શિક્ષણ

Birsa Munda Tribal University

સરનામું : બીરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સીટી, રેનટોન ગામ, રાજપીપળા જીલ્લો, ગુજરાત. ૩૯૩૧૪૫

Email: info@bmtugujarat.com
Website: www.bmtugujarat.com

કોર્સ અને માહિતી  

  • Birsa Munda Tribal University Fee B.B.A Telecommunication will be Rs.39306 Per year Fee for students must be passed, 12th class.
  • B.C.A. (Bachelor of Computer Applications) charges Rs.40562 BMTU Annual Fee of the students must be passed Intermediate check here.
  • DIPLOMA IN PETROLEUM ENGINEERING will be Around Rs. 55510 Yearly BMTU Eligibility criteria students must be passed, 12th class.
  • M.B.A (Hospital Management) Course Fee will be Rs. 55515 Per year Birsa Munda Tribal University for students must be passed, Bachelor’s degree.
CourseDurationFee
B.A. (Economics)4 yearsRs 151374
B.B.A Networking3 yearsRs 39048
B.B.A Telecommunication3 yearsRs 39302
B.C.A. (Bachelor of Computer Applications)3 yearsRs 40572
DIPLOMA IN PETROLEUM ENGINEERING3 yearsRs 55500
M.B.A (Hospital Management)2 yearsRs 55525
ઉપર આપેલ વિગતો ધારણા મુજબ છે. યોગ્ય ફી વિશે માહિતી યુનિવર્સીટી પરથી મેળવવી.

BMTU Revision Fees 2021

CoursesDurationFees
B.Sc Hons1st YearRs 13,500
MBA1st YearRs 14,300
BV.Sc1st YearRs 13,500
M.Tech1st YearRs 45,000
DiplomaTotal FeesRs 13,800
M.Sc1st YearRs 15,500
CertificationTotal FeesRs 5,000
ઉપર આપેલ વિગતો ધારણા મુજબ છે. યોગ્ય ફી વિશે માહિતી યુનિવર્સીટી પરથી મેળવવી.

Birsa Munda Tribal University UG Fee Structure 2021-22

Course NameEligibility CriteriaFee
Bachelor Of Art10+2 from Arts streamRs 20,000
ઉપર આપેલ વિગતો ધારણા મુજબ છે. યોગ્ય ફી વિશે માહિતી યુનિવર્સીટી પરથી મેળવવી.

નવી શિક્ષણ નીતિ (NEP-2020)

શિક્ષણનો અર્થ એ છે કે તે બાળક અને વ્યક્તિના શ્રેષ્ઠ શારીરિક, માનસીક અને  અધ્યાત્મિક ગુણો ને બહાર લાવે છે. જેમ કે શિક્ષણ એ તમામ પરિમાણો નૈતિક, માનસિક અને ભાવનાત્મકતામાં વ્યક્તિના વિકાસનો આધાર બને છે.

– મહાત્મા ગાંધી

ભારતમાં શિક્ષણ નીતિ સૌ પ્રથમ વખત ૧૯૬૮ માં બદલવામાં આવી હતી. ત્યાર બાદ ૧૯૮૬ માં બદલવામાં આવી હતી, જેમાં “૧૦+૨” જ્યાં “+૨” એટલે ધોરણ ૧૧ અને ૧૨ સુધીનું ભણતર સરકારની દેખરેખ હેઠળ એક સમાન રીતે આવરી લેવામાં આવતું હતું. જેમાં થોડા જ ફેરફાર ૧૯૯૨ માં કરવામાં આવ્યા હતા. ત્યાર પછી હવે ૨૦૨૦ માં નવી શિક્ષણ નીતિનો ઠરાવ મુકવામાં આવ્યો છે, જેને NEP-2020 એટલે કે ” new education policy 2020 ” અથવા ” નવી શિક્ષણ નીતિ-૨૦૨૦” કેહવામાં આવે છે. જે આશરે ૨૦૨૨ કે ૨૦૨૩ ના વર્ષ સુધીમા લાગુ પડી શકે તેવી શક્યતા છે.

નવીં શિક્ષણ નીતિ બનાવવા અને લાગુ કરવા માટે ભારત સરકારે અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી કે કમિટીની રચના કરી, જેમાં ગ્રામ પંચાયત થી લઇ જિલ્લાવાર અને તાલુકાવાર લાગુ પડતા આગેવાનો અને અધિકારીઓ પાસેથી નિવેદનો અને સલાહો લીધી તથા “ISRO” ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેસન ના પ્રમુખ ” શ્રી કસ્તુરી રંજન ” જેવા વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન લીધું છે.

હાલના આપણા શિક્ષા મંત્રી ” શ્રી રમેશ પોખરીયાલ ” કે જે માનવ સંશાધન મંત્રાલય (HRD Dipartment ) ના પ્રમુખ છે, તે મંત્રાલય ભારતમાં શિક્ષા નીતિ લાગુ કરતુ અને પરીક્ષા તથા બીજા કાર્યભાળ સંભાળતું એ મંત્રાલયનું નામ લોક સવલત ના મુદ્દે “માનવ સંશાધન મંત્રાલય” માંથી ફેરવી શીધું ” શિક્ષા મંત્રાલય ” કરી દેવામાં આવ્યું છે. જે લોક સમજણ માટે ખુબ જરૂરી હતું. રાજ્ય સ્તરે શિક્ષણ વિભાગના મંત્રી “શ્રી ધોત્રે સંજય શામરાઉ” છે.

નવી શિક્ષણ નીતિ જૂની  શિક્ષણ નીતિ  કરતાં અલગ માળખું એટલે કે “૧૦+૨” ના માળખા કરતા અલગ માળખું ધરાવે છે. જે કઈક આ પ્રકારે “૫+3+3+૪” પ્રમાણેનું છે. પહેલા ભારત સરકાર બાળક પર ૧૨ ધોરણ સુધી ધ્યાન આપતી હતી કે બાળકને એક સરખું ભણતર ૧૮ વર્ષની ઉમર સુધી મળે અને બાળક સામાજિક, માનસિક અને શારીરિક રીતે ઘડાય શકે. જેની ચકાસણી કરવા રાજ્ય સ્તરે બોર્ડ હતા. જેમ કે ગુજરાત માં ગુજરાત બોર્ડ, પંજાબમાં પંજાબ બોર્ડ, યુપી માં યુપી બોર્ડ વગેરે. ત્યારબાદ બાળક સ્નાતક અને અનુસ્નાતક થવા માટે “યુનિવર્સીટી” માં અભ્યાસ કરી જેતે વિષયોમાં પારંગત થઇ પોતાની આજીવિકા મેળવતા તથા સમાજમાં એક હોદ્દો મેળવતા. નવી શિક્ષા નીતિમાં ભારત સરકાર હવે બાળક પર ૧૫ વર્ષ શુધી ધ્યાન આપશે જેનું માળખું કઈક નીચે પ્રમાણે છે.

(૧)પ્રથમ ૫ વર્ષ (ફાઉન્ડેશન)
   * 3 વર્ષ - રમત ગમત સાથે શિક્ષણ 
   * ૨ વર્ષ - મૂળભૂત શિક્ષણ ની શરૂઆત
 
(૨)બીજા 3 વર્ષ (પ્રીપેરેટોરી)
   * એક્ટીવીટી સાથે ભણતર 
   * માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષાનું જ્ઞાન 
 
(3)બીજા 3 વર્ષ (મિડલ સ્ટેજ)
   -કમ્પ્યુટર કોડ 
   -વોકેશનલ (તકનીકી જ્ઞાન ) (સિલાઈ કામ, સુથારી કામ, માછીમારી વગેરે વગેરે)
   -ગણિત 
   -વિજ્ઞાન 
   -આર્ટસ 
   -કોઈ પણ એક ભાષા 

(૪)બીજા ૪ વર્ષ (સેકંડરી સ્ટેજ)
   -ઓળઘોળ વિષયો 
   -વિચાર શક્તિના વિકાસ પ્રમાણેના અભ્યાસ ક્રમો 
   -કોઈ પણ એક વિદેશી ભાષા 

(૫)સ્નાતક અને અનુસ્નાતક (૪+૧ અથવા 3+૧)
   -પ્રથમ વર્ષ (સર્ટિફિકેટ)
   - દ્વિતીય વર્ષ (ડીપ્લોમાં)
   -તૃતીય વર્ષ (ડીગ્રી)
   -ચતુર્થ વર્ષ (રીસર્ચ)
(૬) અનુસ્નાતક માં પ્રવેશ 
   - સ્નાતક ના ચાર વર્ષ અને ૧ વર્ષ અનુસ્નાતક 
   - સ્નાતકના 3 વર્ષ અને ૨ વર્ષ અનુસ્નાતકના  

ચાલો હવે ઉપર આપેલા નવી શિક્ષા નીતિના માળખાને સવિસ્તાર સમજીએ :

(૧)પ્રથમ ૫ વર્ષ (ફાઉન્ડેશન)

પ્રથમ પાંચ વર્ષમાં 3 વર્ષ રમત ગમત સાથે શિક્ષણ ના હશે, જેમાં બાળકોને શાળા પ્રત્યે રૂચી વધે અને બાળક વિના સંકોજ કે બીક વગર શાળાએ જવાનું પસંદ કરે તેવા માળખાની રચના કરવામાં આવશે. ત્યાર બાદ બાકીના બે વર્ષ ભણતર ની શરૂઆત થશે જે અત્યારના અભ્યાસ ક્રમ મુજબ ૧ અને ૨ ધોરણ છે એ રીતે હશે. જેમાં બાળકને શિક્ષણ ના મૂળભૂત જ્ઞાન સાથે પરિચય કરાવવામાં આવશે. જેમકે માતૃભાષા ના મૂળાક્ષર અને લીપી વગેરે. બાળકની શાળા પ્રત્યે રૂચી બની રહે એ માટે પ્રથમ પાંચ વર્ષ કોઈ પણ પરીક્ષા લેવામાં નહિ આવે અને બાળકને સીધા આગળના વર્ષમાં ઉત્તીર્ણ કરવામાં આવશે.

(૨)બીજા 3 વર્ષ (પ્રીપેરેટોરી)

ત્યાર બાદના ત્રણ વર્ષ શિક્ષણ ની તૈયારીના રેહશે. જેમાં અલગ અલગ કાર્યશૈલી સાથે ભણતર શરુ થશે. જેમાં બાળકોને માતૃભાષાનું જ્ઞાન તથા રાષ્ટ્ર ભાષાનું જ્ઞાન પણ આપવામાં આવશે. હવે જોઈએ તો બાળકને સાચા શિક્ષણ ની શરૂઆત અ 3 વર્ષમાં થશે જેમાં બાળક મિત્રો જોડે વર્તણુક, સામાજિક ભાષાકીય વ્યવહારો તથા ભણતરના મુખ્ય પાયાઓ શીખશે. બાળકને પરીક્ષા અને ઉત્તીર્ણતા આ ત્રણ ધોરણોમાં સમજાવવામાં આવશે. પરીક્ષાઓ અહીથી શરુ થશે.

(3)બીજા 3 વર્ષ (મિડલ સ્ટેજ)

ત્યાર પછીના ત્રણ વર્ષ અત્યારના ધોરણ ૬ થી 8 ધોરણ પ્રમાણે શરુ થશે. આ ધોરણ થી બાળક કોમ્પ્યુટર કોડીંગ નું પ્રારંભિક જ્ઞાન મેળવશે જે આજના આધુનિક જમાના ને લક્ષીને ખુબ ઉપયોગી નીવડશે. અહીં વોકેશનલ કાર્યક્રમ માં બાળક પોતાની મન પસંદ કાર્ય કરતા શીકશે જેવા કે સિલાઈ, માછીમારી, સુથારી કામ જે બાળકને આગળ જતા રોજગાર માટે પણ ઉપયોગી બની શકે. તેની સાથે સાથે ગણિત, વિજ્ઞાન, આર્ટસ, કોમર્સ વગેરે વિષયો જેમ હતા તેમજ ભણાવવામાં આવશે.

(૪)બીજા ૪ વર્ષ (સેકંડરી સ્ટેજ)

ત્યાર બાદનું ભણતર બીજા ચાર વર્ષનું હશે, જેમાં સેમેસ્ટર માળખું હશે. હવે આ ચાર વર્ષના વિષયો બાળકે પોતાની રૂચી પ્રમાણેના લેવાના રહેશે. જેમાં કોઈ બંધન રહેશે નહિ. બાળક પોતાની જીજ્ઞાશા અને રુચી પ્રમાણે ગણિત, કેમેસ્ટ્રી, ફોટોગ્રાફી, હિન્દી એમ મિશ્ર વિષયો ભણી શકશે. બાળકને ભણવા માટે કોઈ પણ પ્રકારના વિષયો ચયન કરી શકશે અને તે એક રૂઢી વાદી ભણતર ની જગ્યાએ મિશ્ર વિષયોનું જ્ઞાન ધરાવશે અને આ ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ સ્નાતક થવા માટે યુનિવર્સીટીમાં દાખલ થશે.

(૫)સ્નાતક અને અનુસ્નાતક (૪+૧ અથવા 3+૧)

સ્નાતક થવા માટે પણ ચાર વર્ષનું માળખું હશે જેમાં કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વર્ષ થી શિક્ષણ છોડી શકશે અને જોડાઈ શકશે. અહીં શિક્ષણમાં ફરી બેઠકની સુવિધા લોકોના અધૂરા રહી ગયેલા શિક્ષણ ને પૂરું કરવામાં મદદગાર સાબિત થશે. પ્રથમ વર્ષ પાસ કરનાર ને પણ પ્રમાણ પત્ર મળશે. એટલે કે હરેક પૂર્ણ વર્ષ તમારા જ્ઞાન માટે તમને પ્રમાણ પત્ર અપાવશે જે ખાનગી કંપનીઓ માં નોકરી માટે મદદગાર સાબિત થશે. પ્રથમ વર્ષ પાસ કરનાર ને “સર્ટિફિકેટ” , દ્વિતીય વર્ષ પૂર્ણ કરનાર ને “ડીપ્લોમાં”, તૃતીય વર્ષ પૂર્ણ કરનાર ને “ડીગ્રી” અને ચતુર્થ વર્ષ પૂર્ણ કરનારને “રીશર્ચ” ની પદવીઓ એનાયત કરવામાં આવશે. અહીં નોંધનીય બાબત એ છે કે તૃતીય વર્ષ પૂર્ણ કર્યા બાદ જ કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી માટે પાત્રતા ધરાવી શકશે. વ્યક્તિ ત્રણ વર્ષ પૂર્ણ કરી એટલે કે “ડીગ્રી” ની પડવી મેળવી સીધો અનુસ્નાતક માટે પાત્રતા મેળવી શકશે.

હવે નોધનીય બાબત એ છે કે  ત્રણ વર્ષ પૂર્ણ કરનાર વ્યક્તિ જો અનુસ્નાતક કરે તો તે વ્યક્તિએ અનુસ્નાતક ૨ વર્ષનું કરવાનું રહેશે અને જો ૪ વર્ષ પૂર્ણ કરીને આવનાર વ્યક્તિ એટલે કે “રીશર્ચ” ની પદવી ધરાવનાર વ્યક્ર્તીએ ફક્ત ૧ વર્ષ અનુસ્નાતક કરવાનું રહેશે.

આમ ભણતરમાં દરેક બાળકની રૂચી જળવાઈ રહે  અને બાળકના સર્વાંગી વિકાસમાં મદદ રૂપ થઇ રહે તે માટે અને તે પ્રમાણેનું બનવવામાં આવ્યું છે.નવી શિક્ષણ નીતિના કેટલાક ફાયદા અને ગેર ફાયદા નીચે પ્રમાણે છે.

નવી શિક્ષણ નીતિના ફાયદા :

  • બાળક પોતાની રુચીને પોતાના જીવન સાફલ્ય માટે ઉપયોગી બનાવી શકે છે.
  • બાળકને શિક્ષાનો ભાર લાગશે નહિ તથા એક કેન્દ્રિત થઈને અભ્યાસ કરી શકશે.
  • બળજબરી થી ભણતર તથા પોપટીયું જ્ઞાનનો અવકાશ નહિ રહે.
  • બાળકને જીવન જીવવાના પાસાઓમાં યોગ્ય દિશા મળશે.
  • પરીક્ષા માટે અને પરીક્ષાને સમજવા પહેલેથીજ તૈયાર રહેશે અને પરીક્ષા રૂપી દર મગજમાંથી નીકળશે.
  • અલગ અલગ કારકિર્દીઓ બનાવવાના અનેક રસ્તા ખુલ્લા થશે તથા પોતાના ભણતરનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે.
  • માનસિક અને સામાજિક તથા આર્થીક રીતે મજબુત બનશે.

નવી શિક્ષણ નીતિના ગેર ફાયદા :

  • બાળક સ્વતંત્ર વિચારધારા વાળું થશે પણ શિસ્તનો અભાવ વર્તાશે.
  • અંગ્રેજી ભાષા સાથે ઓળખાણ મોડી થાય ભાષાકીય કુશળતા પ્રાપ્ત કરવામાં પાછળથી તકલીફ થઇ શકે.
  • નવી શિક્ષણ નીતિ ખર્ચાળ સાબિત થઇ શકે છે જેના કારણે કૌટુંબિક આર્થીક કારણો સર શિક્ષણ છોડવાનું પ્રમાણ વધી શકે છે.
  • ભણતર સાથે ગણતર પણ શીખશે પરંતુ અધ્યાત્મિક અને ભાવનાત્મક મુલ્યો વિસરી શકે છે.
  • નાની ઉમરથી માતા પિતા જોડે ઓછો સમય વિતાવે, માતા પિતા સાથેના હુંફ અને વ્ત્સલ્ય ના મળતા તેમની જોડેનો ભાવનાત્મક સંબંધ ના સમજી શકે.
  • બાળક વાસ્તવિક વિચારધારા વાળું બને પરંતુ સંસ્કૃતિ અને સભ્યતા કદાચ વિસરી શકે.
  • વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્નાતકના પ્રથમ કે બીજા વર્ષથી શિક્ષણ અધૂરું મૂકી શકે છે. પાછળ થી કરી લેવાના ઈરાદે જે તેમના શિક્ષણ અંત પણ સાબિત થઇ શકે છે.
  • નૈતિક અને માનસિક મુલ્યો જળવાય પણ ભાવનાત્મક મુલ્યો કેળવીના શકે.
  • હાલના શિક્ષણ પ્રમાણેના ચોક્કસ માપદંડ વાળા મુલ્યો ધરાવતા ડોક્ટર, ઈજનેર, એકાઉટન્ટ વગેરે ની ઓળખ નવી શિક્ષણ નીતિ મુજબ મુશ્કેલ બનશે.

આમ, નવી શિક્ષણ નીતિ એક રીતે બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રબળ શક્તિ પૂરી પડે છે તથા ઘણી તકો ઉભી કરે છે તો સામે આ તકો અને શક્તિ અધ્યાત્મિક કે ભાવનાત્મક પરિબળો પુરા પડશે કે કેમ એ એક સવાલ ઉભો રહ્યો. લોકો જાતેજ અલગ અલગ કારકિર્દીઓ ઉભી કરી શકશે તો સામે કોઈ પણ વિષયમાં પરિપૂર્ણ ના થતા પોતાનામાં એક અધૂરા પણું અનુભવશે. સમયે સમયે અપના દેશના બંધારણ અને જોગ્વૈઓમાં પણ સુધારા વધારાની જરૂર હોય એજ રીતે શિક્ષણ નીતિમાં સુધારા એ એક ઉન્નત અને સુદ્રઢ રાષ્ટ્ર બનાવવા માટે ખુબજ જરૂરી છે અને હંમેશા આવકાર્ય રહેશે.

“જય હિન્દ”,”જય ભારત”,”જોહાર”

સૌ પ્રથમ બેક્ટેરિયા ની શોધ

બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો હોય છે. તેને ફક્ત માઈક્રોસ્કોપમાં જ જોઈ શકાય છે. અનેક રોગોનું કારણ બેક્ટેરિયા હોય છે, પરંતુ બીજી તરફ આપણા પેટમાં બેક્ટેરિયાની હાજરી અનિવાર્ય છે, કારણ કે તે આપણને પાચનમાં મદદ કરે છે. તે ધરતી, પાણી, હવા વગેરે બધી જ જગ્યાએ બેક્ટેરિયાની હાજરી હોય છે. તે એકકોષી જીવાણુ છે. બેક્ટેરિયાની શોધ ૧૬૮૩માં લ્યુવોર્ન હુકે કરી હતી. તેમણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આ જીવાણુને જોયા હતા. લ્યુવોર્ન હુક દ્વારા શોધવામાં આવેલા આ જીવાણુને એરનબર્ગે બેક્ટેરિયા નામ આપ્યું હતું. પૃથ્વી પર અસ્તિત્વમાં આવનાર સૌથી જૂના જીવોમાંના એક છે બેક્ટેરિયા.  સામાન્ય રીતે તેમનું કદ થોડા માઈક્રોમીટર જેટલું હોય છે. તેઓ ગોળ, ચપટા, સર્પીલા વગેરે વિવિધ આકારોમાં જોવા મળે છે.

Sarita Gayakwad

Saritaben Laxmanbhai Gayakwad (born 1 June 1994) is an Indian sprinter who specializes in the 400 metres and 400 metres hurdle. She was part of the Indian women’s 4 × 400 metres relay team that won the gold medal at the 2018 Asian Games.

Gujarat Govt. has selected her as a brand ambassador of Gujarat State Poshan Abhiyan.

Gayakwad was selected in the Indian women’s 4 × 400 metres relay team for the 2018 Commonwealth Games in Australia. She thus became the first track and field athlete from the state to be selected for the Commonwealth Games. The team came seventh in the final with a timing of 3:33.61. She was then selected for the 2018 Asian Games in the women’s 4 × 400 metres relay team. The quartet of Gayakwad, M. R. Poovamma, Hima Das and V. K. Vismaya clocked 3:28.72 in the final to clinch the gold medal.