બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો હોય છે. તેને ફક્ત માઈક્રોસ્કોપમાં જ જોઈ શકાય છે. અનેક રોગોનું કારણ બેક્ટેરિયા હોય છે, પરંતુ બીજી તરફ આપણા પેટમાં બેક્ટેરિયાની હાજરી અનિવાર્ય છે, કારણ કે તે આપણને પાચનમાં મદદ કરે છે. તે ધરતી, પાણી, હવા વગેરે બધી જ જગ્યાએ બેક્ટેરિયાની હાજરી હોય છે. તે એકકોષી જીવાણુ છે. બેક્ટેરિયાની શોધ ૧૬૮૩માં લ્યુવોર્ન હુકે કરી હતી. તેમણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આ જીવાણુને જોયા હતા. લ્યુવોર્ન હુક દ્વારા શોધવામાં આવેલા આ જીવાણુને એરનબર્ગે બેક્ટેરિયા નામ આપ્યું હતું. પૃથ્વી પર અસ્તિત્વમાં આવનાર સૌથી જૂના જીવોમાંના એક છે બેક્ટેરિયા. સામાન્ય રીતે તેમનું કદ થોડા માઈક્રોમીટર જેટલું હોય છે. તેઓ ગોળ, ચપટા, સર્પીલા વગેરે વિવિધ આકારોમાં જોવા મળે છે.
સૌ પ્રથમ બેક્ટેરિયા ની શોધ
Date
0
Comments
Choose your Reaction!