પાનગા એ ધોડિયા સમાજની વિધીવિધાનોમાં એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના કે જુવારના લોટને પાણી સાથે મસળી લુંદો બનાવી ખાખરાના (કેસુડાના) પાંદડામાં એ લુંદાને રોટલા જેવો પ્રમાણસર પહોળો કરી ઉપરથી બીજું પાંદડું ઢાંકી એને સળી વડે ફરતેથી સીવી લઇ, અંગારા પર આખે આખો શેકવામાં આવે અને ત્યાર પછી આરોગવામાં આવે છે. ‘વાઘબારસ’ ના દિવસે એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, ક્યારેક કઠોળ કે તુવેર ભરડતા જે લોટ નીકળે એમાં મસાલો ભેળવી પાણીથી મસળી લુંદો બનાવી ખાખરાના પાંદડામાં પહોળી ગોળ જાડી રોટલી જેવી બનાવી અંગાર પર શેકી એને આરોગવામાં આવે છે.
You must be logged in to post a comment.