સમાજ માંથી કુ રીવાજોને દુર કરવા તથા સમાજને આર્થીક, માસિક તથા શારીરિક તાણ માંથી મુક્ત કરવા માટે તથા પોતાના આદિવાસી રીત રીવાજોને જાળવવા તથા સંસ્કૃતિને ટકાવી રાખવા કાછલ દૂધ મંડળી પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી તથા મહુવા તાલુકા ચૌધરી સમાજ પ્રમુખ નરેનભાઇ ચૌધરી ની આગેવાની હેઠળ સામાજિક રીતી રીવાજ માટેનું બંધારણ નક્કી કરાયું. જેમાં કુલ ૩૩ મુદ્દાઓ સામેલ છે જેમાં :
- સગાઇ (ચાંદલો) માં વીંટી પહેરાવવાની પ્રથા નાબુદ કરવી.
- સગાઇ માં કેક કાપવાની પ્રથા નાબુદ કરવી.
- સગાઈની વિધિ આદિવાસી રીત રીવાજો મુજબ કરવી.
- સગાઈમાં જમણવાર રાખવું નહિ.
- સાકાર પોડા ની પ્રથા નાબુદ કરી સગાઈ જ કરવી.
- લગ્ન પ્રસંગે પ્રિ-વેડિંગ કરવું નહિ.
- લગ્ન પ્રસંગે ગામ માં ફક્ત નોતરું આપવું, કંકોત્રી નહિ.
- લગ્ન પ્રસંગ દરમિયાન ૧૫ તોલા ચાંદીના ઘરેણા ચઢવાનો નિયમ છે જે પાલન કરવો.
- મંગલ સૂત્ર ચાંદીનુજ હોવું જોઈએ.
- લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રે ૧:૩૦ કલાક સુધીજ ડી.જે. વગાડવું.
- મરણ બાદ મૃત્યુ પામનારની વરસીની વિધિ કરવી નહિ.
- મરણ પ્રસંગ નિમિત્તે વાસો કે દીહાડાના દિવસે જમણવાર રાખવું નહિ.
- આદિવાસી તહેવારો ની ગામે ભેગા થઇ ઉજવણી કરવી.
- વાઘબારસ, બીમહા એકજ દિવસે કરવા.
- સામાજિક પ્રસંગ કે લગ્ન પ્રસંગે બીડી, તમાકુ કે અન્ય વ્યાસનો ની વ્યવસ્થા પર રોક લગાવવી તથા નાબુદ કરવી.
જો દરેક સમાજ કાછલના ચૌધરી સમાજની જેમ પોતાની જૂની આદિવાસી પરંપરા તથા નવી વિચારધારા સાધે આગળ વધે તો આદિવાસી સમાજ બીજા દરેક સમાજ માટે સામાજિક દ્રષ્ટીએ ઉત્તમ ઉદાહરણ બની શકે છે.
You must be logged in to post a comment.