તમે અહીં તમારું યોગદાન આપી શકો છો >>>

વિશ્વ આદિવાસી દિવસ -૨૦૨૧

(અ)   શૈક્ષણિક પ્રવુત્તિ, આરોગ્ય, તાલીમ, રોજગાર, કાનૂની પ્રશિક્ષણ, રમત-ગમત, સમાજલક્ષી પ્રવુત્તિઓ.

 

(બ)   આદિવાસી રૂઢી-પરંપરા, રીતિરિવાજ, ભાષા-સંસ્કૃતિની જાળવણી.

 

(ક)    બંધારણીય હક્કો અને ફરજો પ્રત્યેની જન જાગૃતિના માધ્યમથી સર્વાંગી વિકાસ.

દાન અથવા યોગદાન કેમ ?

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યની  ૨૯ અનુસુચિત જન-જાતિના જન સમુદાયનું રજીસ્ટર મંડળ છે. સદર મંડળ બિનરાજકીય, બિનધાર્મિક હોય આદિવાસી આદિવાસી સમાજના આર્થિક, સામાજીક, શૈક્ષણિક, જળ, જંગલ, જમીનની સમસ્યાઓનો અભ્યાસ અને તેના ઉકેલની દિશાઓમાં કાર્યરત છે. મંડળ સામાજિક સમસ્યાઓની સાથે માનવ વિકાસના હાર્દરૂપ શૈક્ષણિક સ્તરની સુવિધાઓ માટે કાર્યરત છે.

સમસ્ત આદિવાસી સમાજ ની પ્રવુત્તિ

   વર્ષ ૨૦૧૨ પેહલા મેડીકલ શાખાની ૨૫૦ થી ૩૦૦ સીટો ખાલી રહેતી શીડ્યુલટ્રાઈબ (ST) વિદ્યાર્થીઓ અનેક કારણોસર અભ્યાસથી વંચિત રહેતા, સમાજના બુદ્ધિજીવીઓ, શિક્ષણ ક્ષેત્રના ચિંતકો, પદાધિકારીઓના સામુહિક પ્રયત્નો થકી ૨૦૧૫ સુધીમાં એક પણ સીટ આ શાખાની ખાલી ના રહે કે અન્યજાતિઓના વિદ્યાર્થીઓ ના ભરાય તે માટે વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર વિભાગ બી-ગ્રુપના આર્થીક રીતે નબળા પણ તેજસ્વી કારકીદીને લક્ષ્યમાં રાખી ગુજકેટ, નીટ ની તાલીમ માટે માનનીય સરકારશ્રીના શિક્ષણ વિભાગ સાથે સમયસરની પરામર્શતા થાકી વિના મુલ્યે તેમના કોચિંગ ક્લાસની સગવડ ઉભી થઇ સાથે ખાનગી મેડીકલ કોલેજોમાં ફી બાબતે રજૂઆત થકી આજે ફ્રી  શિક્ષણ માટે પ્રવેશ સમયે બી.સી. કાર્ડની જોગવાઈ સાથે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય મદદ આ પ્રોજેક્ટનો હાર્દ હોય તેમાં અપેક્ષિત સફળતા મેળવી શક્યા વર્ષ ૨૦૧૮ ના મેડીકલ શાખામાં કોઈપણ સીટ અન્યને ફાળે ન ગઈ હોય તેનું એક માત્ર કારણ આ ઉત્થાન પ્રોજેક્ટ છે.

   માનનીય શ્રી વી. એમ. પારગી (IPS) સાહેબના નેજા હેઠળ આર્થિક સહયોગ માટે ભામાશા રૂપી દાતાઓના સમજણ સાથેના સુમેળભર્યા આર્થિક સહયોગ થકી અત્યાર સુધીમાં સને ૨૦૧૪-૧૫ થી ૨૦૧૭-૧૮ આમ છેલ્લા ચાર વર્ષમાં કુલ ૩૯૯ વિદ્યાર્થીઓને કુલ ૪૧,૭૧,૦૦૦ /- (એકતાળીસ લાખ એકોતેર હજાર ) કોઈ પણ શરત વગર આપવામાં આવી માત્ર ને માત્ર શિક્ષણ પ્રેમી દાતાઓશ્રી ના સહયોગથી જ અ શક્ય બની શક્યું. સમગ્ર આદિવાસી સમાજ વતી મંડળ તમામને ઋણ સ્વીકાર કરી આભારની લાગણી વ્યક્ત કરે છે. ઉત્થાન પ્રોજેક્ટના તમામ સહયોગી સાથી મિત્રોને પણ ઋણ સ્વીકાર છે જ. 

અપીલ

  શિક્ષણ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓ પૈકી ઘણાને આર્થિક પ્રશ્નો મુંઝવતા હોય તે સ્વાભાવિક છે. તે સંદર્ભે ઉત્થાન પ્રોજેક્ટની શૈક્ષણિક પ્રવુંતીને વધુને વધુ વેગવાન બનાવતા જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ નું ભાવી ન જોખમાય, અંધકારમય ન બને તે માટે તેમના માનસિક મનોબળ જુસ્સો ટકી રહે, વાલીઓ દેવાદાર ન બને અને તેમના તેજસ્વી બાળકો/તારલાઓ ઝાંખા ન પડે તે માટે સમાજના તમામ ક્ષેત્રના દાતાશ્રીઓને હૃદય પૂર્વક નમ્ર અપીલ છે. આપની આવક કામાણી માંથી થોડો હિસ્સો ભાગ શિક્ષણ યશમાં દાનની રકમ આહુતિ રૂપે મળે એવી વિનંતી છે.

The Best Experience Ever

જાહેરાત આપનાર/રોકડા નાણા/ક્રોસ્ડ ચેક ડ્રાફ્ટ આપવાની વિગત

 

ફોર્મ અહીં થી

ડાઉનલોડ

કરો

જાહેરાત આપનાર/રોકડા નાણા/ક્રોસ્ડ ચેક ડ્રાફ્ટ આપવાની વિગત
ડૉ. પ્રદી૫ભાઈ ગરાસિયા
પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય

તમે અહીં તમારું યોગદાન આપી શકો છો >>>