હાલના સમયમાં ભારત જેવા દેશામાં શાકાહારી લોકો માટે તાજા અને રાષાયણમુક્ત શાકભાજી ખુબ જ અગત્યનો વિષય છે. માઇક્રોગ્રીન્સને સરળતાથી જમીનનો ઉપયોગ કર્યા વગર અથવા ઉપયોગ કરીને ૧૦-૧૫ દિવસના ટુંકા સમયમાં જૈવિક રીતે ઉત્પાદિત કરી માઇક્રોગ્રીન્સ તાજા આરોગી શકાય છે. દુનિયાભરમાં વ્યાપક ધોરણે ૨૫ કરતા પણ વાધારે માઇક્રોગ્રીન્સનું ઉત્પાદન થાય છે. છોડની અલગ અલગ અવસ્થામાં છોડ માંથી મળતા પોષક તત્વો નું પ્રમાણ અલગ અલગ હોય છે. જે સામાન્ય રીતે નાના છોડ માંથી મોટા છોડ તરફ ઘટતું જાય છે. માઇક્રોગ્રીન્સ ૪-૬ પોષક તત્વોથી ભરપૂર હોય છે. માઇક્રોગ્રીન્સ એ આરોગ્યવર્ધક અને રોગપ્રતિકારક ક્ષમતાનો ગુણધર્મ ધરાવે છે. જેથી આપણે તેને કાર્યક્ષમ ખોરાક કહી શકીયે છે. માઇક્રોગ્રીન્સ રંગરૂપ, અલગ પડતો સ્વાદ, વિવિધ રંગ, ભરપુર માત્રા માં પોષકતત્વો, વિટામિન્સ, મીનરલ્સ અને માઇક્રોગ્રીન્સની અન્ટિબાયોટીક પ્રોપર્ટી વગેરેનાં કારણે ગ્રાહકમાં માઇક્રોગ્રીન્સ પ્રત્યે સજાગતા આવી છે.
- માઇક્રોગ્રીન્સ એટલે શું?
માઇક્રોગ્રીન્સ ખાધનો એક નવો વર્ગ છે. એક ખુબ જ ચોક્કસ પ્રકારે કે જેમાં ખાસ શાકભાજી, ઔષધીય છોડનો અથવા અન્ય છોડનો સમાવેશ થાય છે. છોડ ની વૃદ્ધિનાં તબ્બકાને આધારે માઇક્રોગ્રીન્સ એ સ્પ્રાઉટ(ફણગાવેલા) કરતા મોટા અને બેબી ગ્રીન્સ કરતા કદમાં નાના એવા તબક્કા માં સમાવેશ કરવામાં આવે છે. વિશ્વમાં ૭૦-૮૦ પ્રકારનાં માઇક્રોગ્રીન્સ ઉગાડવામાં આવે છે. ઘરગથ્થું અને વ્યવહારીક ઉપયોગીતા માટે કેટલાક મહત્વ નાં માઇક્રોગ્રીન્સ આવેલા છે.
- ભારત નાં વિવિધ શહેરોમાં માઇક્રોગ્રીન્સ તરીકે વપરાતા શાકભાજી
લાલ તાંદળજો | લાલ તાંદળજો મીઠો અને સ્વાદ ધરાવે છે. કચુંબર માં તે સરસ રંગ ધરાવે છે જેનો ઉપયોગ વાનગી પર સુશોભન કરવા માટે થાય છે. | |
બીટ | બીટ આકર્ષક ઘાટાલાલ, જાંબલી રંગ નાં પાન ધરાવે છે. તે વધારે પ્રમાણ માં એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મો અને વિટામીન થી ભરપુર છે. | |
બ્રોકોલી | બ્રોકોલી વિટામીન, મીનરલ્સ, ખનીજ, પાચક રસો, પ્રોટીન અને હરીતદ્રવ્યથી સમૃદ્ધ છે તેમજ રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરે છે. | |
સુવા | સુવા નાનો સુક્ષ્મ, પીન્છાકાર પર્ણ સમૂહ ધરાવે છે અને લિજ્જતદાર સ્વાદ આપે છે. તે કાકડી અને કોબી સાથે સારી રીતે સંયોજીત થાય છે. | |
મેથી | મેથી પ્રોટીન, વિટામીન એ, ડી, ઈ, બી અને ખનીજ તત્વો સમૃદ્ધ છે. તે ભૂખ વાધારે છે, એમોનીયા અને થકાવટ સામે અસરકાર છે. | |
અળસી | અળસી– તેના છોડ મસાલેદાર, કુમળા, પોષ્ટીક છે. ઓમેગા-૩, ફેટી એસીડથી સમૃદ્ધ અને વિટામિન્સ, ખાનીજો, એન્ટીઓક્સિડ્ન્ટ અને અમીનો એસીડનો સારો સ્ત્રોત છે. | |
મૂળા | મૂળા કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ઝીંક જેવા ખનીજ તત્વો, કેરોટીન, એન્ટીઓક્સિડ્ન્ટ, વિટામિન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ છે. રોગપ્રતિકારક શક્તિ ને ઉત્તેજન કરે છે. | |
વરિયાળી | વરિયાળી ઉચ્ચ પ્રમાણ માં વિટામીન કે, સી, બી અને ફાયટોન્યુટ્રીન્ટ ધરાવે છે. તે હૃદયરોગનું જોખમ ઘટાડે છે. | |
લાલ કોબીજ | લાલ કોબીજ વિટામિન્સ એ, બી, સી, કે તથા ખનીજો અને હરિત દ્રવ્યથી સમૃદ્ધ છે. રોગપ્રતિકારક શક્તિ ને સારી કરે છે. | |
ડુંગળી | ડુંગળી વિટામીન, મિનરલ જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, સલ્ફર તથા પ્રોટીન, પાચક રસ અને હરિત્દ્રવ્યથી ભરપુર છે. | |
વટાણા | વટાણા પોષ્ટીક અને વિટામીન એ, સી, કે તથા મિનરલ કેલ્શીયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, એમીનોએસીડ અને પ્રોટીન નો સ્ત્રોત છે. | |
મકાઈ | મીઠી મકાઈ મીઠી સુંગધ ધરાવે છે. તેનો ઉપયોગ વાનગી સુશોભન માટે થાય છે. તે વિટામીન બી, એન્ટીઓક્સિડ્ન્ટ અને કેરોટીનોઇડનો સારો સ્ત્રોત છે. | |
ગાજર | ગાજર એ બીટા કેરોટીન, ફાયટોન્યુટ્રીન્ટ જેવા કે લ્યુટીન અને ઝીયાઝેન્થીનથી સમૃદ્ધ છે. સુંદર તવ્ચા માટે ઉતમ છે. કેન્સર નિવારણ તથા વૃધ્તવ વિરોધી છે. |
- માઇક્રોગ્રીન્સ ઉગાડવાની પ્રક્રિયા
આજકાલ લોકો માઇક્રોગ્રીન્સનાં મહત્વ વિશે પરિચિત બની રહ્યા છે. તેથી ગ્રામીણ, શહેરી વિસ્તાર અને આસપાસના શહેરી સ્થળોએ રહેવાસીઓ માઇક્રોગ્રીન્સનો ઉપયોગ ઘરવારાશ માટે તથા બજારમાં વેચાણ માટે કરી શકે છે. માઇક્રોગ્રીન્સને ઉગાડવાની પ્રક્રિયા ખુબજ સરળ છે. પરંતુ માઇક્રોગ્રીન્સના સફળ ઉછેર માટે તેની વ્યાપારી મૂળભૂત જરૂરીયાતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. માઇક્રોગ્રીન્સની થોડી મહત્વની જરૂરિયાતો કોઠામાં દર્શાવેલ છે.
અનુ. નં. | માઇક્રોગ્રીન્સ | બીજ દર (ગ્રામ) પ્રતિ ડીસ્પોસેબલ ટ્રે(૩૦ સે.મી. × ૩૦ સે.મી.) | પલાળવાનો સમય (કલાક) | મીડીયા મિશ્રણ ઊડાઈ (સે.મી.) | તાપમાન (ડિગ્રી.સે.) | લણણીનો સમય (દિવસ) |
૧ | તાંદળજો | ૨.૫ | – | ૨ | ૨૨ | ૧૬-૧૫ |
૨ | પર્પલ બ્રોકોલી | ૨.૫ | – | ૧ | ૨૪ | ૧૬-૨૫ |
૩ | બીટ | ૧૨.૫ | ૨૪ | ૨ | ૧૬-૨૫ | ૧૬-૨૫ |
૪ | સુવા | ૫ | – | ૧ | ૧૫-૩૩ | ૧૬-૨૫ |
૫ | અળસી | ૩૬ | – | ૨ | ૧૬-૨૫ | ૬-૮ |
૬ | કોબીજ | ૫ | ૪-૮ | ૨ | ૧૬-૨૫ | ૩-૬ |
- સામગ્રી અને માધ્યમ
માઇક્રોગ્રીન્સના બીજને વાવ્યા પછી એની વાધારે કાળજી લેવાની જરૂર નથી પણ પૂરતાપ્રમાણ માં ભેજ જાળવવા માટે પાણીનો સૂક્ષ્મ છંટકાવ કરવો જરુરી છે.
માઇક્રોગ્રીન્સની ખેતી ખર્ચાળ નથી કારણ કે તેમને ઉગાડવા માટે વધારે સામગ્રી તથા સાધનની જરૂરીયાત હોતી નથી વ્યાવસાયિક ખેતી માટે ટ્રેની પસંદગી સારી નીતાર ક્ષમાતાવાળી કરવી જોઈએ. જીવંત માઇક્રોગ્રીન્સની જરૂરીયાત અને માવજત માટેની પર્યાપ્ત જગ્યા અને સરળતાને ધ્યાનમાં રાખી ટ્રેનું માપ નક્કી કરવું જોઈએ. ઘરમાં સફળ ખેતી માટે ડીસ્પોઝેબલ ટ્રેનો ઉપયોગ કરી શકાય છે. માધ્યમ તરીકે કોકોપીટ, વર્મિક્યુલાઇટના મિશ્રણ ૩:૧ અથવા એકલા કોકોપીટ નો પણ ઉપયોગ કરી શકાય છે. માઇક્રોગ્રીન્સની ખેતી જંતુમુક્ત તથા પોષણ સમૃદ્ધ ખોરાક પૂરો પાડે છે જેથી કોઈપણ રાષાયણીક જંતુનાશકોનો ઉપયોગ ટાળવો જોઈએ. માઇક્રોગ્રીન્સમાં ખાસ કરીને ધરુમૃત્યુના રોગના લક્ષણજોવા મળે છે. જેના રક્ષણ માટે બીજને ટ્રાઇકોડર્માં હાર્જીનિયમ તથા ટ્રાઇકોડર્માં વિરીડી એકલું તથા મિશ્રણમાં બીજ માવજત આપી શકાય છે.
- વાવેતર
બીજના વાવેતર કર્યા પહેલા બીજને થોડી વાર માટે પાણીમાં પલાળી રાખવા જરૂરી છે. પાલક તથા મેથી બીજના સારા સ્ફુરણની ટકાવારી મેળવવા માટે પલાળવા જરૂરી છે. પછી બીજને ઉચ્ચ ઘનતા સાથે કોકોપીટ ઉપર છાંટવામાં આવે છે અને તેને કાગળ, કાપડ, કંતાન કે ટુવાલ/કોકોપીટ તથા વર્મિક્યુલાઇટ સાથે આવરી લેવામાં આવે છે. સામાન્ય રીતે મોટા કદના બીજને કોકોપીટ અથવા વર્મિક્યુલાઇટથી અને નાના કદના બીજને કાગળ ટુવાલથી આવરી લેવામાં આવે છે.
પાછલી માવજત
માઇક્રોગ્રીન્સનાં બીજના ઉગવા પછી ખુબ જ કાળજી જરૂરી નથી પરંતુ પૂરતા પ્રમાણ માં કોકોપીટમાં ભેજ જાળવી રાખવો જરૂરી છે જે પાણીના છંટકાવ દ્વ્રારા જાળવવા માં આવે છે. ૧૨ થી ૧૬ કલાક પ્રકાશ, ઓછો ભેજ અને સારી હવાની અવરજવર એ માઇક્રોગ્રીન્સ સારી વૃદ્ધિ અને વિકાસ માટે જરુરી હોય છે.
- લણણી
મોટા ભાગમાં મીક્રોગ્રીન્સ બીજ રોપ્યા બાદ ૧૦-૧૫ દિવસમાં લણણી માટે તૈયાર થઇ જાય છે. સાચા પાંદડાની જોડી દેખાય એટલે માઇક્રોગ્રીન્સનો ઉપયોગ ખાવામાં કરી શકાય છે. માઇક્રોગ્રીન્સ ને માધ્યમની સપાટી ઉપરથી મૂળ વગર કાપવામાં આવે છે. ધાણા અને મેથી જેવા માઇક્રોગ્રીન્સ ને એક કરતા વધુ વખત કાપીને ઉપયોગ માં લઇ શકાય છે. એક વખત માઇક્રોગ્રીન્સ ઉગાડવા વપરાયેલું માધ્યમ બીજા અન્ય માઇક્રોગ્રીન્સ ઉગાડવા માટે ફરીથી ઉપયોગ માં લઇ શકાય છે.
- ઉપયોગીતા
તાજેતરના વર્ષોમાં માઇક્રોગ્રીન્સ નો વપરાશ તેના નાજુક નિર્માણ, વિશિષ્ટ તાજા સ્વાદ સાથે ગ્રાહક જાગૃતિ અને પ્રશંષા સાથે વધતો જાય છે અને તેમાં પુખ્ત પાંદડાવાળા શાકભાજી ની સરખામણીમાં વાધારે પ્રમાણ માં વિટામીન, મિનરલ્સ અને એન્ટિઓક્સીડન્ટ આવેલા છે. માઇક્રોગ્રીન્સ વિવિધ રંગ નાં હોવાથી તેનો ખાસ ઉપયોગ ખાધ ડીશની સજાવટમાં કરી શકાય છે.