આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે, શુભ-અશુભ પ્રસંગોમાં તુર વગાડવા માટે, આદિવાસી ફોટો શૂટ, આદિવાસી પોશાક પહેરવેશ/મેકઅપ માટે, વારલી મહેંદી માટે, આદિવાસી સોંગ વિડીયોગ્રાફી / એડીટિંગ વગેરે માટે સંપર્ક નંબરો અહીં લખ્યા છે, આપની પાસે બીજા સંર્પક હોય તો કોમેન્ટ કરો.
આદિવાસી સમાજની મહિલાઓને અપમાન બદલ ગુનો દાખલ કરવા આવેદન અપાયું
વિષય : આદિવાસી સમાજની મહિલાઓને વેશ્યાઓ ની પ્રવૃત્તિઓ નિરંકુશ રીતે ચાલ્યા કરે છે. આવું લખનાર અને છાપનાર વ્યક્તિ પર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા બાબત.
મહાશય,
સવિનય સહ નમ્ર અરજ જણાવવાનું કે, આર જમનાદાસ એન્ડ કંપની . સી-૧૮, માધવપુરા માર્કેટ , પોલીસ કમિશનર ઓફિસની પાસે, શાહીબાગ રોડ અમદાવાદ- 380004. ફોન નંબર- 40049005/06 . પોતાની પુસ્તક ‘કોટિલ્યન કૃત પ્રશ્નકુથ ‘ ( બી.એ.સેમેસ્ટર-4 ) પાના નંબર . 74 પર વેશ્યાગમન ના લેખમાં આદિવાસી સમાજમાં વેશ્યાઓની પ્રવૃત્તિઓ નિરંકુશ રીતે ચાલ્યાં કરે છે. આ અભદ્ર લેખ લખવાથી આદિવાસી સમાજની મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ નાં જીવન પર ખૂબ જ ખરાબ અસરો થશે. જીવનઉપર ખરાબ અસરો અને સામાજીક રીતે આદિવાસીઓને કરુદ્રષ્ટિ થી જોવા લાગ્યા છે. અને લાંબા ગાળે તેની અસરો જીવન ઉપરજોવા મળશે.જો આવા પકારના શિક્ષણમા પાઠયોપુસ્તકોમા લખાણ બંઘ નથાય તો લાંબા ગાળે ખુબ જ ખરાબ જોવા અસરો જોવા મળશે.
ભારતીય સમાજમાં નારીનું સ્થાન ખૂબ જ સન્માનજનક રીતે લેવામાં આવે છે. નારી ને “નારી તું નારાયણી” કહીને તેનું સન્માન કરવામાં આવે છે.દેશમાં નારી સશક્તિકરણની વાત થાય છે. ત્યારે (1) આર જમનાદાસ કંપની અને (2) ભારતમાં સાંપ્રત સામાજિક સમસ્યાઓ પુસ્તક માં લખાંણ આપવામાં આવ્યા છે.
આવું લખાણ લખનાર અને છાપનાર પુસ્તકના લેખક અને માલિક ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે અને આવા પ્રકાશકનું લાઈસન્સ રદ કરી આજીવન લેખન કાર્ય પર પ્રતિબંધ મુકવામાં આવે. તેવી અમારા સમાજની માંગણી છે.
લી.
મહિલા કન્વીનર
ધર્મિષ્ઠાબેન ધર્મેશભાઈ પટેલ
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર.
ફેસબુક પર આદિજાતિના અપમાન બદલ ફરિયાદ
ફેસબુક પર આદિજાતિના લોકોને બીભત્સ અને અપમાન જનક ગાળો આપી અપમાનિત કરવા બદલ એટ્રોસિટી એક્ટ અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુના નોંધી કડક કામગીરી કરવા બાબતની અરજી.
સામાજીક સમરસતા જાળવવા અને સમાજ માટે હીન ભાવના રાખી લોકોને બદનામ કરવા અને તેમના આત્મ સમ્માન ને ઠેસ પહોચાડનાર વ્યક્તિઓ સામે તા. ૨૨/૦૯/૨૦૨૦ ના રોજ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર અને દક્ષીણ ગુજરાત હળપતિ સમાજ પ્રગતિ મંડળ, સુરત દ્વારા કમિશ્નર કચેરીની મુલાકાત લઇ એટ્રોસિટી એક અને આઈ.ટી. એક્ટ હેઠળ આરોપી “હરપાલસિંહ રાજપૂત” અને “જતીન શાહ ” વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી.