- This event has passed.
૧૩ સપ્ટેંબર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ
September 13, 2020 @ 4:00 pm - 6:00 pm

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે યુનો દ્વારા ઘોષિત કરાયેલા આદિવાસીઓ માટેના ૪૬ હક્કો વિષે માહિતી તથા ભારતના બંધારણમાં અને સંવિધાનમાં કરાયેલી જોગવાઈ ઓ કે જે આદિવાસીઓના હકો અને તેમની સંસ્કૃતિની જાળવણી તથા સ્વતંત્રતાની જાળવણીની કલમો વિશે આદિવાસી લોકોમાં જાગૃતિ અને જાણકારી પ્રદાન કરવા માટે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર, આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી અને સમસ્ત આદિવાસી સમાજ બીલીમોરા દ્વારા કરવામાં આવ્યું. જેમાં પ્રખર વક્તાઓ વકીલ એવા પરેશભાઈ વાટવેચા, પી.એચ. ડી. રીસર્ચ સ્નાતક દિનેશભાઈ ચૌધરી, ડો. કનુભાઈ વસવા અને ડો. કુંદનભાઈ વસવા દ્વારા માહિતી પ્રદાન કવામાં આવી. આ માહિતી આદિવાસી સમાજના દરેક વ્યક્તિઓને ઉપયોગી થઇ રહે તે માટે તેને યુ ટ્યુબ પર એસ.એ.એસ. સુરત ચેનલ પર ગમે ત્યારે નિહાળી શકો છો.
જોહર. જય આદિવાસી. જય ભારત.
વિશ્વ આદિવાસી અધિકાર દિવસ વિડીઓ ભાગ ૧ : https://youtu.be/aFPySnPKOi8
વિશ્વ આદિવાસી અધિકાર દિવસ વિડીઓ ભાગ ૨ : https://youtu.be/Pk3ajaLXaZk
વિશ્વ આદિવાસી અધિકાર દિવસ વિડીઓ ભાગ ૩ : https://youtu.be/KZziNc68VA0