Loading Events

« All Events

  • This event has passed.

World Indigenous Day 2022 Celebration by Samast Adivasi Samaj Surat – Honoring the Strength of Indigenous Women

अगस्त 9, 2022


Prakruti puja Done By SAS On World indigenous day 2022

સમસ્ત આદિવાસી સમાજ, સુરત શહેર દ્વારા 9 ઓગસ્ટ 2022ના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલ થીમ “પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ અને સંચારમાં આદિવાસી મહિલાઓની ભૂમિકા (The Role of Indigenous Women in the Preservation and Transmission of Traditional Knowledge)” પર આધારિત હતી. આ થીમ દ્વારા આદિવાસી મહિલાઓના અદ્વિતીય યોગદાનને માન્યતા આપવામાં આવી, જે પોતાની સંસ્કૃતિ, પરંપરા અને પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ પ્રસંગે સવારે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે માંડરવાજા ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે થી શરૂ થઈને ઉમરા પોલીસ સ્ટેશન પાસે આવેલા SMC પાર્ટી પ્લોટ સુધી પહોંચી હતી. રેલીની શરૂઆતમાં સમસ્ત આદિવાસી સમાજ સુરતના અધ્યક્ષ શ્રી કાંતિભાઈ એફ. કુંબી તથા વિવિધ સમાજોના અધ્યક્ષો જેમ કે ગામિત, ચૌધરી, કુકના, નાયકા, ધોડિયા, રાઠવા, મીના, વસાવા, હળપતી અને ભીલ સમાજના આગેવાનો દ્વારા બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

world indigenous day rally 2022 surat
world indigenous day rally 2022 surat

રેલી દરમિયાન સમાજના લોકોએ આદિવાસી મહિલાઓના સશક્તિકરણ, સંસ્કૃતિના સંરક્ષણમાં તેમની ભૂમિકા અને આગામી પેઢીને મજબૂત, સ્વસ્થ અને સંસ્કારી બનાવવાના સંકલ્પને ઉંચો અવાજ આપ્યો. સમાજના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને સમાજના હકો અને સમસ્યાઓ અંગેનું આવેદનપત્ર રજૂ કર્યું.

રેલી પૂર્ણ થયા બાદ મેદાનમાં વિશાળ મંચ પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ વિસ્તારોમાંથી આવેલા આગેવાનો દ્વારા સમાજના હકો, વર્તમાન પરિસ્થિતિ અને વિકાસના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. યુવા કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.

Speech given by ACP Mal Saheb surat 2022
Speech given by ACP Mal Saheb surat 2022

સુરતની કુમારી રોશની પટેલે યુવા પેઢીના પ્રશ્નો અને ખરાબ આદતોના પ્રભાવ વિશે જાગૃતિ લાવતો સંદેશ આપ્યો. ભીલ, ચૌધરી, રાઠવા અને ધોડિયા સમાજના યુવાનો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્યો રજૂ કરીને કાર્યક્રમમાં રંગ ભરી દીધા.

આ પ્રસંગે મહાન આદિવાસી વિર યોદ્ધા બિરસા મુંડાના જીવન પર આધારિત નાટક પણ રજૂ કરવામાં આવ્યું, જે બિરસા મુંડા ગ્રુપ દ્વારા આશિષ પટેલના નેતૃત્વ હેઠળ રજૂ થયું. આ નાટકનું લેખન અને સંકલન સમસ્ત આદિવાસી સમાજ સુરતના સંગઠન મંત્રી શ્રી નિરવ ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

સમાજના ગૌરવરૂપ કાર્ય કરનાર અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વ્યક્તિઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. મંચ પરથી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવામાં આવી.

આ કાર્યક્રમના અંતે શ્રી જયંતિભાઈ બી. પવાર દ્વારા આભારવિધિ કરવામાં આવી અને સમગ્ર દિવસ “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે સફળતાપૂર્વક ઉજવાયો.

આ વર્ષની ઉજવણી દ્વારા આદિવાસી મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનને માન આપવામાં આવ્યું અને સમાજને એકતા, સંસ્કૃતિ અને વિકાસ તરફ આગળ વધવા માટે પ્રેરણા મળી.

Venue

  • Athva SMC Party plot Ground
  • Ahtva party plot
    surat, India
    + Google Map

Venue map