નમસ્કાર ખેડૂત મિત્રો,
જોહાર.
આપણો આદિવાસી સમાજ અનાદિકાળથી ખેતી સાથે સંકળાયેલો સમાજ છે,આધુનિક જમાનામાં આપણો સમાજ નોકરી-ધંધા પર ઉતરી આવ્યો છે,તેમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં કઠોળ,ધાન્ય,શાકભાજી તથા ઘણાબધા રોકડિયા પાકોનું વાવેતર કરતાં હોય છે માટે પાક ઉત્પાદનમાં અગત્યના પરિબળો પૈકી સંકલિત રોગજીવત,સંકલિત પોષણ વયવસ્થા,ખાતર-દવા,વાતાવરણ,નવી ટેક્નોલૉજી,અધૂનીક ખેતપધ્ધતિ,જરૂરિયાત સૂક્ષ્મતત્વો,તથા સરકારી તથા પ્રાઈવેટ સહાય,સબસિડીથી આપણાં સમાજના મોટેભાગના ખેડૂતો ઘણીવાર વંચિત રહેતા હોય છે,માટે આ વેબસાઇટના મધ્યમ થી દરેક આદિવાસી ખેડૂતને જરૂરી માહિતી મળી રહે એ માટે જરૂરી પ્રયત્નો કર્યા છે.
આજરોજ આ બ્લોગમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ખેતીવાડી/પશુપાલન/બાગાયતી/મત્સ્ય પાલન/જમીન અને જળ સંરક્ષણની યોજનાઓ તથા સબસિડીની ઓનલાઈન અરજી જાતે કઈ રીતે આપી શકાય એની ટૂક માં માહિતી આપી છે.
આપણાં દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા ચાલતી વેબસાઇટ I-khedut પર આદિવાસી ખેડૂતો માટે સાધનો + ગ્રીનહાઉસ + પોલ્ટ્રીફાર્મ + ખેતઓજારો પર સહાય + સબસિડી મળે છે આ માટે અરજી આપવું હોય તો તમારા ગામની ગ્રામપંચાયતમાથી ફ્રી માં અરજી આપી શકો છો .(તમારા ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવોએ તમારી સેવા માટે જ ફરજ પર હોય છે માટે ગ્રામસેવક સાહેબને દર મહિને સંપર્ક કરી ખેતી વિશે માહિતી લેવાનો આગ્રહ રાખો.)
2020-21 ની સહાય માટે જરૂરી સ્ટેપ
સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ ની વેબસાઇટની મુલાકાત લો
ત્યાર બાદ સીધા ઘટક પર ક્લિક કરો.
પૂરી માહિતી વાચી આગળના સ્ટેપ ફોલો કરો.
૧. “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
૨. અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો.
૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.
૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.
૫. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાત(૭)માં રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ
વર્ષ 2020-21 ની યોજના |
કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો
સીમાન્તખેડુતો/ખેતમજુરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના -રાજ્યના ફક્ત સીમાન્ત ખેડુતો અને ખેત મજુરોને કુલ ખર્ચના ૯૦% અથવા રૂ.૧૦,૦૦૦/- (દશ હજાર) બે માંથી જે ઓછુ હોય તે.સહાય મળવાપાત્ર રહેશે. અરજીમાં પસંદ કરેલ સાધનો અને તેની સંખ્યા અનુસાર ખરીદી કરવાની રહેશે (સાધનો: સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે, ઓટોમેટીક ઓરણી (એક હાર), વ્હીલ-બરો, ફ્રુટ કેચર (વેડો), ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વિડર, પેડી પેડલ થ્રેસર, કોઇતા, સુગરકેન બડ કટર, પ્રુનીંગ શો, અનવીલટ્રી બ્રાન્ચ લુપર, એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલહો (ડબલ વ્હીલ)-કીટસ સાથે, મેન્યુઅલ પેડી સીડર).
NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિ ખેડૂતોને સહાય) -શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે, (૨) ઉપર મુજબનાં “શેરડી પાકનાં વાવેતર માટે સહાય” ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે; (નોંધ:- રાજ્યનાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ જિલ્લાઓનાં અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અમલી)
નાની નર્સરી (૧ હે.) યુનિટ કોસ્ટ- મહત્તમ ` ૧૫.૦૦ લાખ /હે. • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦% વધુમાં વધુ ` ૧૫.૦0 લાખ પ્રતિ હે., • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૫૦ %, ` ૭.૫૦ લાખ પ્રતિ હે. ની મર્યાદામાં • ઓછામાં ઓછા ૨૫૦૦૦ રોપા / હેક્ટર તૈયાર કરવાના રહેશે
ફળ પાકોના વાવેતર–
બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો-
બાગાયતી યાંત્રિકરણ-
બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે
મસાલા પાકોના વાવેતર માટે
શાકભાજી પાકોમાં વાવેતર માટે
ઉપર આપેલ દરેક સહાયની વિસ્તાર માં માહિતી ઉપર આપેલ વેબસાઇટ પર આપેલ છે.
ખેડૂત મિત્રો વર્ષ 2020 ની શરૂઆત થી આખી દુનિયામાં ફેલાયેલ કોરોનાની મહામારીને લીધે અનેક લોકોને નુકસાન થયેલ છે ખાસ કરીને હોટેલો ,મેળા,ખાણીપીણી ની દુકાનોના લીધે ખેડૂતને ઘણું જ નુકસાન થયું છે તેમ છ્તા સરકારે આંશિક છૂટછાટ ખેડૂતભાઈ આપી છે તો કૃષિવ્યવસાયમાં વ્યાપક નુકસાન થતું બચ્યું છે તેમ છ્તા કોરોનાની અસરથી કૃષિ ઉધોગ પર ફળ અને શાકભાજી,ડેરી,મરઘાંપાલન,પ્રોસેસ્ડ કંપની,મત્સપાલન,ફૂલપક સહાયક યોજના અને ખાધ્ય વસ્તુ પર અનેક નુકસાન જોવા મળ્યું છે તેથી આજે ફરી વાર આખા વિશ્વએ આદિવાસીની રીતરિવાજોથી પ્રાકૃતિક જીવન જીવવાનું શરૂ કરવું પડશે.
મારા તરફથી દરેક ભાઈ-બહેનોને વિનંતી છે કે આ મહામારીમાં ફિજીકલ ડિસ્ટન્સ (શારીરિક અંતર)જાળવવું તથા કામ વગર બહાર નિકળવું નહીં,વારવાર હાથ ધોવા તથા માસ્ક આવશ્ય પહેરવું તથા પોતાની કાળજી પોતે લેવી.
આ સાથે આપ સૌને જોહાર,જય આદિવાસી,જય જવાન,જય કિસાન,જય વિજ્ઞાન.
લી.
રાહુલ ધોડિયા
ગામ-સિંગાડવલ્લી તા-વાંસદા જી-નવસારી
૯૬૩૮૮૬૨૧૦૬
rtpatel@nau.in