પાયલ રાઠવા વારલી આર્ટિસ્ટ ની ડાયરી માં થી (૭૬૯૮૯૧૦૬૮૯)
પાનાં નં: ૩૨૬૮
આર્ટિકલ્સ નામ: “ડાકુરાણી ફુલનદેવી”,,એક મહિલાના બળાત્કારના અત્યાચારનો બદલો એક સાથે બાવીશ પુરુષોને મોતને ઘાટ ઉતારીને વાળતી દબંગ મહિલા
“ડાકુરાણી ફુલનદેવી”,,એક મહિલાના બળાત્કારના અત્યાચારનો બદલો એક સાથે બાવીશ પુરુષોને મોતને ઘાટ ઉતારીને વાળતી દબંગ મહિલા
૧૧ વર્ષની ઉંમરે જ ફુલનના લગ્ન 40-45 વર્ષના એક આધેડ સાથે કરી દેવામાં આવ્યા
સમાજની ચોખલી કહેવાતી પીપુડીઓ મહેણાં ટોણા મારીને સતત અપમાનિત કરતી ફુલનને
ફિલ્મ બેન્ડિટ કવિન મુજબ ૨૦ વર્ષની ઉમરમાં ફુલનનું અપહરણ થયું. અને એને એક રૂમ માં ૨૧ દિવસ સુધી પુરી
રાખીને એની ઉપર અનેક લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો
૧૯૯૬માં ફુલનદેવી સમાજવાદી પાર્ટી માંથી ચૂંટણી લડી અને જીતી ગઈ. ચંબલની ખીણોમાં રહેવાવાળી ફુલનદેવી મિર્જાપુરથી સાંસદ
બની અને દિલ્હીના અશોકા રોડના એક આલીશાન બંગલામાં રહેવા લાગી.
ફુલનદેવીને “ડાકુરાણી ફુલનદેવી” બનાવવા માટે જાતિ , જમીન ,અને મર્દ બધુ જ સમાયેલું છે.
ફુલનદેવી એક એવું નામ જે વિચારવા મજબુર કરીદે કે એમના વિષે શું અભિપ્રાય બાંધીયે. દરેક બનાવ દરેક બાબત, દરેક વ્યક્તિને સમાજ બે નઝરીયાથી જોતો હોય છે. એક સકારાત્મક અને એક નકારાત્મક. ફુલનદેવીના જીવનમાં એટલા બધા અટપટા વણાંકો સામેલ છે, જેને કોઈ પ્રેરણાદાયી માને તો કોઈ નકારાત્મક પણ માને છે.
ભારતીય ઇતિહાસમાં આવું એક ઉદાહરણ ક્યારેય ફરી મળશે નહિ.જેમાં એક બળાત્કારનો ભોગ બનેલ મહિલાએ બદલો લેવા ગામ વચ્ચે ૨૨ પુરુષોને ગોળીઓથી વીંધી નાખે. જેલ પણ ભોગવે અને સન્માનીય એવી સંસદ સભાની શીટને પણ શોભાવે.અને એનો અંત પણ કોઈ દ્વારા હત્યા થઇ જઈને આવે છે.
માત્ર ૩૮ વર્ષની નાની જિંદગી કેટકેટલા વળાંકો લઈને પસાર થઇ હશે. આટલી નાની જિંદગીમાં એક મહિલાને પુરુષવાદી સમાજના એક પછી એક એવા કપરા અનુભવ થતા ગયા અને એ સ્ત્રી એ અત્યાચારોને સમર્પિત થઇ આત્મહત્યા કરી લેવાનું ના વિચાર્યું કે મોઢું બંધ રાખીને ચુપચાપ જીવી લેવાનું ના માન્ય રાખ્યું. દરેક અન્યાય સામે અડીખમ ઉભી રહીને લડી છે. કાયદો એની ઈજ્જતને ના સાચવી શક્યો. ત્યાં કાયદાને પણ એને બિન્દાસ તોડીને મરોડીને છડે ચોક ક્યારેય ના બની હોય એવી ઘટનાને અંજામ આપીને બાવીસ બાવીસ પુરુષોને એક મહિલા એ છડે ચોક મોતને ઘાટ ઉતારી દીધા.
ઉત્તર પ્રદેશના એક નાના ગામ ગોહરાના પૂર્વામાં એક મલ્લાહ(મછવારા) દેવીદિનના ત્યાં ૧૦ ઓગસ્ટ ૧૯૬૩ ના રોજ ફુલનદેવીનો જન્મ થયો. ફુલન દશ્યું રાણી તરીકે ઓળખાતી હતી. ફુલનદેવી એના માતાપિતાના છ સંતાનો માં બીજા નંબરની હતી.એ સમાજ,કુટુંબ અને ગામની રીતભાત જોતા એ છોકરી ગભરુ અને શાંત બિચારી બનીને જીવન ગુજરાતી હોવી જોઈએ પણ ફુલનની બાબતમાં સાવ ઉલટું હતું. એ આ ધારણા થી એક કદમ આગળ હતી. એટલી અલગ હતી કે સાચા ખૉટાની લડાઈમાં કોઈના થી પણ ભીડાઈ જતી હતી.
સંપનીતિ ના નામે એના પિતાજી પાસે એક એકર જમીન હતી એ પણ એના કાકાએ તેના છોકરા સાથે મળીને છીનવી લીધી.૧૦ વર્ષની ફુલનને આ વાતની ખબર પડતા એ એના સગા કાકા અને પિતરાઈ ભાઈ સાથે હાથપાઈ ઉપર ઉતરી આવી હતી. આટલી નાની ઉંમરે જમીનના હક્ક માટે ખેતર વચ્ચે ધરણા ઉપર બેસી ગઈ હતી. આ બાબતને લઈને ફુલનને કુટુંબમાં બધાના ગુસ્સાનો ભોગ પણ બનવું પડ્યું હતું.
૧૧ વર્ષની ઉંમરે જ એના લગ્ન 40-45 વર્ષના એક આધેડ સાથે કરી દેવામાં આવ્યા. શરૂઆતમાં ફૂલન એ ક્રાંતિકારી સ્વભાવના કારણે આ લગ્નનો વિરોધ પણ કર્યો,છેવટે નસીબ સમજીને સ્વીકાર કરી લીધો. ફુલન પ્રત્યે એના પતિ અને ઘરવાળાઓનો વ્યવહાર બરાબર નહોતો.ફુલનને સાસરીમાં ખુબ હેરાન કરવામાં આવતી શારીરિક માનસિક પીડા ફુલન માટે બરદાસ્તથી બહાર થતા, ત્યાંથી ભાગીને પોતાના ઘરે આવી પાછી આવી ગઈ. એને આશા હતી કે મારા પોતાના મને સમજશે અને મદદ કરશે પણ થયું ઉલટું. સમાજે એને જ ખરી ખોટી સાંભળવવાની ચાલુ કરી. પુરુષ પ્રધાન સમાજની ખાસિયત પ્રમાણે ભોગવે સ્ત્રી છતાં મહેણાં ટોણાં પુરુષની જગ્યાએ હંમેશા સ્ત્રી ને જ સાંભળવાના.
આ દરમ્યાન એના પિતરાઈ ભાઈ એ જેની સાથે જમીનને લઈને ભીડાઈ ગઈ હતી એને કોઈ ખોટો કેસ કરીને જેલ કરાવી દીધી.અને ફુલનને આટલી નાની ઉમરમાં સમાજમાં ફરી હડધૂત થવાનો પ્રસંગ આવ્યો. જેલથી નીકળ્યા પછી પરિવારે સમજાવી ફોસલાવી એને ફરી સાસરે મોકલી દીધી.પણ સાસરી અને પતિનો વ્યવહાર ફુલન માટે જરાય બદલાયો નહોતો અને ફરીએ પરિસ્થિતિ સાંભળવી અસહ્ય થઇ જતા ફૂલને મજબૂર થઈને ફરીથી એ ઘર છોડવું પડ્યું.
એક મહિલા એ કેવા કેવા સંજોગોનો સામનો કરવો પડે અને પોતાના કોઈ ગુના વિના જ પોતે કઠોર રસ્તો અપનાવવા મજબુર બનવું પડે છે એ વાત ફુલનની જિંદગી સાથે શરૂથી અંત સુધી જોડાયી છે.
ફુલનના કાકા દ્વારા ખેતરનું પચાવી પાડવું, પરિવાર દ્વારા ૧૧ વર્ષની કુમળી ઉંમરે આધેડ પુરુષ સાથે લગ્ન કરી દેવા. સાસરીમાં અવાર નવાર અપમાનિત અને મારઝુડ નો ભોગ બની ને ઘર છોડવા મજબુર થવું, અને આટઆટલી યાતનાઓ વગર વાંકે ભોગવવા ઉપરાંત સમાજની ચોખલી કહેવાતી પીપુડીઓ મહેણાં ટોણા મારીને સતત અપમાનિત કરવા તૈયાર જ હોય. શરૂઆતથી જ અન્યાય સામે દબંગ સ્વભાવની ફુલનને આ નાની નાની એના વિરુદ્ધમાં જતી ઘટનાઓ એ વધુ દબંગ બનવા પ્રેરિત કરતી રહી.
એના જીવન ઉપર બનેલી ફિલ્મ બેન્ડિટ કવિનની માનીએ તો ૨૦ વર્ષની ઉમરમાં ફુલન નું અપહરણ થયું. અને એને એક રૂમ માં ૨૧ દિવસ સુધી પુરી રાખીને એની ઉપર અનેક લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો.કોઈ પણ સ્ત્રી કયારેય માફ ના કરે એવી ઘટનાને ફુલનએ ૨૧ દિવસ સુધી એક બે નહીં અનેક વાર પોતાની ઉપર થતા અત્યાચાર સહન કર્યા. સામાન્ય સ્ત્રીઓની જેમ સમાજની બીકે મોઢું બંધ રાખીને ચૂપ રહી જાય એવી ફુલન હતી નહીં. એનો દબંગ સ્વભાવ એનામાં રહેલું ઝનૂન ક્યારેય અન્યાયને સહન કરવા દેવા તૈયાર હતુજ નહીં. એ આપઘાત કરીને જીવ આપીદે એવી અબળા પણ નહોતી. એતો ઈટ નો જવાબ પથ્થરથી આપવામાં માનતી ઝનૂની છોકરી હતી.
બળાત્કારીઓના સકંજામાંથી ફુલન એક દિવસ ભાગી જવામાં સફળ રહી. અને અહીં જ થાય છે એક બેન્ડિટ ક્વિનનો જન્મ. કોણ જવાબદાર ? એની સાથે બનતી દરેક ઘટના બિચારી નારી બનીને સહન કરી લેતી સ્ત્રીઓ માટે વર્ષોથી ચાલી આવતા અન્યાય હતા પણ ફુલન માટે આ બધી ઘટનાઓ ખૂંખાર બનાવતી પાઠશાળા હતી. ફુલનને પણ માનભેર સમાજમાં જીવવું હતું. એને પણ કોઈના ટોણાં ટપ્પા વિનાની જિંદગીની જરૂરી હતી. પણ આટલી મોટી ઘટના જેમાં ૨૧ દિવસ સુધી ફુલનને કેટકેટલાંયે જમીંદાર લોકોએ હવસ ની શિકાર બનાવી રાખી એ એના કોઈ પણ વાંક ગુના વિના સમાજ સામે આંખ ઉઠાવીને જોવા લાયક ના રહી. ખરેખર જે ગુનેગારો છે એમને સમાજનો ડર હોવો જોઈએ. જયારે અહીં તો જેને ભોગવવું પડ્યું છે. જે ગુનેગારોની શિકાર બની છે જેની જિંદગી બરબાદ થઇ ગઈ છે એને સમાજની બીક લાગે છે. સમાજમાં એવી રચનાજ નથી કે એક સ્ત્રી વગર વાંકે કોઈનો શિકાર બને તો એમાં સ્ત્રીનો વાંક નથી એટલે ખુમારીથી માન ભેર બધાની વચ્ચે રહી શકે. સારું જીવન જીવી શકે. અને એટલેજ સમાજમાં રેહવું ફુલન માટે મુશ્કેલ થઇ ગયું.
નાના માં નાના અન્યાય સામે બાથ ભીડી દેવામાં પછી ના પડતી ફુલન પોતાના ઉપર થયેલા ક્યારેય માફ ના કરાય એવા બળાત્કારને સાવ સરળતા થી જવા કેમની દે? તેજ તર્રાર ફુલનએ ડાકુ ની ટોળકીઓમાં સામેલ થઇ જવાનો નિર્ણય કરી લીધો. એને કાયદાથી નજરમાં ગુનો ગણાતા કામો નો સહારો લઇ લીધો અને હથિયાર ઉઠાવી લીધા. સૌથી પહેલા એક સ્ત્રી તરીકે અપમાનિત થવું પડ્યું હતું. સતત જ્યાં મારઝુડ સહન કરવી પડી હતી. ત્યાં પોતાના પતિના ઘરે બીજા ડાકુ સાથીદારોને લઈને પહોંચી ગઈ.એના પતિને ઘરમાંથી બહાર કાઢીને ભીડની સામેજ ચપ્પુ મારી અધમરી હાલત માં છોડીને નીકળી ગઈ.
શ્રી રામ અને લાલારામ જેઓ ફુલન નું અપહરણ કરીને બળાત્કાર નો ભોગ બનાવી હતી. એનો બદલો લઈને અંજામ આપવાનો છેવટે દિવસ આવી ગયો. ફુલનદેવી એ માટે મોકાની તલાસ માં હતી અને ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૧ ના દિવસે બદલાની આગમાં ઉકળી રહેલી ફુલન સાથી ડાકુઓની ટુકડી સાથે પોલીસના વેસમાં બેહમઈ ગામ પહોંચી ગઈ. ત્યાં એક લગ્નનું આયોજન હતું. ફુલન અને એની ટોળકીએ બંદૂકના જોરે આખા ગામને ઘેરી લીધું.ઠાકુર જાતિના ૨૨ પુરુષોને એક સાથે એક બાજુ લાઈનમાં ઉભા રહેવા આદેશ આપ્યો.
આ ઘટના નો શાક્ષી ચંદરસિંહ ગોળી વાગવા છતાં જીવિત રહી ગયો એ બતાવે છે કે. ફૂલને સૌથી પહેલા લાલા રામ ક્યાં છે પૂછ્યું. જેનો સંતોષકારક જવાબ ના મળવાથી બધાને બેસવા કહ્યું. પછી ઉભા થઇ જવા કહ્યું. આમ ઉઠક બેઠક અનેક વાર કરાવી. અને એને વેઠેલા અત્યાચારના બદલાની આગ એ હદે ઉકાળી ઉઠી કે ૨૨ પુરુષોને એક લાઈનમાં ઉભા રાખીને ગોળી મારી દેવાનો આદેશ આપી દીધો. અને ક્યારેયના સાંભળી હોય એવી ઘટના ક્ષણ વારમાં બની ગઈ એક સ્ત્રી એની ઉપર થયેલા અત્યચાકરનો બદલો લેવા એક ગામમાં ૨૨ પુરુષોને ગોળીએ વીંધી નાખ્યા. ચંદરસિંહ ખુશ નસીબ નીકળ્યા એમને ગોળી વાગવા છતાં એ જીવિત રહી ગયા.
આ કાંડ પછી ફુલનનો ખોફ વધી ગયો, મીડિયાએ એને નામ આપ્યું બેન્ડિટ ક્વિન, આ નામથી એ પ્રખ્યાત થઇ ગઈ.
એસ.પી રાજેન્દ્ર ચતુર્વેદી આ દરમ્યાન ફુલન ટોળકીથી વાતચીત કરતા રહ્યા. આ વાત ની ખુબ ઓછી જાણકારી છે કે એક એસ.પી ની વ્યવહાર કુશળતા નું જ એ પરિણામ હતું જેથી ફુલન દેવી આત્મસમર્પણ કરવા રાજી થઇ ગઈ. ફુલનદેવી એ કેટલીક શરતો રાખી હતી એમાં એક શરત એ હતી કે મને ઉત્તરપ્રદેશ ની પોલીસ ઉપર ભરોષો નથી તો હું મધ્યપ્રદેશ ની પોલીસ સામે આત્મસમર્પણ કરીશ. જે માન્ય થતા તે સમયના મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી અર્જુનસિંહની સામે ૨૨ હત્યા, ૩૦ લૂંટ,૧૮ અપહરણ નો ચાર્જ લાગ્યો. ૧૧ વર્ષ જેલમાં રહેવું પડ્યું. અને મુલાયમ સિંહ સરકારે ૧૯૯૩ માં ફુલનદેવી ઉપર લગાવેલા બધા આરોપો પાછા લઇ લેવાનો નિર્ણય કર્યો. રાજનીતિ રૂપ થી આ ફેંસલોઃ ભૂકંપથી કમ નહોતો.૧૯૯૪ માં જેલ થી છૂટીને ઉમેદ સિંહ સાથે લગ્ન કર્યા. ફુલન ની એક બીમારીની સારવારના ભાગ રૂપે ફુલન ના પેટ માંથી ગર્ભાશય કાઢીનાખવામાં આવ્યું. ડોક્ટરને એ બાબતે પૂછ્યું તો ડોક્ટરે કહ્યું હવે “ફુલન હવે બીજી ફુલનને પેદા નહિ કરી શકે”. આ નો વિરોધ કરતા અરુન્ધતી રોય એ લખ્યું હતું કે એક સ્ત્રીના શરીર માંથી એને પૂછ્યા વિના કોઈ અંગ કાઢીલેવામાં આવે છે આ છે નિમ્ન સમાજની માનસિકતા.
૧૯૯૬માં ફુલનદેવી સમાજવાદી પાર્ટી માંથી ચૂંટણી લડી અને જીતી ગઈ. ચંબલની ખીણોમાં રહેવાવાળી ફુલનદેવી મિર્જાપુરથી સાંસદ બની અને દિલ્હીના અશોકા રોડના એક આલીશાન બંગલામાં રહેવા લાગી.૧૯૯૮માં હારી ગઈ અને ૧૯૯૯માં ફરી જીતી ગઈ.
૨૫ જુલાઈ ૨૦૦૧ શેરસિંહ રાણા ફુલન દેવીના એકલવ્ય સેના નામ ના સંગઠનમાં જોડાવવાની ઈચ્છા બતાવીને મળવા આવ્યો. ફુલાદેવીના ત્યાં એને ખીર ખાધી અને ઘરના દરવાજા ઉપર ફુલનદેવીને ગોળી મારી દીધી. અને એને કબુલ્યું કે મેં ફુલનદેવીની હત્યા બેહમઈ હત્યાકાંડનો બદલો લેવા કરી છે. ફુલનને ડાકુ બનવા મજબુર કરનાર પુરુષ માનસિકતા ફરી અહીં જિંદગી ના છેલ્લા દિવસે પણ ફુલનને બક્ષી નહિ અને શેરસિંહ ના રૂપ માં એક પુરુષ કાયદાને હાથ માં લઇ ફુલન નો જીવ લઈને ગયો.
ફુલનદેવી ની ૩૮ વર્ષની જિંદગી ભારતીય સમાજની એક એક બુરાઈને સાથે લઈને ચાલી છે. સમાજના રીત રિવાજો એક નાની બાળકીને દબંગ બનાવતા ગયા છે. સમાજ એને વધુ આક્રોશિત બનવા મજબુર કરતો પણ દેખાય છે.ફુલનદેવીની જિંદગી પુરુષવાદી સંસ્કૃતિની સામે બંડ પોકારે છે. બળાત્કારની સામે કેટલીક યુવતીઓ પોતાનો જીવ આપીને દુનિયા છોડી જાય છે. કેટલીક યુવતીઓ સમાજની બીકે ચૂપ રહેવામાં સમજદારી માને છે. કોર્ટમાં ચડેલા કિસ્સામાં બળાત્કારીઓ પીડિતાને કે સાક્ષીઓને મોતને ઘાટ ઉતારીદે છે. જયારે અહીં આ કોઈ સામાન્ય યુવતી નહોતી એને સમાજે જ, સમાજની માનસિકતાએ જ એક એક પગથિયે ખૂંખાર બનવા મજબુર કરી છે. અને એનો અંજામ એક મહિલાના બળાત્કારના અત્યાચારનો બદલો એક સાથે બાવીશ પુરુષોને મોતને ઘાટ ઉતારીને વાળે છે.
ફુલનદેવીને “ડાકુરાણી ફુલનદેવી” બનાવવા માટે જાતિ , જમીન ,અને મર્દ બધુ જ સમાયેલું છે.
આજે દિવસે ફુલન દેવી એ શહાદત વ્હોરી હતી
આપની વહાલી બહેન અર્ધનારી પાયલ રાઠવા વારલી આર્ટિસ્ટ ની ડાયરી માં થી
You must be logged in to post a comment.