આદિવાસી ધોડિયા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત

તુર હરીફાઈ

વાઘ, નૃત્‍ય અને ગીતોએ આદિવાસી સમાજની જીવનપ્રણાલી સાથે ગુંથાયેલ છે. તે જ પ્રમાણે ધોડીઆ આદિવાસીઓની ઓળખ એટલે તુર-થાળી અને લ્‍હેરીયાં. તુર એ એક ચર્મવાધ છે. એક તરફથી નાનું અને બીજી તરફથી મોટું મુખ ધરાવનાર લાકડું અથવા માટી દ્વારા નિર્મીત નળાકાર ઉપર ચામડું ચઢાવી તુર બનાવવામાં આવે છે. ચામડાના મધ્‍યભાગે ભાતની પરાળ સળગાવી એની રાખ અને રાંધેલા ચોખાના મિશ્રણ દ્વારા તૈયાર થયેલ ‘ભેંણ‘ લગાવવામાં આવેલ હોય છે. સાથે હોય છે. કાંસાની થાળી. આ વાઘ વગાડનાર એક તુર અને બીજો થાળી વગાડીને જુદ જુદા ચાળા વગાડે છે. શુભ કે અશુભ કોઈપણ પ્રસંગે ધોડીઆ આદિવાસીઓમાં તુર – થાળી હોય જ. ફરક માત્ર એટલો કે શુભ પ્રસંગોએ તુર-થાળીના તાલે.

સમુહ નૃત્‍ય પણ હોય અને નાચવા સાથે જ ગવાતાં હોય મીઠાં મધુરાં તેમજ ટીખળભાવ અને જીવનભાવ દર્શાવતા ‘લ્‍હેરીયાં‘-

વાંકી ખજુરીયા યી તાડી મ્‍હાણાં છેલીયા,વાંકી ખજુરીયા પી તાડી હે લોલ………..

પીધેલો એલફેલ બોલે મ્હાણા છેલીયા,પીધેલો એલફેલ બોલે હે લોલ…………..

તુંએ પીધી ને માં ચડની મ્હાણા છેલાયા,તુંએ પીધી ને માં ચડની હે લોલ………..

પીધેલો એલફેલ બોલે મ્હાણા છેલીયા,પીધેલો એલફેલ બોલે હે લોલ…………..

– આંબાવાડી માં રત રહનલી…. ઓ મ્હાણા છેલીયા,

આંબાવાડી માં રાત રહનલી હે લોલ.હાંખ્‍યાં પડનાં ને પોહી ઉઠની….

ઓ મ્‍હાણાં છેલીયા,આંબાવાડી માં રાત રહનલી હે લોલ.-

ઝીણી ઝીણી જુવારમાં છાંટી પડી મારા બાલમજી રે… (ર)

છાંટી પડે તો ભલે પડે મારા બાલમજી રે……..

ઝીણી ઝીણી જુવારમાં છાંટી પડી મારા બાલમજી રે… (ર)

આવાં સુંદર મઝાનાં લ્‍હેરીયાં ના મધુર સુર સાથે નૃત્‍યની રમઝટ જામતી હોય. વાધકો અને નૃત્‍યકારો વચ્‍ચે રીતસરની હરીફાઈ થતી હોય અને જુદા જુદા જેવા કે ‘પટેલાએ આંગણે વાંકો તાડ,‘મોઘલી ગુભો, ‘ત્રણ પગલી,‘બે પગલી,‘દુલ્‍ભો બ્હેરો,‘નાહ્તો ચાળો,‘કુંદાણીયો ચાળ,‘અર્ધો હંહલો,‘ધનજી ખંધાડ,‘ઝુલાણીયો ચાળો‘ અને ‘ઉટ્ટ બેટા ઘેર ચાલ જેવા ત્રીસથી વધુ પ્રકારના ચાળા વાગતા હોય.

ગુજરાત રાજયની આદિવાસી જાતિઓમાં ધોડિયા જાતિ પોતાનું એક આગવું સ્‍થાન પોતિકી ધોડીઆ ભાષા તેમજ રિત-રિવાજો સાથે ધરાવે છે. ધોડીઆ જાતિના લોકો ખાસ કરીને ગુજરાતમાં તાપી નદીથી દક્ષિણે તેમજ મહારાષ્‍ટ્રમાં દક્ષિણ ગુજરાતને અડીને આવેલ મુંબઈ સુધીના પ્રદેશમાં વસવાટ કરે છે.

ધોડીઆ જ્ઞાતિ અંગે જુદી જુદી દંતકથાઓ છે.દંતકથા અનુસાર ધોળકા-ધંધુકા તરફથી આક્રમણખોરોથી બચવા દક્ષિણ ગુજરાતમાં આવીને વસી ગયેલા લોકો ધોળકા -ધંધુકા ઉપરથી અપભ્રંશ થતાં ધોડીઆ તરીકે ઓળખાયા.જયારે અન્‍ય એક દંતકથા પ્રમાણે યાદવાસ્‍થળી પછી બચી ગયેલા યાદવોએ ઢોર ઢાંખર લઈને સ્‍થળાંતરીત થઈ દક્ષિણ ગુજરાતની તાન અને માન નદીઓ વચ્‍ચેના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. તેઓ ઢોર ઢાંખરના વ્‍યવસયી હોવાથી ઢોર ઉપરથી અપભ્રંશ થતાં ઢોરીયા અને પાછળથી ધોડીઆ તરીકે ઓળખાયા.પરંતુ જેને ભાષા, રિત-રિવાજો તેમજ પહેરવેશનું સમર્થન મળે છે એવી વધુ પ્રચલીત દંતકથા મુજબ મહારાષ્‍ટ્રના ધુળિયા તરફથી ધના અને રૂપા નામના બે આગેવાનો સાથે છપ્‍પન પરિવારોએ ગુજરાત અર્થે હીજરત કરી દક્ષિણ ગુજરાતના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. ધુળીયા તરફથી આવેલ હોવાથી ધોડીઆ તરીકે ઓળખાયા. આ છપ્‍પન પરિવારો પ્રમાણે છપ્‍પન કુળ અસ્‍તિત્‍વામાં હતા, આ છપ્‍પન કુળ ઉપરાંત સમયાંતરે જેમનું જેવું કામ -વ્‍યવસાય કે જે તે અન્‍ય સમાજ સાથેનો નાતો તે પ્રમાણે જુદા જુદા કુળ અસ્‍તિત્‍વમાં આવ્‍યા હોવાનું મનાય છે. જે કુળ આજે છપ્‍પનથી વધીને સવા બસ્‍સોથી વધુ છે,

જેવા કે કુંભારીયા, કચલીયા, કણબી, ખારવા, દેસાઈ, ગરાસીયા, નિતાતળીયા, વણજારીઆ, દળવી, છાહઢોળીયા, જોષી, મહેતા, બ્રાહ્મણ, ભટ્ટ, નાના રજપૂત, પ્રધાન, પાંચબડીયા, બંદુકમોડયા, વાણીયા, હાથીબળીયા, વાંસફોડા, વાડવા, કોલા, ઉંચાધાડીઆ, વૈરાગી, બાહુર ગરાસીઆ, ચટની ચોભડયા વગેરે.કુળ સામાજીક બંધારણના એક એકમ તરીકે પણ કામ કરે છે. ધોડીઆ જ્ઞાતિની કુટુંબપ્રથાની મોટેભાગે સંયુકત હોય છે. કુંટુંબનું સંચાલન કુંટુંબના વડીલના હાથમાં હોય. કુંટુંબના વ્‍યવહાર પછી જે તે ફળીયામાં જેટલાં ઘરો હોય એનું એક સામાજીક સંગઠન હોય છે. ઉપસ્‍થિત થતા પ્રશ્નોમાં આ એકમો ન્‍યાયપંચ તરીકે પણ કામ કરે છે, ફળિયાના બંધારણનો ભંગ થાય તો તેનો ઉકેલ ફળિયાના સંગઠનમાં અને કુળના નિયમોનું ઉલ્‍લંઘન થયું હોય ત્‍યારે કુળના નિમયમોનું ઉલ્‍લંઘન થયું હોય ત્‍યારે કુળના આગેવાનો અને સભ્‍યો ભેગા મળી વ્‍યવહારીક ન્‍યાય તોળે છે. કુળના એકબીજાને ‘સગા‘ કહે છે અન્‍ય સંબંધીઓને ‘પોતિકા‘ કહે છે. એક જ કુળના વર-કન્‍યાના લગ્‍ન ઉપર પાબંદી છે. ‘ઘરડાં વિના ગાડાં ન ચાલે‘ની ઉકિતને અનુસરતાં ધોડીઆ જ્ઞાતીમાં વડીલોને સૌ અનુસરે છે, અને વડીલોના કાર્યભારમાં અનુભવની છાંટ હોય છે. ધોડીઆ સમાજમાં કુટુંબ વ્‍યવસ્‍થા ભલે પુરૂષપ્રધાન હોય પણ દીકરા-દીકરીનો ભેદ જોવા મળતો નથી., પારણે દીકરો જ ઝુલવો જોઈએ એવી મહેચ્‍છા રાખવામાં આવતી નથી. સમાજમાં બહેનોની ઈચ્‍છા

written & Published By : Dhodiya Adivasi Facebook Group

હોળી પાંચમ ને શુક્રવાર, તા : ૦૨-૦૪-૨૦૧ ના દિને રાત્રે ૮:૦૦ કલાકે મુ. વાંકલ (ક્રિકેટ ગ્રાઉન્ડ ) CNG પંપ સામે, તા. જીજિ. વલસાડ.

ધોડિયા તુર હરીફાઈ ની એક ઝલક