History


આદિવાસીઓ નો ઈતિહાસ

આદિવાસી એટલે કોણ ?

                   મિત્રો શું તમે જાણો છો ? આદિવાસી શબ્દનો અર્થ કે પછી તમે આદિવાસી છો, તો તમે આદિવાસી કયી રીતે એ ? આદિવાસી માટે દુનિયાભર માં, દરેક દેશ ની અલગ અલગ સરકારો તરફથી આદિવાસીઓ માટે અલગ અલગ વ્યાખ્યા આપી છે. પરંતુ બધી જગ્યા એ એક સામાન્ય અને બંધ બેસતી એક  વ્યાખ્યા એ છે કે ” આદિ અનાદી કાળથી કોઈ પણ એકજ ભૌગોલિક ક્ષેત્ર માં લાંબા સમયથી વસતા અને એ ક્ષેત્રનો  સૌથી જુનો ઈતિહાસ ધરાવતા મૂળ નિવાસીઓ એટલે આદિવાસી “. સરળ શબ્દોમાં કહીએ તો આદિકાળ થી વસતી પ્રજા કે લોકો એટલે આદિવાસી. અલગ અલગ દેશો માં આદિવાસી માટે અલગ અલગ શબ્દો અને પરિભાષા છે, જેમકે એબોરીજનલ, ઇન્ડીજીનસ, દેસજ, મુલનીવાસી, આદિજાતિ, જંગલી,ગીરીજન અને બર્બર વગેરે. એમાં દરેક શબ્દનો સામાજીક તથા રાજકીય સંદર્ભ છે.

                ઇતિહાસમાં આદિવાસીઓનો ઉલ્લેખ ઘણી જગ્યાઓ પર અને વારંવાર થતો આવ્યો છે. અને એ ઉલ્લેખો પરથી આપણે આદિવાસીઓની હાજરી કે ઉપસ્થિતિ કેટલી જૂની છે એનો અંદાજો લગાવી શકીએ છીએ. એમાં એક કિસ્સો મોહેન્જોદડો નો પણ છે કે સિંધુ અને હડપ્પા સંકૃતિ જયારે વિકસિત થઇ ત્યારે વિચરતી જાતિઓ તથા આક્રમણ કારીઓ દ્વારા હુમલો કરી ત્યાની મુળનીવાસી પ્રજાને ભગાળવામાં આવી જે ફરી સ્થળાંતર કરી ભારતના અલગ અલગ ભાગોમાં વસી. અહીં ઉલ્લેખનીય છે કે જયારે મનુષ્ય પોતાના એ ચરણ માં હોત કે જયારે એક સમાજની રચના, વિનિમયની પદ્ધતિ ની શરૂઆત, રેહણી  કરણી ની તથા એક વ્યાખ્યાયિત ભાષાની શરૂઆત થઇ, ત્યારથીજ આદિવાસીઓની હાજરી વર્તાય છે. 

             આમ જોઇએ તો આદિવાસી એ માણસ ના ઉદ્ભવ સાથે જોડતી કડી માં એક મોટોભાગ ભજવે છે. આજથી હજારો વર્ષ પહેલા જયારે કેહવાયું કે માણસની ઉત્પત્તિ એટલે કે ડાર્વિન (વૈજ્ઞાનિક ) ના ઉત્ક્રાંતિ વાદ ના નિયમ પ્રમાણે આશરે ૧,૬૦,૦૦૦ વર્ષ પેહલા વાનાર માંથી માણસ બનવાનો  છેલ્લા તબક્કો હતો અને માણસ અસ્તિત્વમાં આવ્યો. ત્યાર પછી માણસ પ્રાણી શ્રુંખલા ની ભોજન વ્યવસ્થા ના એ ચરણ પર હતો જ્યાં માણસ માંસાહાર પર જીવન ગુજારતો. સમય જતાં માણસે જીવન નિર્વાહ ના સાધનો વિકસાવ્યા તથા ખેતી કરતાં શીખ્યો અને આગળ જતાં અલગ અલગ ભૌગોલિક  પરિસ્થિતિ માં જીવતાં શીખ્યો. 

           આગળ જતાં માણસ ટોળા માં રહેવા લાગ્યો અને એક સમાજની રચના થઇ. નાના નાના કબીલાઓ વિકસ્યા, કબીલામાં રહેવા માટે પદ્ધતિઓ વિકસી,કબીલાઓની પોતાની સંચાર કરવા માટેની  બોલીઓ, ભોજન ની વિધિઓ, તથા સમય પસાર કરવા તથા એકતા બનાવી રાખવા સંકૃતિઓ બની, એમના ઇસ્ટ દેવો ની કલ્પના થઇ. શું…………? શુ કહ્યું.. ? ઇસ્ટ દેવો ની કલ્પના ? ઉભા રહો ઉભા રહો. જે સમયમાં જન્મ આપનારા દેવ નહિ માતાપિતા હતા, ભોજન પ્રદાન કરનારા પ્રાણીઓ અને પ્રકૃતિ હતા, રક્ષણ આપનારા પ્રાણીઓ અને મનુષ્યો પોતે હતા, જીવન છે એની સાક્ષરતા કરાવનાર સૂર્ય હતા અને દિવસો નો ગણતરી કે સમય માટે તારા અને ચંદ્ર હતા. માણસો  એ આ દરેક પદાર્થ કહો કે તત્વો ને દેવ તરીકે પુજવાનું શરુ કર્યું. માણસ કે જે પ્રકૃતિને દેવ તરીકે પુજતો થયો, માણસ કે જે પોતાનીજ ભૌગોલિક પરિસ્થિતિમાં ઉછરીને પોતાને બચાવતા અને જીવાડતાં શીખ્યો, એકબીજા સાથે મળીને એકતા રાખતા, ભાષા તથા બોલી વિક્સાવતા શીખ્યો, એ માણસ એટલે આજનો આદિવાસી. ઉત્ક્રાંતિના આ તબક્કામાં આદિવાસીઓ અસ્તિત્વ આવ્યા.

હવે તમને થશે કે જો બધાજ માણસો એકજ જગ્યાએથી છે તો પછી આદિવાસી અને અન્ય પ્રજાતી માં શું અંતર ?

              આદિવાસીઓ અને અન્ય પ્રજાતિઓમાં મૂળ અંતર એ છે કે, એક આદિવાસી જે પોતાની ભૌગોલિક પરીસ્થિતિ  ને જોડાઈ ને રહ્યો અને સ્થળાંતર કર્યા વગર પોતાની જાતિનો વિકાસ એજ જગ્યાએ કર્યો. બીજા આદિવાસીઓ જે ભૌગોલિક સ્થળાંતર કરતાં રહ્યાં, એક યા  બીજા કારણોસર જેથી કરીને એમની ઉત્પત્તિ, અસ્તિત્વ  કે મૂળ નિવાસના  કોઈજ  પુરાવા મળી  શકે તેમ નથી. આ આદિવાસીઓ અલગ અલગ કબીલાઓમાં સ્થાન લીધું અથવા અલગ વસાહતો કરી નવી સંસ્કૃતિઓ  વિકાસ કર્યો જેમાં અલગ અલગ સંસ્કૃતિઓ ઝળક જોવા મળી આવે છે. જેથી કરીને એમને આદિવાસીની  વ્યાખ્યામાં લઇ શકાય નહિ. 

હવે તમને થશે કે તો પછી આદિવાસી ની વ્યાખ્યા શું ?

આમ તો , ઉપર જણાવ્યા પ્રમાણે આદિવાસી એટલે ” આદિ અનાદી કાળથી વસી આવતા લોકો એટલે આદિવાસી”  પણ તમે કહેસો તો પછી આર્યો કે હિંદુ ધર્મના ઈતિહાસ છે, પુરાવા રૂપે છે અને આદિવાસીઓ માટે કોઈ ઈતિહાસ નઈ ? તો જવાબ છે, હા છે, આદિવાસીઓનો પણ ઈતિહાસ છે પરંતુ એ કોઈ ઇતિહાસના પાના પર નથી લખાયો. આદિવાસીઓ આદિકાળમાં કોઈ ઈતિહાસ અંકિત કરવામાં માનતા ન હતા, ઈતિહાસ સાચવવાની સમાજ એ સમયના આદિવાસીઓ પાસે હતી નહિ, તથા એ સમયે પોતાના સમાજની રક્ષા તથા સંસ્કૃતિ ને બચાવી રાખવાની મહત્વતા ઈતિહાસ કરતાં વધુ જરૂરી હતી. જેથી કરી આદિવાસીઓનો ઈતિહાસ મોટેભાગે એક દંત કથા રૂપે જુના લોકોના મોઢે, ચિત્રકળા, વાર્તાઓમાં અને સાંસ્કૃતિક ગીતોમાં સમાયેલો છે. જેમાં તમને આદિવાસીઓ ના સ્વભાવ, સામાજીક દ્રષ્ટિકોણ, ઇસ્ટ દેવોની પૂજા, સમાજની એકતા તથા કૌશલ્ય ની માહિતી મળી રહે છે. આદિવાસીઓ પોતાનો ઈતિહાસ વધુમાં વધુ પાંચ  પેઢીઓ સુધી યાદ રાખતા હતા અને આખી પ્રજાતિનો ઈતિહાસ લોકગીતો માં સમાતો હતો. હવે જયારે ઈતિહાસ મળ્યો તો એજ રીતે આદિવાસીનો પૂર્ણ વ્યાખ્યાનો પણ પરિચય એના પરથી તારવી શકાય.

આદિવાસીની વ્યાખ્યાયિત ઐતિહાસિક સમજણ.

ચાલો માની લઈએ કે, હિંદુ ધર્મ, મુસ્લિમ કે શીખ કોઈ પણ ધર્મ નો ઈતિહાસ એમના ઇસ્ટ દેવો સાથે અને રાજ્વંશ સાથે જોડાયેલો છે. જેના પુરાવા હાલ પણ મળી આવે છે. પરતું અહીં આદિવાસીનો ઈતિહાસ એના ચિત્રો, લોકગીતો તથા દંત કથામાં સમાયેલો છે. બીજા સમાજો એકજ ધર્મ અને સંસ્કૃતિથી જોડાવા  મજબુર હતા કેમ કે સ્થળાંતર માં એકલા પડી ગયેલ લોકો એ મિશ્ર ધર્મ સ્વીકારવો રહ્યો જેથી એમનો ઈતિહાસ એકસમાન વર્ણવાય છે. હવે અહીં આદિવાસીઓ એક જ ભૌગોલિક જગ્યાએ રહેવાને કારણે દરેક અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ વાળા દરેક આદિવાસીનો ઈતિહાસ જુદો છે. પરંતુ સાંસ્કૃતિક સમાનતા દરેક ની એક સરખી છે. આથી એમની ઐતિહાસિક  વ્યાખ્યામાં આદિવાસીઓ પ્રકૃતિ પૂજક હતા, શિકાર તથા ખેતી પર જીવન નિર્વાહ કરતાં હતા, સમાજમાં એકતા બની રહે એના માટે સંગીત, નૃત્ય અને અલગ અલગ રમતોનું આયોજન કરતાં. લગ્ન પ્રથા, દેવ પૂજા તથા મૃત્ય પછી ની ક્રિયાઓ જેવા રીવાજો પણ આદિવાસીઓ માં જોવા મળતા. દરેક આદિવાસી જાતિની પરંપરા તથા ઈતિહાસ અહીં એક પાના પર વર્ણવી શકાય એમ નથી. એના માટે વેબસાઈટ પર બીજુ અલગ પાનું આપેલ છે.

આદિવાસીઓની ઓળખ....

આદિવાસીઓની ઓળખ ઈતિહાસ માં રાજ્વંશ સમય માં ઘણા સંક્ષિપ્ત રૂપ માં જોવા મળે છે. જયારે બહારી આક્રમણકારીઓ તથા અલગ દેશો ના રાજાઓ અહીંની મૂળ પ્રજા ઉપર આક્રમણ કરી ભૌગોલિક સીમાઓ માં વધારો કરતાં ગયા, સમયાંતરે આદિવાસીઓ વસાહતો છોડીને જંગલો તરફ વળવા મજબુર થયા. ત્યારબાદ રાજવંશ કે જે આર્યો હતા, મુગલો ધ્વારા પરાજિત થયા અને ત્યારે હિન્દુસ્તાન ની સ્થાપના થઇ અને આખર માં અંગ્રેજો આવ્યા અને ભારત પર 200 વર્ષ રાજ કર્યું. અંગ્રેજો ના રાજ દરમિયાન આદિવાસીઓ ને પ્રથમ વારની થયેલી જનગણના માં ઓળખ મળી. આદિવાસીઓને ૧૮૭૧ ની જનગણના માં અન્યધર્મ તરીકે, ૧૮૮૧માં એબોરીજનલ, ૧૮૯૧માં ફોરેસ્ટ ટ્રાઈબલ, ૧૯૦૧માં એનીમીસ્ટ, ૧૯૧૧માં એનીમીસ્ટ, ૧૯૨૧માં પ્રીમીટીવ, ૧૯૩૧માં ટ્રાઈબલ રીલીજન, ૧૯૪૧માં ટ્રાઈબ  તરીકે ઓળખ મળી. ૧૯૫૧ ની જનગણના પછી આદિવાસીઓને અલગથી ગણતરીમાં લેવાનું બંધ થઇ ગયું.

સ્વતંત્ર ભારતમાં આદિવાસીઓની ઓળખ ...

ભારત સ્વતંત્ર થયા પછી આદિવાસીઓને ભારતના બંધારણીય આમુખ માં પણ સ્થાન આપવામાં આવેલ છે. આઝાદ ભારતમાં આદિવાસીઓને બે વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અનુસુચિત જન-જાતી અને અનુસૂચિત આદિમ જાતી. સંવિધાનમાં આદિવાસીઓ માટે ઉલ્લેખનીય વાતો એ છે કે  આદિવાસીઓ પોતાનો ધર્મ બીજાના ધર્મના વિરોધ વગર પાળે છે. આદિવાસીઓની પોતાની લગ્ન પ્રથાઓ છે, પોતાના તહેવારો છે તથા જીવન નિર્વાહની રીતો સાથે જીવન જીવે છે.

આદિવાસીઓની જન સંખ્યા

૧૯૫૧ની જનગણના માં આદિવાસીઓની સંખ્યા ૧,૯૧,૧૧,૪૯૮ હતી જે ૨૦૦૧ ની જનગણના વખતે વધીને ૮,૪૩,૨૬,૨૪૦ થઇ ગઈ હતી. જે દેશ ની જન સંખ્યાના ૮.૨ ટકા જેટલી થાય છે. હાલમાં ……….

ભારતમાં આદિવાસીઓના રહેઠાણ ક્ષેત્રો .

ભાષાકીય રીતે આદિવાસીઓ મુખ્યત્વે ઔસ્ત્રો-ઇન્ડિયન, દ્રવિડ, ટીબ્બતી અને ચીની ની મિશ્ર ભાષા બોલનારી જાતિઓમાં વિભાજીત કરી શકાય છે. 

પ્રજાતીય રીતે નીગ્રિટો, પ્રોટો-એસ્ત્રોલીડ અને મોગોલોઈડ માં વિભાજીત કરી શકાય છે.

ભારતમાં આદિવાસીઓ ચાર મુખ્ય ભૌગોલિક ભાગોમાં વિભાજીત થાય છે.

હિમાલય નાં ચરણમાં, ભ્રમ્પુત્ર નદીના તટ પાસે તથા યમુના નદી ના તટ પાસે મુખ્યત્વે જોવા મળતા આદિવાસીઓમાં ગુરંગ, લીબું, લેપચા, આકા, દાફલા, અબોર, મીરી, મિશમી, શિંગપી, મીકીર, રામ, કવારી, ગારો, ખાસી, નાગ, કુકી, લુશાઈ, ચકમા વગેરે હોય છે.  

અહી, ઉત્તરપ્રદેશ ના મિરઝાપુર ના  દક્ષીણ થી અને રાજમહલ પર્વતમાળાના પશ્ચિમ થી લઈને દક્ષીણ ની ગોદાવરી નદી સુધીમાં સંથાલ, મુંડા, મહાલી, ઉરાવ, ભોજ, હો, ભૂમિજ, ખડિયા, બીર્હોર, જુવંગ, ખોંડ , સવરા, ગોંડ, ભીલ, બૈગા, કોરકું, કમાર નો સમાવેશ થાય છે.

અહી, ભીલ, ધોડિયા, ચૌધરી, કુકણા, ગામીત, રાઠવા, વસાવા, પારઘી, હળપતિ, નાયકા,    મીણા, ઠાકુર, કટકરી, કોળી, કોળી મહાદેવ, ગોંડ, કોલામ, હલબા, પાવરા જોવા મળે છે. 

અહી, દક્ષિણી ભાગમાં ચેચું, કોન્ડા, રેડ્ડી, રાજ્ગોંડ, કોયા, કોલામ, કોટા, કુરુંબા, બડાગા, તોડા, કાડર, મલાયન, મુશુવન, ઉરાલી, કનીક્કર જોવા મળે છે. 

ભારતમાં કુલ આદિવાસી જાતિઓ અને વપરાતી આદિવાસી ભાષાઓ.

સમગ્ર ભારતમાં કુલ ૪૬૧ આદિવાસી જનજાતિઓ છે. જે દરેકે પોતાની સંસ્કૃતિ, બોલી અથવા ભાષા, રીત રીવાજો, કળા અને પહેરવેશ ધરાવે છે. ભારતની ૧૧૪ મુખ્ય ભાષાઓમાંથી ફક્ત ૨૨ ભાષાને જ ભારતના સંવિધાન ની ૮ મિ સૂચિમાં દાખલ કરવામાં આવી છે. જેમાં માત્ર સંતાલી અને બોડો જ આદિવાસી ભાષા છે. અનુસૂચિમાં નોધાયેલી સંતાલી (0.૬૨), સિંધી, નેપાળી, બોડો (0.૨૫), મિતાઈ (0.૧૫), ડોંગરી અને સંસ્કૃત ૧ ટકા થી પણ ઓછા લોકો બોલે છે. જયારે ભીલી (0.૬૭), ગોંડી (0.૨૫), ટુલું (0.૧૯) અને કુડુખ (0.૧૭) ટકા લોકો દ્વારા વ્યવહારમાં લેવાઈ છે.

ભાષાઓના પ્રકાર : 

  • એસ્ટ્રો – એશિઆટીક 
  • ચીની-ટીબ્બતી 
  • દ્રવિડ 
  • અન્દમાની 
  • ઇન્ડો -આર્યન  

આદિવાસીઓના દેવી દેવતાઓ

Event Calender

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Upcoming Event

Important Topic

  • Kantibhai Kharadi (10-danta)
  • Ashwin Kotwal (29-khedbhramma)
  • Dr. Anil Joshiyara (30-bhiloda)
  • Dr Kubersinh Dindor (123-santrampura)
  • Bupendra Sinh Khant (125-morva hadaf)
  • Rameshbhai Katara (126-fatehpura)
  • Bhavesh Katara (130-jhaaloda)
  • Shaileshbhai Bhahor (131-limkheda)
  • Vajesing Panada (132-dahod)
  • Chandrikaben Bariya (133-garbada)
  • Mohansinh Rathva (137-chhota udepur)
  • Sukhrambhai Rathva (138-pali jetpur)
  • Abheysinh Tadvi (139-sankheda)
  • Prem sinh vasava (148-nandod)
  • Maheshbhai Vasava (149-dediyapada)
  • Chhotubhai Vasava (152-jhagadiya)
  • Ganpatbhai Vasava (156-mangrol)
  • Anandabhai Chaudhari (157-Mandavi)
  • Mohanbhai Dhodiya (170-Mahuva)
  • Punabbhai Gamit (171-Vyara)
  • Sunilbhai Gamit (172-nizar)
  • Mangal Gavit (173-Dang)
  • Nareshbhai Patel (176-Gandevi)
  • Anantkumar Patel (177-Vansda)
  • Arvindbhai Patel (178-Dharampur)
  • Jitubhai Chaudhari (181-kaprada)
  • Ramanlal Patkar (182-umargaam)

ભણતર અને સંસ્કૃતિ માટે

  • કલમ ૧૫(૪)
  • કલમ ૨૯ 
  • કલમ ૪૬
  • કલમ ૩૫૦ (લીપી ,ભાષા )
  • કલમ ૩૫૦ ( બોલી )

સામાજીક સુરક્ષા

  • કલમ ૨૩ : બળજબરી થી કામ કે મજુરી
  • કલમ ૨૪ : બાળમજૂરી નિષેધ

સંપત્તિ સુરક્ષા

  • કલમ ૨૪૪ (૧) નો ૫ અને (૨) નો ૬ ભાગ 
  • કલમ ૨૭૫

રાજનૈતિક સુરક્ષા

  • કલમ ૧૬૪ (૧) બિહાર, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા માં આદિવાસી વિસ્તારમાં ફરજ બજવતા નેતાઓ માટે.
  • કલમ ૩૩૦ : લોકસભામાં આદિવાસી સીટોનું આરક્ષણ
  • કલમ ૩૩૭ : રાજ્યસભામાં આદિવાસી સીટોનું આરક્ષણ
  • કલમ ૩૩૪ : ૧૦ વર્ષીય આરક્ષણ સમય
  • કલમ ૨૪૩ : પંચાયત માં આદિવાસી સીટોનું આરક્ષણ
  • કલમ ૩૭૧ : સિક્કિમ અને NE રાજ્યો માટેની ખાસ જોગવાઈ

નોકરી અને  સેવાની સુરક્ષા

  • કલમ ૧૬(૪)
  • કલમ ૧૬ (૪અ)
  • કલમ ૧૬૪ (બ)
  • કલમ ૩૩૫
  • કલમ ૩૨૦(૪૦)

અન્ય જોગવાઈઓ

  • કલમ ૧૫ (૪)
  • કલમ ૧૯ (૫) : આદિવાસીઓની સંપત્તિ સુરક્ષા 
  • કલમ ૨૩
  • કલમ ૨૯
  • કલમ ૧૬૪

 

હકો વિશે સવિસ્તાર જાણો 

ગુજરાત

  • ભીલ
  • મીણા
  • ગોંડ

રાજસ્થાન

  • ભીલ
  • મીણા
  • ગોંડ

મહારાષ્ટ્ર

  • ભીલ
  • મીણા
  • ગોંડ

મધ્યપ્રદેશ

  • ભીલ
  • મીણા
  • ગોંડ
  • પરધાન
  • બૈગા
  • મારિયા
  • અબુઝ્માંડીયા
  • ધનવા 
  • પહાડી કોરવા
  • બીરહોર
  • હલબા

છત્તીસગઢ

  • પરધાન
  • બૈગા
  • મારિયા
  • અબુઝ્માંડીયા
  • ધનવા 
  • પહાડી કોરવા
  • બીરહોર
  • હલબા

આન્ધ્રપ્રદેશ

  • પરધાન
  • બૈગા
  • મારિયા
  • અબુઝ્માંડીયા
  • ધનવા 
  • પહાડી કોરવા
  • બીરહોર
  • હલબા

કેરળ

  • કોટા
  • બગદા
  • તોડા
  • કરુન્બા
  • કાદર
  • ચેંચું
  • પુલિયાન
  • નાયક
  • ચેટ્ટી

અંદામાન નિકોબાર

  • જાખાં
  • આંગે
  • સેન્તાલીસ
  • સમ્પિયન

જમ્મુ કાશ્મીર

  • લેપચા
  • ભોટિયા
  • થારું
  • બુકષા
  • જોન સારી
  • ખાંપટી
  • કાનોટ

ઉત્તરાખંડ

  • લેપચા
  • ભોટિયા
  • થારું
  • બુકષા
  • જોન સારી
  • ખાંપટી
  • કાનોટ

હિમાચલ પ્રદેશ

  • લેપચા
  • ભોટિયા
  • થારું
  • બુકષા
  • જોન સારી
  • ખાંપટી
  • કાનોટ

ઉત્તરપ્રદેશ

  • ભોટિયા
  • થારું
  • બુકષા
  • રાજી
  • જોન સારી
  • ગોંડ 
  • ધુરીયા
  • નાયક
  • ઓઝા
  • પઠારી
  • રાજ્ગોડ
  • ખારવાર
  • સહરિયા
  • બૈગ 
  • પાનીકા.
  • પહાડીયા
  • પંખા
  • અગરિયા
  • પતરી
  • ચેરો ભુઇયા

બિહાર

  • અશુર
  • અગરિયા
  • બૈગ 
  • બનજારા
  • બૈઠુંડી
  • બૈડીયા
  • ખારવાર

ઉડીશા

  • જુઅંગ
  • ખોડ
  • ભૂમિજ
  • ખરીયા

ઝારખંડ

  • ઉરાવ
  • સંથાલ 
  • મુંડા
  • બિરહોર

પશ્ચિમ બંગાળ 

  • ઉરાવ
  • સંથાલ
  • મુંડા
  • કોડા

 

 

  1. મેન્નસ ઓદેઅ
  2. શુશીલા સામદ
  3. જયપાલ સિંહ મુંડા
  4. રગુનાથ મુર્મૂ
  5. લકો બોદરા
  6. પ્રાયારા  કેરકેટ્ટા
  7. એલીસ એક્કા
  8. કાનુંરામ દેવગમ
  9. આયતા ઉરાંવ
  10. તેલસુમાં અઓ
  11. મમાંગ દઈ
  12. રામ દલાઈ મુંડા
  13. બળદેવ મુંડા
  14. રોજ કેરકટ્ટા
  15. દુલાય ચંદ્ર મુંડા
  16. પીટર પોઉલ એક્કા
  17. વાલ્તર ભેંગરા
  18. નારાયણ
  19. હરિરામ મીણા 
  20. મહાદેવ ટોપ્પો 
  21. વાહરું સોનવણે
  22. ગ્રેસ કૃજુર 
  23. ઉજ્જવલા જ્યોતિ તીગ્ગા 
  24. નિર્મલા પુતુલ
  25. કાજલ ડેમટા  
  26. સુનીલ કુમાર 
  27. કેદાર પ્રસાદ મીણા 
  28. જોરામ યાલામ નાબામ 
  29. વંદના ટેટે
  30. સુનીલ મિંજ 
  31. ગ્લેડ્સન ડુંગડુંગ
  32. અનુજ લુગુન
  33. રૂપલાલ બેદીયા 
  34. ગંગા સહાય મીણા 
  35. જ્યોતિ લાકડા 
  36. નીતીશા ખાલ્ખો 
  37. અનુંસુમન બડા 
  38. હીરા મીણા 
  39. અરુણકુમાર ઉરાંવ 
jimil____20200620_125418

આદિવાસીઓ પ્રકૃતિ પૂજકો છે. એમના ઇસ્ટ દેવ જંગલ, સૂર્ય, ચંદ્ર, નદીઓ, રક્ષણ અને પોષણ આપનારા પ્રાણીઓ તથા દરેક પ્રકૃતિની વસ્તુઓ જે એમના જીવન નિર્વાહ મા યોગદાન આપે છે. આદિવાસીઓએ જયારે બહારી આક્રમણકારીઓ ના ધર્મનો પણ સમય જતા સ્વીકાર કર્યો છે. જેમકે હિંદુ ધર્મ. આદિવાસીઓ બીજા ધર્મોનો બહિષ્કાર કે વિરોધ કર્યા વગર પોતાના ધર્મનું પાલન કરે છે.  આદિવાસીઓ તેમના રક્ષણ અને સહાય આપતા દરેક મહાન ક્રાંતિકારીઓ  અને યોદ્ધાઓ તથા સ્ત્રીઓ ને દેવી દેવતા તરીકે પૂજતા આવ્યા છે. જે તમને એમની સામાજીક પરંપરા માં અવારનવાર જોવા મળે છે. આજે પણ આદિવાસીઓ એમના મૂળ પ્રકૃતિક દેવી દેવતાઓની પૂજા તેમના વિવિધ પ્રસંગોમાં જોવા મળી રહે છે.

આદિવાસીઓ નો પહેરવેશ

જેમ આપણે, આદિવાસી ઇતિહાસમાં જાણ્યુ એ પ્રમાણે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં વિકસેલા આદિવાસી સમાજે પોતપોતાની સંસ્કૃતિ વિકસાવી. જે પ્રમાણે દરકે આદિવાસી જાતિની પોતાની રહેણી-કરણી અને પહેરવેશ અસ્તિત્વમાં આવ્યા. જેમાં મુખ્યત્વે માથે :  પુરુસોમાં અલગ અલગ પ્રકરાની ટોપી તથા મુકુટ ( ઝાડ-પાન અને વેલ થી બનાવેલ અથવા વેલ સાથે પક્ષીઓના પીછાં લગાવી બનાવેલ હોય છે.) અને સ્ત્રીઓ ફૂલ હારના ગજરા ( તથા વેલ અને ફૂલો કે પક્ષીઓના પીછાં નો ઉપયોગ કરી મુકુટ )  પહેરે છે.

ઘરેણા : પુરુષો ઘરેણા મોટેભાગે પહેરતા નથી. પરંતુ ક્યારેક ગળામાં પ્રાણીઓના દાંત, નખ કે બીજા કોઈ અંગો નાના દોરામાં પોરવી પેહરે છે. આદિવાસી સ્ત્રીઓ ઘરેણા તરીકે હાથો માં કડા, બંગળીઓ, હાંથીદાત ના પાટલા, નાકમાં અલગ અલગ ધાતુઓની નાથણીઓ, કાનમાં કુંડળ અને રીંગ પહેરે છે. પગમાં મુખ્યત્વે કડા હોય છે. 

કપડાં : પુરુષોના કપડાં સુતરાઉ કાપડ ના હોય છે, પહાડી વિસ્તારના આદિવાસીઓ અને ઠંડીવાળા વિસ્તારમાં ઉન ના કપડાં હોય છે. જેમાં ઉપર બંડી કે ખાલી શાલ હોય, નીચે ધોતી, લુંગી કે સાદા પેન્ટ (જે સમય સાથે અસ્તિત્વમાં આવ્યા ) હોય છે. સ્ત્રીઓ સામાન્ય રીતે બ્લાઉઝ અને સાડી માં હોય છે.

પગરખાં : આદિવાસીઓ પગરખાં માં બૂટ, ચંપલ પહેરે છે. સામાન્ય રીતે પગમાં પગરખાં હોતા જ નથી. 

આદિવાસીઓ ભારતમાં પછાત જાતિઓ (વિકાસ ની રીતે ) ગણવામાં આવે છે. જેથી કરી એમના વસ્ત્રો અને આભૂષણો સાદગીભર્યા હોય છે. પરંતુ આ વિકાસ ની હોડ માં પ્રકૃતિ સાથે જોડાઈ ને રહી પ્રકૃતિ ને સૌથી વધારે સંરક્ષિત કરતી પ્રજા આદિવાસી જ છે.

આદિવાસી લગ્ન પ્રથાઓ

આદિવાસીઓ ની લગ્ન પ્રથા પ્રાદેશિકતા, કુળ, જ્ઞાતિ અને અલગ અલગ જાતિઓ પ્રમાણે અલગ અલગ હોય છે. આદિવાસીઓની લગ્ન પ્રથામાં સમય જતા બહારી સંસ્કૃતિઓ સાથે ભળતા થોડો ફેરફાર આવી ગયો. પરંતુ આદિવાસીઓ માં લગ્ન વિધિ ઘણી જુજ પ્રમાણ માં છે.  લગ્નની રીતો માં :

૧. વર – કન્યાની શોધ :  વર અને કન્યા ની શોધ માટે ઘણી જાતીયોમાં હિતેચ્છુ આગેવાનો (વહતાળીયા ) કરે છે, જે વર પક્ષ અને કન્યા પક્ષની વચ્ચે પુલ નું કામ કરે છે. ભોટિયા જાતિમાં રાત્રી ઉત્સવનું આયોજન કરી વર અને કન્યા ને મળાવવામાં આવે છે. અન્ય જાતિઓ  માં મેળાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં વર અને કન્યા પોતાની  પસંગી ઉતારે છે. 

૨. લગ્નની મુદ્દત : વર પક્ષ અને કન્યા પક્ષ લગ્નની મુદત મળીને લગ્ન ની મુદત નક્કી કરે છે. જેમાં ઘણી જાતિઓમાં જેટલા દિવસો બાકી હોય એટલા દિવસ ના કંકુના ચાંદલા કાગળ પર કરી છોકરીના ઘરે લગાડવામાં આવે છે.

3. પીઠી ચડાવવી : મંડપ ના દિવસે છોકરાના ઘરે અને છોકરીના ઘરે બેય જગ્યાએ પીઠી એટલે કે હળદળ લગાવવાની રીત હોય છે. જેમાં બન્ને ના મામા પક્ષ તરફથી પીઠી લાવવામાં આવે છે.

૪. મંડપ બાંધવો : આદિવાસીઓ ઘરે લગ્નનો મંડપ જાતે બાંધે છે. જેમાં ગામના લોકો મદદ કરે છે. મંડપ વાંશ ના ઝાs અથવા બીજા કોઈ પણ ઝાડ ના લાકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મંડપની છત બનાવવા ઘાંસ અથવા ડાંગર નાં પૂળાનો ઉપયોગ થાય છે. મંડપમાં વચ્ચો- વચ “મહુડા” ની મોટી ડાળ કે છોડ રોપવામાં આવે છે. જેની પાસે નાની ઓટલી બનાવી એની પૂજા અર્ચના કરવામાં આવે છે. લગ્નની બધી રીતો  અહીંજ થાય છે. 

૫. લગ્ન માં ખર્ચ : આદિવાસીઓમાં લગ્ન ખર્ચાળ નથી હોતા. અહીં જમવામાં કઈક નવું હોય જરૂરી નથી. કટુંબ ની યથા શક્તિ પ્રમાણે જમણવાર હોય છે. અહીં પહેરવેશ પણ મેહમાનો નો ખાસ હોતો નથી.  અહીં દહેજ જે હાલ નિયમો પ્રમાણે બંધ થઇ છે. કઈ ખાસ હોતું નથી.

૬ આણું : આદિવાસીઓ માં લગ્ન છોકરાના ઘરે થાય છે. છોકરીવાળા છોકરાના ઘરે પરણવા આવે છે અને લગ્ન પૂર્ણ થયા બાદ છોકરીને સાથે ઘરે લઈ જવાય છે. ત્યારબાદ છોકરા પક્ષ વધુને લેવા આવે છે જેને આણું કેહવાય છે. દરેક જ્ઞાતિ માં અલગ અલગ રીતો છે.

૭. વાજિંત્ર : આદિવાસીઓ માં પ્રાદેશિકતા પ્રમાણે વાજિંત્રો માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. જેમાં તુર, થાળ, નગાડા, ઢોલ વગેરે જોવા મળે છે. 

૮. છુટા છેડા : આદિવાસીઓ માં છુટા છેડા નો રીવાજ અલગ અલગ જ્ઞાતિઓ પ્રમાણે હોય છે. જેમાં વર વધુને એક બીજા જોડે મનમેળ ના હોય કે પસંદ ના કરતાં હોય તો અલગ થઇ શકે છે. પરંતુ દરેક જ્ઞાતિ માં આવું હોવું જરુર્રી નથી.

૯. પુનર લગ્ન  : વિધવા કે વિધુર ના લગ્નો પણ શક્યતા અને અશક્યતા જેતે જ્ઞાતિ પ્રમાણે હોય છે.

આદિવાસી તહેવારો

આદિવાસીઓમાં ભાત ભાત ના અને વિભિન્ન તહેવારો જોવા મળે છે, જેમાં આદિવાસીઓની માન્યતા, તેમના વિચારો, તેમની પસંદગી નાપસંદગી વિશે જાણી શકાય છે. કેઈલ પોલડું તહેવાર, કોડવા આદિવાસીઓ દ્વારા, કર્નાટક ના કુર્ગ માં માનવાવવામાં આવે છે. જેમાં તેહવાર ના દિવસે આદિવાસીઓ પોતાના શિકારના સાધનો ને સાફ કરે છે, શણગારે છે અને તેની પૂજા કરે છે. શિકાર પ્રથા બંદ થતા પેહલા શિકાર કરવાનો અને મોજમસ્તી કરવાની રસમ હતી. પરંતુ હવે આ તહેવાર માં તીરંદાજી, શૂટિંગ સ્પર્ધાઓ થઇ છે, તથા ખણી – પીણી ની ઉજાણીઓ પણ જોવા મળે છે. એજ રીતે ઝારખંડ ના આદિવાસીઓ દ્વારા સરહું તહેવાર ઉજવાય છે. જેમાં સાલ વૃક્ષની પૂજા થાય છે. જે પરથી આદિવાસીઓ પ્રકૃતિ પૂજકો છે તેની જાણકારી મળે છે.

મણીપુર ના નાગા આદિવાસીઓ દ્વારા, થીસમ ઉત્સવ જાન્યુઆરી મહિનામાં ૧૨ દિવસ માટે મનાવવામાં આવે છે. આ આદિવાસીઓ પ્રમાણે કોઈ પણ મૃત વ્યક્તિનો આત્મા આ પૃથ્વી ને છોડીને ત્યાં સુધી નથી જતો જ્યાં સુધી તેમને અંતિમ વિદાય આપવામાં ના આવે. આ તહેવાર માં તેમને ૧૨ દિવસ સુધી ભોજન મુકવામાં આવે છે અને માનવા માં આવે છે કે ૧૨ દિવસ સુધી એમના પૂર્વજો એમની સાથે જમન કરે છે.

ભારમ્દેવ મહોત્સવ, રાજા રામચન્દ્ર ની યાદમાં, રાયપુર છત્તીસગઢ માં નાગ આદિવાસીઓ દ્વારા ઉજવાઈ છે.

આદિવાસીઓ તહેવારોમાં ભાત ભાતના પકવાનો બનાવે છે, નૃત્યો કરે છે. આદિવાસીઓનું નૃત્ય એકતા, સંગઠન, ઉત્સાહ અને સંબંધોની મજબુતી દર્શાવે છે. જેમાં દરેક આદિવાસી એકજ હરોળમાં રહી એકબીજાના હાથ પકડી, કમર પકડીને કે હાથ માં રૂમાલ રાખી લય બદ્ધ અને તાલ માં મગ્ન થઇ નૃત્ય કરે છે.

જન્મ

જયારે કોઈ સ્ત્રી ગર્ભવતી થાય તે પળ એના જીવનની તથા સંપૂર્ણ પરિવાર માટે ખુબ મહત્વની પળો ગણવામાં આવે છે. આદિવાસીઓમાં સ્ત્રીઓ ગર્ભ ધારણ કરે ત્યાંથી તેના છેલ્લા તબક્કા સુધી કાર્યો કરે છે. જેવા કે, ઘાસનો ભરો લાવવો, લાકડાનો ભારો લાવવો, ડાંગર ખેડવાં જવું એવા ભારે કામો કરે છે. આદિવાસીઓમાં ભારે કામ કરવાથી શરીર કસાય અને પ્રસૃતિ સરળતાથી થાય એવું માનવામાં આવે છે. આદિવાસીઓ માં જન્મ દાયણ કરાવવા આવે છે. દાયણ એટલે ગામ માં રહેલ એવી સ્ત્રી જેને જન્મની બધી પ્રક્રિયાનું જ્ઞાન હોય છે. તેને સ્ત્રીના શારીરિક બદલાવ અને દેખાવ પરથી જ કહી શકે છે કે બાળક સીધું છે કે ઉલટું છે, કેટલા દિવસ માં બાળક અવતરશે વગેરે. પ્રસૃતિ વખતે ખુબ પીડા થતી હોય તો ઔષધી પીવડાવી પીડા ઓછી કરતાં પણ દાયણની આવડત હોય છે.

જન્મ થયા પછી પાંચમે દિવસે પન્ચુરો પૂજાય છે. જેમાં દાયણ પ્રસૃતિ ની જગ્યા દારૂ અથવા તાડી થી સાફ કરે છે. ત્યારબાદ દાયણ ને પૈસા આપી તથા જમાડીને રજા આપવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે દરેક આદિવાસી સમાજ માં આ પ્રથા થોડો ઘણી ફેરફાર સાથે કરવામાં આવે છે.

આદિવાસીઓમાં મૃત્યુની ક્રિયાઓ

આદિવાસીઓ માં મૃત્યુ પછી અલગ અલગ પરંપરા ઓ પળાય છે, જેમાં બારમું પુરુષો માટે, તેરમું સ્ત્રીઓ માટે, બાર થી તેર દિવસ શોક પળાય છે. અને એટલા દિવસોમાં અલગ અલગ વિધિઓ કરી મૃત્યુ થયેલ વ્યક્તિની આત્માની શાંતિ માટે હવન અને પ્રાર્થના કરવામાં આવે છે.