ઊબાડિયું

0

ઊબાડિયું એ ધોડિયા સમાજની આદિમ અને જુદાજ પ્રકારની વાનગી છે. જે અત્યારે અધુનીક્તામાં પ્રવેશી, દક્ષીણ ગુજરાતની અન્ય જ્ઞાતિઓ પણ એને હસત્ગત કરી રોજી રોટી રળી ખાવા માટેનું સાધન બનાવી લીધું છે.

જુના વડીલો અભણ અને અજ્ઞાન હોવા છતાં તેમને એક વસ્તુનો અનુભવ હતો કે તમામ પ્રકારની વનસ્પતિમાં “કલ્હર” એક એવી વનસ્પતિ છે, જેના પાંદડા માંથી સૌથી વધારે પ્રવાહી ઝરે છે. અને એક જુદાજ પ્રકારની સુવાસ એમાં રહેલી છે. તેથી ધોડિયા લોકો વાલોળ કે વાળની પાપડી, મરચાં, રીંગણ, રતાળુ, કંદ, શક્કરીયા વગેરેને લઇ એમાં મીઠું-મરચું-તેલ-મસાલો ભેળવી એક કોરું માટલું લઇ એમાં કલ્હરની વનસ્પતિના આખા છોડને માટલામાં અંદર વાળીને મુકવામાં આવે છે. એની ઉપ્પર આ પાપડી, રીંગણ, રતાળુ ને પધ્ધતિસર ભરીને, માટલાના મુખને (મોડીયાને) ફરી થી કલ્હર વનસ્પતિના છોડથી પેક કરી જમીનમાં એ માટલું ઊંધું મુકવામાં આવે છે. ઉંધા માટલાની નીચે ૪ થી ૫ પાપડી (જેને ડાકણ તરીકે ઓળખવામાં આવે છે ) મુકવામાં આવે છે. અંદરની પાપડી બફાઈ ગઈ છે કે કેમ તે ચેક કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ઉંધા માટલાને પાંદડા થી કે છાણા થી ઢાંકી સળગાવવામાં આવે છે. પછી અડધા કલાક સુધી તેને બરાબર બફાવા દેવામાં આવે છે. અને ત્યાર બાદ બહાર કાઢી કુટુંબી જનો સાથે આરોગવામાં આવે છે. ” ઊબાડિયું ” એ ધોડિયા સમાજની સમૂહ ભાવનાનું પ્રતિક છે.  

Choose your Reaction!
Leave a Comment