારના ચાળા વાગતા હોય.

ગુજરાત રાજયની આદિવાસી જાતિઓમાં ધોડિયા જાતિ પોતાનું એક આગવું સ્‍થાન પોતિકી ધોડીઆ ભાષા તેમજ રિત-રિવાજો સાથે ધરાવે છે. ધોડીઆ જાતિના લોકો ખાસ કરીને ગુજરાતમાં તાપી નદીથી દક્ષિણે તેમજ મહારાષ્‍ટ્રમાં દક્ષિણ ગુજરાતને અડીને આવેલ મુંબઈ સુધીના પ્રદેશમાં વસવાટ કરે છે.

ધોડીઆ જ્ઞાતિ અંગે જુદી જુદી દંતકથાઓ છે.દંતકથા અનુસાર ધોળકા-ધંધુકા તરફથી આક્રમણખોરોથી બચવા દક્ષિણ ગુજરાતમાં આવીને વસી ગયેલા લોકો ધોળકા -ધંધુકા ઉપરથી અપભ્રંશ થતાં ધોડીઆ તરીકે ઓળખાયા.જયારે અન્‍ય એક દંતકથા પ્રમાણે યાદવાસ્‍થળી પછી બચી ગયેલા યાદવોએ ઢોર ઢાંખર લઈને સ્‍થળાંતરીત થઈ દક્ષિણ ગુજરાતની તાન અને માન નદીઓ વચ્‍ચેના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. તેઓ ઢોર ઢાંખરના વ્‍યવસયી હોવાથી ઢોર ઉપરથી અપભ્રંશ થતાં ઢોરીયા અને પાછળથી ધોડીઆ તરીકે ઓળખાયા.પરંતુ જેને ભાષા, રિત-રિવાજો તેમજ પહેરવેશનું સમર્થન મળે છે એવી વધુ પ્રચલીત દંતકથા મુજબ મહારાષ્‍ટ્રના ધુળિયા તરફથી ધના અને રૂપા નામના બે આગેવાનો સાથે છપ્‍પન પરિવારોએ ગુજરાત અર્થે હીજરત કરી દક્ષિણ ગુજરાતના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. ધુળીયા તરફથી આવેલ હોવાથી ધોડીઆ તરીકે ઓળખાયા. આ છપ્‍પન પરિવારો પ્રમાણે છપ્‍પન કુળ અસ્‍તિત્‍વામાં હતા, આ છપ્‍પન કુળ ઉપરાંત સમયાંતરે જેમનું જેવું કામ -વ્‍યવસાય કે જે તે અન્‍ય સમાજ સાથેનો નાતો તે પ્રમાણે જુદા જુદા કુળ અસ્‍તિત્‍વમાં આવ્‍યા હોવાનું મનાય છે. જે કુળ આજે છપ્‍પનથી વધીને સવા બસ્‍સોથી વધુ છે,

જેવા કે કુંભારીયા, કચલીયા, કણબી, ખારવા, દેસાઈ, ગરાસીયા, નિતાતળીયા, વણજારીઆ, દળવી, છાહઢોળીયા, જોષી, મહેતા, બ્રાહ્મણ, ભટ્ટ, નાના રજપૂત, પ્રધાન, પાંચબડીયા, બંદુકમોડયા, વાણીયા, હાથીબળીયા, વાંસફોડા, વાડવા, કોલા, ઉંચાધાડીઆ, વૈરાગી, બાહુર ગરાસીઆ, ચટની ચોભડયા વગેરે.કુળ સામાજીક બંધારણના એક એકમ તરીકે પણ કામ કરે છે. ધોડીઆ જ્ઞાતિની કુટુંબપ્રથાની મોટેભાગે સંયુકત હોય છે. કુંટુંબનું સંચાલન કુંટુંબના વડીલના હાથમાં હોય. કુંટુંબના વ્‍યવહાર પછી જે તે ફળીયામાં જેટલાં ઘરો હોય એનું એક સામાજીક સંગઠન હોય છે. ઉપસ્‍થિત થતા પ્રશ્નોમાં આ એકમો ન્‍યાયપંચ તરીકે પણ કામ કરે છે, ફળિયાના બંધારણનો ભંગ થાય તો તેનો ઉકેલ ફળિયાના સંગઠનમાં અને કુળના નિયમોનું ઉલ્‍લંઘન થયું હોય ત્‍યારે કુળના નિમયમોનું ઉલ્‍લંઘન થયું હોય ત્‍યારે કુળના આગેવાનો અને સભ્‍યો ભેગા મળી વ્‍યવહારીક ન્‍યાય તોળે છે. કુળના એકબીજાને ‘સગા‘ કહે છે અન્‍ય સંબંધીઓને ‘પોતિકા‘ કહે છે. એક જ કુળના વર-કન્‍યાના લગ્‍ન ઉપર પાબંદી છે. ‘ઘરડાં વિના ગાડાં ન ચાલે‘ની ઉકિતને અનુસરતાં ધોડીઆ જ્ઞાતીમાં વડીલોને સૌ અનુસરે છે, અને વડીલોના કાર્યભારમાં અનુભવની છાંટ હોય છે. ધોડીઆ સમાજમાં કુટુંબ વ્‍યવસ્‍થા ભલે પુરૂષપ્રધાન હોય પણ દીકરા-દીકરીનો ભેદ જોવા મળતો નથી., પારણે દીકરો જ ઝુલવો જોઈએ એવી મહેચ્‍છા રાખવામાં આવતી નથી. સમાજમાં બહેનોની ઈચ્‍છા

written & Published By : Dhodiya Adivasi Facebook Group

હોળી પાંચમ ને શુક્રવાર, તા : ૦૨-૦૪-૨૦૧ ના દિને રાત્રે ૮:૦૦ કલાકે મુ. વાંકલ (ક્રિકેટ ગ્રાઉન્ડ ) CNG પંપ સામે, તા. જીજિ. વલસાડ.

ધોડિયા તુર હરીફાઈ ની એક ઝલક

ડુંગરપુરના વાંસળી વાદક (યુ-ટ્યુબર ઘનું રાઠવાની નજરે)

ગામ ડુંગરપુર, કવાંટ પહાડોની પાસે અને પ્રકૃતિના સાનિધ્યમાં વસેલા એક નાનકડા ગામના વયોવૃદ્ધ આદિવાસી વાંસળી વાદક આજે પણ પોતાની આગવી આદિવાસી અદામાં વાંસળી વગાડતા નજરે પડે છે. તેમનો વાંસળી વગાડવાનો પ્રેમ જોઇને આપણને પણ પ્રેરણા મળે છે કે સંબંધ હોય તો આવો. વાંસળી વગાડતા આ કલાકાર પોહલાભાઈ જે વીડિઓ માં નજરે પડે છે એ પોતાના સમયમાં ઘણા રાજકીય નેતાઓને મળ્યાનો અને તેમને પોતાની વાંસળીની કલાકારી દર્શાવ્યનો ઉત્સાહ પ્રકટ કરે છે. આપણા આવા આદિવાસી કલાકારોને ઉત્સાહથી વધાવીએ અને તેમના કામને વેગ આપીએ.

વાસળી કલાકાર (ઘનું રાઠવા દ્વારા)

લખારાની જીવન કથા (ભાગ -૨) પરેશભાઈ રાઠવા – ડો. જીતેન્દ્ર વસાવા દ્વારા

“પિઠોરા” એ ગુજરાતના આદિવાસીઓમાં રાઠવા જાતિના લોકદેવતા મનાય છે. પિઠોરા રાઠ ક્ષેત્રની આદિમ સંસ્કૃતિનું અત્યંત મહત્વ પૂર્ણ અને આસ્થાનું સામુદાયિક પૂજન વિધિનું ભીત-ચિત્ર છે. ઘરમાં કોઈ વધારે બીમાર હોય, ખેતી ના થતી હોય, પશુ-ઢોર મૃત્યુ પામતાં હોય, કે ઘરમાં સંતાન પ્રાપ્ત ના થતું હોય તો તેને દેવનો કોપ અથવા દેવ નારાજ થઇ ગયા હોવાનું અથવા ઘરમાં મૃત્યુ પામેલ પૂર્વજોને જવાબદાર માનવામાં આવે છે. આવા સમયે ઘર માલિક ખાખરાના પાંદડામાં અડદ ના દાણા બાંધીને “બળવા” પાસે જય છે. બળવો બે કે ત્રણ દાણા જમીન પર કે પાણી ભરેલા લોટામાં નાખે છે. અને જોડે જોડે કેટલાંક બોલ બોલતો જાય છે. ત્યાર બાદ ઘર માલિકને બતાવે છે કે દેવતાઓનો કોપ ઉતરેલ છે કે દેવ નારાજ છે અથવા ઘરમાં પૂર્વજોની આત્મ નડી રહી છે. એટલે ઘરમાં સુખ શાંતિ નથી. આ દેવના કોપથી અથવા આત્માની નારાજગીને દુર કરવા તેના ઉપાય માટે ઘર માલિકને “બળવો” પાંચ કે સંત વર્ષ ની અંદર પાણગું કરવાની બધા લેવડાવે છે. જેટલા વર્ષની બધા રાખી હોય તેટલા વર્ષમાં તકલીફ દૂર થઇ જાય તો ઘરમાં ઘર માલિકે “પિઠોરા” દેવને ઘરની દીવાલ કે ભીંત પર ચિત્રી ને બધા પૂરી કરવી પડે.

આ બધા પૂરી કરવા માટે ઘરની ઓસરી ની મોટી ભીંત પર “પિઠોરા” નું સરસ રંગીન ચિત્ર દોરવામાં આવે છે.

“પિઠોરા” ની બાધા ખાસ કરીને શિયાળામાં હોળીના તેહવાર પેહલા ઉજવાય છે. પિઠોરા હંમેશા ગુજરીના (બુધવારે ) દિવસે ( લખવામાં ) દોરવામાં આવે છે. આ “પિઠોરા” લખવાનું કામ ખાસ કરીને રાઠવા સમાજના પુરુષો દ્વારાજ કરવમાં આવે છે. જેને લખારા (ચિતારા ) કેહવાય છે. પીઠોરાની વિધિમાં પૂજા કરવાનું કામ, બોલવાનું કામ “બળવો”, પુંજારો અને તેના સાથીદારો કરે છે. આ તમામ આદિવાસીઓ હોય છે.

લખારાની જીવન કથા (ભાગ -૧) પરેશભાઈ રાઠવા – ડો. જીતેન્દ્ર વસાવા દ્વારા

“પિઠોરા” એ ગુજરાતના આદિવાસીઓમાં રાઠવા જાતિના લોકદેવતા મનાય છે. પિઠોરા રાઠ ક્ષેત્રની આદિમ સંસ્કૃતિનું અત્યંત મહત્વ પૂર્ણ અને આસ્થાનું સામુદાયિક પૂજન વિધિનું ભીત-ચિત્ર છે. ઘરમાં કોઈ વધારે બીમાર હોય, ખેતી ના થતી હોય, પશુ-ઢોર મૃત્યુ પામતાં હોય, કે ઘરમાં સંતાન પ્રાપ્ત ના થતું હોય તો તેને દેવનો કોપ અથવા દેવ નારાજ થઇ ગયા હોવાનું અથવા ઘરમાં મૃત્યુ પામેલ પૂર્વજોને જવાબદાર માનવામાં આવે છે. આવા સમયે ઘર માલિક ખાખરાના પાંદડામાં અડદ ના દાણા બાંધીને “બળવા” પાસે જય છે. બળવો બે કે ત્રણ દાણા જમીન પર કે પાણી ભરેલા લોટામાં નાખે છે. અને જોડે જોડે કેટલાંક બોલ બોલતો જાય છે. ત્યાર બાદ ઘર માલિકને બતાવે છે કે દેવતાઓનો કોપ ઉતરેલ છે કે દેવ નારાજ છે અથવા ઘરમાં પૂર્વજોની આત્મ નડી રહી છે. એટલે ઘરમાં સુખ શાંતિ નથી. આ દેવના કોપથી અથવા આત્માની નારાજગીને દુર કરવા તેના ઉપાય માટે ઘર માલિકને “બળવો” પાંચ કે સંત વર્ષ ની અંદર પાણગું કરવાની બધા લેવડાવે છે. જેટલા વર્ષની બધા રાખી હોય તેટલા વર્ષમાં તકલીફ દૂર થઇ જાય તો ઘરમાં ઘર માલિકે “પિઠોરા” દેવને ઘરની દીવાલ કે ભીંત પર ચિત્રી ને બધા પૂરી કરવી પડે.

આ બધા પૂરી કરવા માટે ઘરની ઓસરી ની મોટી ભીંત પર “પિઠોરા” નું સરસ રંગીન ચિત્ર દોરવામાં આવે છે.

“પિઠોરા” ની બાધા ખાસ કરીને શિયાળામાં હોળીના તેહવાર પેહલા ઉજવાય છે. પિઠોરા હંમેશા ગુજરીના (બુધવારે ) દિવસે ( લખવામાં ) દોરવામાં આવે છે. આ “પિઠોરા” લખવાનું કામ ખાસ કરીને રાઠવા સમાજના પુરુષો દ્વારાજ કરવમાં આવે છે. જેને લખારા (ચિતારા ) કેહવાય છે. પીઠોરાની વિધિમાં પૂજા કરવાનું કામ, બોલવાનું કામ “બળવો”, પુંજારો અને તેના સાથીદારો કરે છે. આ તમામ આદિવાસીઓ હોય છે.

પરેશભાઈ જયંતીભાઈ રાઠવા (પીઠોરા પેઈન્ટર)

પિતાનું નામ : રાઠવા જયંતીભાઈ ભીખાભાઈ 
સરનામું : ઘર નં. ૧૪૯૫ કવાંટ, ઈંગ્લીશ હાઈસ્કુલ પાછળ, કવાંટ-૩૯૧૧૭૦ તા. કવાંટ, જિ. છોટા ઉદેપુર 
જન્મ તા : ૧૭/૦૮/૧૯૬૮ 
અભ્યાસ : ૧૦ પાસ 
મો. : ૯૫૮૬૫૫૨૩૬૮ 
ઈમેઈલ : pareshrathwa68@gmail.com  

વ્યવસાય : પીઠોરા પેઈન્ટર

શોખ :

  • સામાજિક આદિવાસી નૃત્ય કરવું
  • વાજિંત્રો વગાડવા
  • આદિવાસી કલા સંસ્કૃતિ વિષે ફોટોગ્રાફી
  • આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ કરવો તેમજ લખવું

કાર્ય :

સન ૧૯૯૦ થી બાબા પીઠોરા દેવના બધા ચિત્રો ગામે ગામ, ઘરે-ઘરે ચીતરવા અને બાધા પૂર્ણ કરાવવી તેમજ “પીઠોરા” ના ચિત્રો કેનવાસ તેમજ હેન્ડ મેઈડ પેપર ઉપર ચિત્રી ખાનગી તેમજ સરકારી પ્રદર્શનોમાં ભાગ લઇ આજીવિકા તેમજ સાંસ્કૃતિનો વ્યાપ વિકાસ કરવો.

સિદ્ધિ :

  • ફૂજીતાવિંત મ્યુઝીયમ ટોકિયો જાપાન ખાતે આદિવાસી પેઈન્ટીંગ પ્રદર્શનમાં પીઠોરા પેઈન્ટીંગ મોકલાવી ભાગ લીધેલ ૧૯૯૫-૧૯૯૬.
  • મિલાઓ-ઇટલી ખાતે રોબેર્ટા કોલીન ૨૦૦૦ દ્વારા આદિવાસી પેઈન્ટીંગ પ્રદર્શનીમાં પીઠોરા પેઈન્ટીંગ મોકલાવી ભાગ લીધેલ ૨૦૦૦-૨૦૦૧.
  • પીઠોરા ચિત્ર કલા માટે ઇન્દીરાગાંધી સ્મારક ન્યાસ તરફથી પંદરહજાર રૂપિયાની શિષ્યવૃત્તિ પ્રાપ્ત -૨૦૦૧-૨૦૦૨.
  • આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર  અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શ્રેષ્ઠ “પીઠોરા પેઈન્ટીંગ” નું પ્રમાણ પત્ર મેળવેલ ૨૦૦૨-૨૦૦૩.
  • એઈફેક્સ ન્યુ દિલ્હી ખાતે ભારત સરકાર જનજાતિ કાર્યાલયના “ટ્રઈફેડ” સંસ્થા દ્વારા યોજાયેલા ચિત્રકાર અને સ્થાપત્યો માટેના પ્રદર્શનમાં પીઠોરા પેઈન્ટીંગ નું લાઇવ પ્રદર્શન કરેલ ૨૦૦૨-૨૦૦૩.
  • ઇન્ડેક્સ-સી (ગુજરાત સરકારની સંસ્થા) દ્વારા યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં પીઠોરા પેઈન્ટીંગ માટે ભાગ લીધેલ ૨૦૦૩-૨૦૦૪.
  • આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આંતર રાષ્ટ્રીય આદિજાતિ દિનની ઉજવણીમાં પીઠોરા પેઈન્ટીંગ નું જીવંત પ્રદર્શન કરેલ ૨૦૦૬-૨૦૦૭.
  • શ્રી કવાંટ તાલુકા આદિવાસી યુવક મંડળ, કવાંટ દ્વારા સન્માનિત ૨૦૦૭-૨૦૦૮.
  • દહેરાદુન ખાતે ” વિરાસત મહોત્સવમાં” પીઠોરા પેઈન્ટીંગ નું જીવંત પ્રદર્શન કરેલ ૨૦૦૭-૨૦૦૮.
  • ભારત સરકાર જનજાતિ કાર્યાલયના “ટ્રઈફેડ” સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશ શિમલા ખાતે “આદિશિલ્પ” ઉત્સવમાં ભાગ લીધેલ.
  • “અમદાવાદ મીરર” ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સમાચાર પત્રમાં શ્રી આશીશ લાખિયા દ્વારા પીઠોરા પેઈન્ટીંગ વિશે લેખ પ્રકાશિત કરેલ ૨૦૦૮-૨૦૦૯.

“પિઠોરા” આર્ટ

પિઠોરા આર્ટ : રાઠવા પરેશભાઈ જયંતીભાઈ

મોબાઈલ : ૯૫૮૬૫૫૨૩૬૮

email : pareshrathwa68@gmail.com

પિઠોરા રાઠ ક્ષેત્રની આદિમ સંસ્કૃતિનું અત્યંત મહત્વ પૂર્ણ અને આસ્થાનું સામુદાયિક પૂજન વિધિનું ભીત-ચિત્ર છે.

“પિઠોરા” એ ગુજરાતના આદિવાસીઓમાં રાઠવા જાતિના લોકદેવતા મનાય છે. પિઠોરા રાઠ ક્ષેત્રની આદિમ સંસ્કૃતિનું અત્યંત મહત્વ પૂર્ણ અને આસ્થાનું સામુદાયિક પૂજન વિધિનું ભીત-ચિત્ર છે. ઘરમાં કોઈ વધારે બીમાર હોય, ખેતી ના થતી હોય, પશુ-ઢોર મૃત્યુ પામતાં હોય, કે ઘરમાં સંતાન પ્રાપ્ત ના થતું હોય તો તેને દેવનો કોપ અથવા દેવ નારાજ થઇ ગયા હોવાનું અથવા ઘરમાં મૃત્યુ પામેલ પૂર્વજોને જવાબદાર માનવામાં આવે છે. આવા સમયે ઘર માલિક ખાખરાના પાંદડામાં અડદ ના દાણા બાંધીને “બળવા” પાસે જય છે. બળવો બે કે ત્રણ દાણા જમીન પર કે પાણી ભરેલા લોટામાં નાખે છે. અને જોડે જોડે કેટલાંક બોલ બોલતો જાય છે. ત્યાર બાદ ઘર માલિકને બતાવે છે કે દેવતાઓનો કોપ ઉતરેલ છે કે દેવ નારાજ છે અથવા ઘરમાં પૂર્વજોની આત્મ નડી રહી છે. એટલે ઘરમાં સુખ શાંતિ નથી. આ દેવના કોપથી અથવા આત્માની નારાજગીને દુર કરવા તેના ઉપાય માટે ઘર માલિકને “બળવો” પાંચ કે સંત વર્ષ ની અંદર પાણગું કરવાની બધા લેવડાવે છે. જેટલા વર્ષની બધા રાખી હોય તેટલા વર્ષમાં તકલીફ દૂર થઇ જાય તો ઘરમાં ઘર માલિકે “પિઠોરા” દેવને ઘરની દીવાલ કે ભીંત પર ચિત્રી ને બધા પૂરી કરવી પડે.

આ બધા પૂરી કરવા માટે ઘરની ઓસરી ની મોટી ભીંત પર “પિઠોરા” નું સરસ રંગીન ચિત્ર દોરવામાં આવે છે.

“પિઠોરા” ની બાધા ખાસ કરીને શિયાળામાં હોળીના તેહવાર પેહલા ઉજવાય છે. પિઠોરા હંમેશા ગુજરીના (બુધવારે ) દિવસે ( લખવામાં ) દોરવામાં આવે છે. આ “પિઠોરા” લખવાનું કામ ખાસ કરીને રાઠવા સમાજના પુરુષો દ્વારાજ કરવમાં આવે છે. જેને લખારા (ચિતારા ) કેહવાય છે. પીઠોરાની વિધિમાં પૂજા કરવાનું કામ, બોલવાનું કામ “બળવો”, પુંજારો અને તેના સાથીદારો કરે છે. આ તમામ આદિવાસીઓ હોય છે.

“પિઠોરા” ચિત્ર કરવાનું હોય તે ઘરની ઓશરીની ભીતની વચ્ચે અને આજુ બાજુની ભીંત ઉપર કુંવારી છોકરીઓ જમીનનની માટી અને છાણ મિક્ષ કરીને આખું અઠવાડિયું રોજ લીપણ કરે છે. “પિઠોરા” જે દિવસે ચીતરવાનો હોય તે દિવસે ઘર માલિક લખનાર ( “પીઠારો” પેઈન્ટર ) તેમજ ” બળવા” ને ( પુજારી ) માથા માં દહીં અને ગરમ પાણીથી સ્નાન કોરું વસ્ત્ર પેહરાવે છે . ત્યાર બાદ ચિતરો (પેઈન્ટર ) એક થાળીમાં દીવો, ચોખા, સિંદુર રાખી પૂજાનું વધામણું તૈયાર કરી ધરતી ઉપર મહુડાના ફળનો દારૂની ધાર આપી ભીત ની પૂજા કરે છે. ત્યાર બાદ “પિઠોરા” ચિત્રકાર ખાખરાના પાંદડા ના વાડકા બનાવી તેમાં સિન્દુરીયો (ઓરેન્જ) સિંદુર માંથી, લાલ કલર કંકુ માંથી, પીળો કલર હળદર માંથી, કાળો કલર કાજળ માંથી, લીલો રંગ ઝાડ-પાન પીસી સફેદ માટી ભેળવી બનાવી તેમાં મહુડાના દારૂના ટીપા તેમજ ગાયના દૂધ માંથી તૈયાર કરે છે. (આજે સિમેન્ટ દીવાલ હોવાથી તૈયાર અક્રેલીક કલરનો છે.) ત્યાર બાદ “પિઠોરા” ના ઘોડાના બીબાને ભીંત ઉપર મૂકી આઉલાઈન કરવામાં આવે. બધા પ્રમાણે પાંચ, નવ અથવા અઢાર ઘોડા દોરી વાંસની સળીને પીંછી બનાવી ચિતરો પિઠોરો દોરવાનું કામ કરે છે.

આ દોરેલા “પિઠોરા” ચિત્રની શરૂઆતમાં ભીતની ચારે બાજુ પોહ્ળી ડુંગર જેવી દેખાતી બોર્ડર દોરવામાં આવે છે જેને ધરતી ની હદ કેહવામાં આવે છે. નીચેની બાજુ દરવાજો બનાવવામાં આવે છે. તેની બંને વાધ દોરી તેમના પંજામાં દબાવાયેલું હરણ દર્શાવવામાં આવે છે. ડાબી બાજુના ખૂણે સૂર્ય જમણી બાજુ ચંદ્ર દોરવામાં આવે છે. વચ્ચેના ભાગે પીઠોરાની બધા મેઈન ઘોડાઓમાં પેહલો ઘોડો ગામ દેવ, બીજો “પિઠોરો” ની રાણી કાજલનો ઘોડો, ત્રીજો સાદડાનો ઘોડો, ચોથો મેઈન પિઠોરાનો ઘોડો કે જેના હાથમાં પોપટ નું નિશાન છે. પાંચમો પિઠોરો રાણીનો ઘોડો, છટ્ઠો કાનીયાનો ઘોડો અને સાતમો હોકા ગણેશનો ઘોડો બનાવેલ છે. એને કાળુંરાણો કહે છે.

“પિઠોરા” ની નીચે રાજા ભોજની અંબાડી વાળો હાથી દોરવામાં આવશે. ત્યાર બાદ ખેતી કરતાં ખેતર પાળ, ધાન લઇ જતો કોઠાર, બાર માથા વાળો રાજા રાવણ, મહુડાનું ઝાડ, તાડનું ઝાડ અને તાળ પર ચડતો માણસ, કુવો, પનિહારી, બકરી, મરઘી, ગાય, પરિવાર, ખેતરમાં ઉગેલો ડાળો, ઢાંક વગાડતો ગીત ગાતો ટીટીયો, કાળું રાણાનો ઘોડો, ઉપરના ભાગમાં શિકાર કરતો ડામોર દેવ, નાચતા કુદતા રાઠવા લોકો, હાદરાજ દેવની ઉટ સવારી, વચ્ચેના ભાગમાં લાંબી ડુંગર વાળી અસાળ પર પાંચ વાંદરા, સાપ, વિછી, કીડી, પોલીસ ચોકી, વલોણું ફેરવતું રાઠવાનું કપલ, સંસાર પ્રાપ્તિ માટે સંભોગ કરતુ જોડું, વગેરે જીવ સૃષ્ટી તેમજ પ્રકૃતિના ચિત્રો દોરવામાં આવે છે. આજુ બાજુ પાંચ ઉભા ઘોડા તેમજ પૂર્વજ દોરવામાં આવે છે.

પિઠોરા ચિત્ર દોરતું હોય ત્યારે ગાયણી ( “પિઠોરા” ની કથા ગાનાર ) અને તેના સાથીદાર ઢાક ( ડાકલા ) વગાડીને પિઠોરા ચિત્રમાં દોરાયેલા દરેક ચિત્રનો ગીતો ગાઈને તેની કથા કહે છે. ઘરની સ્ત્રીઓ માં ઘરમાં બેસીને પિઠોરા ના ગીતો ગાતી હોય છે. દોરેલી જગ્યાને પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. બીજી ઘરના બહારના ભાગે ઇન્દ્રરાજાને માટે પાંચ સાત કણબીના ઝાડની ડાળો કાપી લાવી જમીન પર છાણ માટીનું લીપણ કરી રોપવામાં આવે છે. અને તેનું પૂંજન કરવામાં આવે છે. આવા સમયે બાળકો-યુવાનો-સ્ત્રીઓ અને મોટેરા મોટા ઢોલ વગાડીને તથા પીહવા વગાડીને તેમજ કિકિયારીઓ પાડીને ખુબ આનંદ થી નાચે કુદે છે. “બળવા” “પિઠોરા” દેવને રીજવવા માટે બકરા, મરઘાં-મરઘી તેમજ મહુડાનો દારૂનો અને અડદ ના ધાન માંથી બનાવેલા ઢેબરાનો ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રસાદી ઉત્સવમાં સૌ ભેગા મળીને આરોગે છે. આ રીતે “પિઠોરા” દેવ નું ચિત્ર, પૂંજન અને પૂરો ઉત્સવ માનવે છે.

ઘર માલિક પૂંજન થઇ ગયા બાદ વરસો વરસ વાર તેહવારે “પિઠોરા” ને ધૂપ દીવા કરીને ખેતરમાં રહેલા નવા ધનનો ભોગ ધરાવતા રહી દેવનું પૂંજન કરે છે. ઘરની સ્ત્રીઓ ( પરણીને આવેલ ) “પિઠોરા” ચિત્રની પાસેથી નીકળતા મોઢું ઢાંકેલું રાખી મર્યાદા જાળવી શરીરનો કોઈ ભાગ અડે નહિ તેવી કાળજી રાખી મર્યાદા માં રહે છે.

મિત્રો આ રીતે “પિઠોરા” નું ચિત્ર પૂંજન પૂર્ણ થાય છે. આ પીઠોરાની બધા પૂરી કરવા આજના જમાના માં પોતાની શક્તિ પ્રમાણે કમ સે કમ ૮૦૦૦૦ થી ૧૦૦૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.

वारली समुदाय एवं वारली आर्ट

अर्धनारी पायल राठवा वारली आर्टिस्ट की डायरी में से (7698910689)
पेज नं: 1609
आर्टिकल शीर्षक: वारली समुदाय एवं वारली आर्ट

वारली पेंटिंग भारत में उत्तर सह्याद्री रेंज से जनजातीय लोगों द्वारा बनाई गई जनजातीय कला की एक शैली है। इस श्रेणी में पालघर जिले के दहनु, तलसरी, जवाहर, पालघर, मोखादा और विक्रमगढ़ जैसे शहरों शामिल हैं। यह जनजातीय कला महाराष्ट्र में हुई थी, जहां आज भी इसका अभ्यास किया जाता है।

वाल्थर की पुस्तक, यसोदरा थलम्या द्वारा द वर्ल्ड ऑफ़ आर्ट पुस्तक में वारली की कलात्मक चित्रकला में कला परंपरा की निरंतरता शामिल है जो हजारों, पांच सौ तीन हजार साल से पहले थी। वर्ले की पेंटिंग्स कलाकृतियों द्वारा चित्रित की जाती हैं ताकि वे अपने गुफा के निवास के दौरान अपने दिन-प्रतिदिन की घटनाओं और अनुष्ठानों का जश्न मना सकें। यह चित्रकला गुफा चित्रों से भी जुड़ी हुई है जो 500 से 3000 ईसा पूर्व मध्य प्रदेश के बेम्बेक्टा क्षेत्र से संबंधित हैं। इन दोनों क्षेत्रों में, दर्द की कला उसी अवधि से संबंधित है।

ये वारली चित्र साधारण बुनियादी डिजाइनों के साथ खींचे जाते हैं। वे परिदृश्य खींचते हैं जो वे सर्कल, त्रिकोण, वर्ग के आकार के रूप में देखते हैं। चित्रण के लिए, चक्र सूर्य और चंद्रमा को आकार देता है, पहाड़ों, तेज पेड़, और वर्ग के आकार के रूप में त्रिभुजों को जमीन के टुकड़े में खींचता है। उन्होंने अपनी दैनिक गतिविधियों के कई स्तरों को चित्रित किया है। उनकी शादी पर चित्रों को चित्रित करने की आदत है। लेकिन वे सिर्फ अनुष्ठान नहीं हैं लेकिन आम हैं। लेकिन दुल्हन घोड़े की सवारी पर एक पेंटिंग देख सकता है। शिकार, मछली पकड़ना, कृषि, त्यौहार, नृत्य, पेड़, जानवर, महिला रोजमर्रा के काम। मानव शरीर, और पशु शरीर किनारों से जुड़े दो त्रिकोण के साथ आकार देता है। ऊपरी त्रिकोण शरीर को कमर पर खींचता है और त्रिकोण के नीचे निचले त्रिकोण को खींचता है और सिर पर एक सर्कल खींचता है और एक और छोटा सर्कल खींचता है। विभिन्न प्रकार के वॉर्ली स्केच में नृत्य के रूप में ऐसी कई चित्र हैं।

वारली जनजाति अपनी घर की दीवार बनाने के लिए मिट्टी का उपयोग करती हैं। अपने घर कावी रंग के प्रवेश द्वार में। चित्र इस भगवा के पीछे खींचे जाते हैं। पृष्ठभूमि में स्पष्ट करने के लिए सफेद रंग का उपयोग किया जाता है। सफेद रंग के लिए सफेद पानी में चावल का आटा उपयोग किया जाता है। पेंटिंग पेंट करने और ब्रश का उपयोग करने के लिए बांस की छड़ें पेंट करें। ये चित्र अक्सर शादी, फसल के त्यौहार के लिए घर को सजाने के लिए तैयार करते हैं। यह उल्लेखनीय है कि 1 9 70 के दशक तक महिलाओं ने उन्हें आकर्षित किया था। वारली की पेंटिंग्स ने 1 9 70 से लोकप्रियता हासिल की है। वॉर्ली को 2010 में ‘कोका-कोला’ अभियान ‘दीपावली वीटू आओ’ के प्रचार अभियान में शामिल किया गया था। वेर्ले की कलाकृति का इस्तेमाल आज के लिए दीवार चित्रकला के रूप में किया गया है। साड़ी, चुदीदार आदि वारली के स्केच पर आधारित हैं। इसके अलावा, स्क्रीन और बिस्तर चादर भी वारली स्केच पर आधारित हैं।

वॉर्ले के स्केच बाजार में कपड़ों और मिठाइयों के लिए अच्छी तरह से प्राप्त होते हैं जो स्केच पर आधारित होते हैं। ये अब कलाकृतियों के रूप में उपलब्ध हैं। ये वॉर्ली चित्र घर के इंटीरियर डिजाइन में एक महत्वपूर्ण भूमिका निभाते हैं। आज की कला की कोटैयाना वारली जनजातीय कला पूरे भारत में खींची गई है।

1️⃣?इतिहास


वारली जनजाति मुंबई के बाहर स्थित भारत में सबसे बड़ी है। भारत के सबसे बड़े शहरों में से एक के करीब होने के बावजूद, वारली समकालीन संस्कृति को अस्वीकार कर देता है। 1 9 70 के दशक तक वारली पेंटिंग की शैली को पहचाना नहीं गया था, भले ही कला की आदिवासी शैली 10 वीं शताब्दी ईस्वी की शुरुआत में सोचा जाए। वारली संस्कृति मां प्रकृति की अवधारणा के आसपास केंद्रित है और प्रकृति के तत्व प्रायः फोकल पॉइंट दिखाए जाते हैं वारली पेंटिंग में। खेती उनका जीवन का मुख्य तरीका है और जनजाति के लिए भोजन का एक बड़ा स्रोत है। वे जीवन के लिए प्रदान किए जाने वाले संसाधनों के लिए प्रकृति और वन्यजीवन का बहुत सम्मान करते हैं। वारली कलाकार अपने चित्रों के लिए पृष्ठभूमि के रूप में अपने मिट्टी के झोपड़ियों का उपयोग करते हैं, इसी तरह प्राचीन लोगों ने गुफा दीवारों को उनके कैनवास के रूप में इस्तेमाल किया।

2️⃣?वारली पेंटिंग की कला


ये प्राथमिक दीवार चित्र मूल ज्यामितीय आकारों का एक सेट उपयोग करते हैं: एक सर्कल, एक त्रिकोण, और एक वर्ग। ये आकार प्रकृति के विभिन्न तत्वों के प्रतीकात्मक हैं। सर्कल और त्रिकोण प्रकृति के उनके अवलोकन से आते हैं। सर्कल सूर्य और चंद्रमा का प्रतिनिधित्व करता है, जबकि त्रिभुज पहाड़ों और नुकीले पेड़ से निकला है। इसके विपरीत, वर्ग एक मानव आविष्कार प्रतीत होता है, जो एक पवित्र घेरे या जमीन का एक टुकड़ा दर्शाता है। प्रत्येक अनुष्ठान चित्रकला में केंद्रीय प्रारूप वर्ग है, जिसे “चाक” या “शौकत” के नाम से जाना जाता है, ज्यादातर दो प्रकार के देवचौक और लैग्नचौक के नाम से जाना जाता है। देवचौक के अंदर आम तौर पर प्रजनन का प्रतीक है, मां देवी पलाघाता का चित्रण होता है।

पुरुष देवताओं वारली के बीच असामान्य हैं और अक्सर उन आत्माओं से संबंधित होते हैं जिन्होंने मानव आकार लिया है। अनुष्ठान चित्रकला में केंद्रीय आदर्श शिकार, मछली पकड़ने, और खेती, और पेड़ और जानवरों को चित्रित करने वाले दृश्यों से घिरा हुआ है। त्योहारों और नृत्य अनुष्ठान चित्रों में चित्रित आम दृश्य हैं। लोगों और जानवरों का प्रतिनिधित्व दो विपरीत त्रिकोणों द्वारा उनके सुझावों में शामिल होता है: ऊपरी त्रिकोण धड़ और निचले त्रिकोण को श्रोणि दर्शाता है। उनका अनिश्चित संतुलन ब्रह्मांड के संतुलन का प्रतीक है। प्रतिनिधित्व में शरीर को एनिमेट करने का व्यावहारिक और मनोरंजक लाभ भी है। वारली कला का एक और मुख्य विषय एक त्रिकोण का प्रतीक है जो शीर्ष पर बड़ा होता है, जो मनुष्य का प्रतिनिधित्व करता है; और एक त्रिभुज जो नीचे एक व्यापक है, एक महिला का प्रतिनिधित्व करता है। [बेहतर स्रोत की आवश्यकता] अनुष्ठान चित्रों के अलावा, अन्य वारली चित्रों में गांव के लोगों की दिन-प्रतिदिन की गतिविधियों को शामिल किया गया।

कई वारली पेंटिंग्स में चित्रित केंद्रीय पहलुओं में से एक तर्पा नृत्य है। Tarpa, एक तुरही की तरह उपकरण, विभिन्न गांव पुरुषों द्वारा बदले में खेला जाता है। पुरुष और महिलाएं अपने हाथों को घुमाती हैं और तर्पा खिलाड़ी के चारों ओर एक चक्र में चली जाती हैं। उसके बाद नर्तकियों का पीछा करते हुए, मोड़ने और आगे बढ़ने के बाद आगे बढ़ते हुए, कभी भी अपनी पीठ को तर्पा में नहीं बदलते। संगीतकार दो अलग-अलग नोट्स बजाता है, जो सिर नर्तक को या तो दक्षिणावर्त या घुमावदार दिशा में ले जाने के लिए निर्देशित करते हैं। टैर्पा खिलाड़ी एक सांप आकर्षक के समान भूमिका निभाता है, और नर्तकियों ने लाक्षणिक सांप बन जाते हैं। नर्तकियों ने दर्शकों में एक लंबी मोड़ ली और मनोरंजन के लिए उन्हें घेरने की कोशिश की। नर्तकियों का सर्कल गठन भी जीवन के चक्र के समान दिखता है।

3️⃣?वारली पेंटिंग सामग्री

वारली पेंटिंग की सरल चित्रमय भाषा एक प्राथमिक तकनीक से मेल खाती है। अनुष्ठान चित्र आमतौर पर गांव झोपड़ियों की अंदर की दीवारों पर बनाए जाते हैं। दीवारें शाखाओं, पृथ्वी और लाल ईंट के मिश्रण से बने हैं जो पेंटिंग के लिए लाल ओचर पृष्ठभूमि बनाती हैं। वारली केवल चावल के पेस्ट और पानी के मिश्रण से बने सफेद वर्णक के साथ पेंट करता है, जिसमें एक बाइंडर के रूप में गम होता है। अंत में एक बांस की छड़ी को एक पेंटब्रश के बनावट के लिए चबाया जाता है। दीवारों को केवल शादी या उपज जैसे विशेष अवसरों को चिह्नित करने के लिए चित्रित किया जाता है।

समकालीन संस्कृति में
नियमित कलात्मक गतिविधि की कमी उनके चित्रों के लिए पारंपरिक जनजातीय भावना की व्याख्या करती है। 1 9 70 के दशक में, इस अनुष्ठान कला ने एक कट्टरपंथी मोड़ लिया जब जीव सोमा माशे और उनके बेटे बालू माशे ने पेंट करना शुरू कर दिया। उन्होंने अनुष्ठान के उद्देश्यों के लिए चित्रित नहीं किया, बल्कि उनके कलात्मक कार्यों के कारण। जिवा को वारली पेंटिंग के आधुनिक पिता के रूप में जाना जाता है। 1 9 70 के दशक से, वारली पेंटिंग पेपर और कैनवास पर चली गई है।

कोका-कोला इंडिया ने प्राचीन संस्कृति को उजागर करने और एकता की भावना का प्रतिनिधित्व करने के लिए वारली पेंटिंग की एक अभियान शुरू की। इस अभियान को “दीपावली पर आओ होम” कहा जाता था और विशेष रूप से आधुनिक युवाओं को लक्षित किया जाता था। इस अभियान में पारंपरिक मास मीडिया पर विज्ञापन शामिल था, जिसमें रेडियो, इंटरनेट और आउट-ऑफ-होम मीडिया शामिल थे।

4️⃣?पारंपरिक ज्ञान और बौद्धिक संपदा


वारली चित्रकारी पारंपरिक ज्ञान और सांस्कृतिक बौद्धिक संपदा पीढ़ियों में संरक्षित है। बौद्धिक संपदा अधिकारों की तत्काल आवश्यकता को समझना, जनजातीय गैर-लाभकारी संगठन आदिवासी युवा सेवा संघ ने बौद्धिक संपदा अधिकार अधिनियम के तहत भौगोलिक संकेत के साथ वारली चित्रकला को पंजीकृत करने में मदद की। सामाजिक उद्यमिता के साथ वारली की टिकाऊ अर्थव्यवस्था को मजबूत बनाने के लिए विभिन्न प्रयास प्रगति पर हैं।

आपकी प्यारी बहन अर्धनारी पायल राठवा वारली आर्टिस्ट की डायरी में से कुछ वारली आर्ट की जानकारी
कृपया इस पोस्ट को शेयर करें एवं इसको कोई कोपी करे तो लेखिका का नाम जुडा हुआ रहने दें।

जय जोहार
जय आदिवासी