સમસ્ત આદિવાસી સમાજ : નીરવ ગરાસીયા,
તા: ૨૫ / ૦૨ / ૨૦૨૧
સ્થળ : શુકલેશ્વર તીર્થ, અનાવલ
જ્ઞાતિ : ધોડિયા
કુળ : બ્રાહ્મણ કાચ ગરાસીયા.
મિત્રો, આમ તો આદિવાસી સમાજ એક પ્રકૃતિ પૂજક સમાજ ગણાય છે. એવો સમાજ જે એવું મને છે કે, કુદરત થી સર્વોપરી કોઈ નથી, દરેક મનુષ્ય કુદરતના ખોળે જન્મે છે. પંચભૂત એટલે કે જળ,જંગલ,જમીન,અગ્નિ અને વાયુ માંથી બને છે અને જયારે અંત સમય આવે ત્યારે એ ફરીથી પંચભૂતો માં વિલીન થઇ જાય છે. કેહવાય છે અને જાણવા જેવી બાબત એ છે કે આદિવાસી પ્રજાતિ પોતાના રહેઠાણ છોડીને બીજે ક્યાય વસવાટ કરવા માટે ના ગઈ એટલે કે જયારે દુનિયાની તમામ પ્રજાતિ જયારે પોતાના લોકોની અનુકુળતા અને ભારણ પોષણ માટે એક ભૌગોલીક જગ્યા છોડી બીજી ભૌગોલિક જગ્યા તરફ પ્રયાણ કરી વસી. આ દરમિયાન તેઓ ઘણી બીજી પ્રજાતિઓ નો સામનો કર્યો, યુદ્ધ તથા સમાધાનો, આવડતો અને બુદ્ધી તથા કાર્યકુશળતાની આપ લે કરી તથા પોતાના લોકોને એક સામાજિક રહેણી કહેણી શીખવી.
પરંતુ આદિવાસી સમાજ પાસે તેના રીત રિવાજોમાં કોઈ મુખ્ય ફેરફારો ના કર્યા. અને જયારે આ વિચરતી પ્રજા જયારે આદિવાસીઓના સંપર્કમાં આવી તો તેમને પોતાની સાથે લાવેલા જ્ઞાન સાથે તેમના ધર્મ અને ધર્મ ગ્રંથનું સેવન કરાવી લોકોને નવી જીવન નિર્વાહની રીતો સમજાવી. સાથે સાથે ધર્મ અને અધર્મની વ્યાખ્યા પણ આપી.
મિત્રો અહીં આપણે એ સમજવું ખુબજ મહત્વનું છે કે કોઈ ધર્મ કે કોઈ રીવાજ ખોટો નથી. એની અંદર રહેલી ભાવના જોવી ખુબજ જરૂરી છે. આજે આપણે જોઈએ છે કે આદિવાસી સમાજ અલગ અલગ ધર્મનો અંગીકાર સ્વેછીક પણે કરતો આવ્યો છે. એવાજ એક ધર્મ “હિન્દુ” માં રહેલ શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવતી શ્રાદ્ધ વિધિ, કે જેમાં આપણા ઘરમાં ગુજરી ગયેલ વડીલોની આત્મ ની શાંતિ માટે કરવામાં આવતી વિધીનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.
મિત્રો, પરજણ એટલે ભૂતકાળમાં મૃત્યુ પામેલા માતા,પિતા,ભાઈ,બહેન,દાદા,દાદી,નાના,નાની,કાકા,કાકી,ફોઈ,ફૂવા વગેરે જેવા આપણા પરિવારના સભ્યો કે જેની કોઈ શ્રાધ ની વિધિમાં કચાસ રહી ગઈ હોય અથવા તો વિધીજ ના થઇ હોય, તેમજ કોઈ અકસ્માત,ભૂકંપ,વાવાઝોડું કે પછી પૂરમાં તણાઈ ગયેલા સહપરિવાર કુટુંબ અથવા કોઈ અનાથ ની મૃત્યુ થઇ હોય તો તેવા સંજોગોમાં તેમની આત્માને મોક્ષ મળે શાંતિ મળે તે માટે સમસ્ત સમાજના એક જ્ઞાતિના એક કુળના વડીલો અને યુવાનો દ્વારા ભેગા થઇ અમુક ચોક્કસ રકમનો ફાળો ઉઘરાવી શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરવામાં આવે છે.
નોંધનીય બાબત : તમારા કુળ અને કુટુંબની પરજણ વિધિ ની જાણકારી તમારા કુળ પ્રમુખ પાસે મળશે. સ્થળ, સમય અને મિટિંગ ની વિગતો મેળવી લેવી જરૂરી છે.
આ પરજણ વિધિ કોઈ અમુક ચોક્કસ સ્થળ જેવું કે કોઈ નદી પર આવેલું તીર્થ કે ત્રિવેણી સંગમ(ત્રણ નદી જ્યાં ભેગી થતી હોય એ સ્થળ) પર કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઘણા સમય પેહલા જયારે આદિવાસીઓના ઘરો સ્વચ્છ અને સુઘડ ન હતા એ સમય માં આદિવાસી સમાજના લોકો આ વિધિ બ્રાહ્મણો પાસે કરાવી શકતા ના હતા, કારણ બ્રાહ્મણો તેમના ઘરે ઉપસ્થિત ના થતા. પરંતુ લાગણી સભર સમાજ પોતાના પરિવારજનો ને એક યોગ્ય શ્રદ્ધાંજલિ મળે એ માટે પ્રયત્નો કરી, બ્રાહ્મણો પાસે આ વિધિ કરાવવાનો આગ્રહ રાખતા. તેમનું માનવું હતું કે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ વિધીથીજ અમારા પરિવાર જનોને સાચી મુક્તિ પ્રાપ્ત થશે.
તો આ માટે તેમને વચેનો રસ્તો કરી દર ૨ કે ૩ (કુળ પ્રમાણે અલગ અલગ હોય શકે) વર્ષે બ્રાહ્મણો ને પવિત્ર તીર્થ સ્થાનો પર આમંત્રણ પાઠવી શ્રાધ વિધિ પૂર્ણ કરવામાં આવતી હતી. જ્યાં બ્રાહ્મણો સમુહમાં દરેક આદિવાસી પરિવાર પાસે વિધિ કરાવી પુણ્ય કાર્ય સંપૂર્ણ કરતા હતા અને આ વરસો અપના પિતાઓ એ હજી પણ સાચવી રાખ્યો છે.
નીચે કેટલીક પરજણ વિધિના ચિત્રો મુકેલ છે. જે સમાજના દરેક વ્યક્તિએ જોવા અને જાણવા માટે ઉપયોગી નીવડશે એવી ઈચ્છા વ્યક્ત કરું છું.
સમસ્ત આદિવાસી સમાજના મિત્રો અને પરિવાર જનો. શું આ વિધિઓ અપને ભવિષ્યમાં શરુ રાખવી જોઈએ ? શું આપણી આવતી પેઢી અ વર્ષો શરુ રાખશે ? કોઈ પણ શંકા કે મુજવણ અથવા તમારા સુજાવો નીચે કોમેન્ટ માં જણાવી સમાજને સાચી દિશામાં દોરવા માટે મદદરૂપ થાઓ.