, ,

ડો. ઋત્વીન પટેલ (એમ.ડી. , સાયકયાટ્રીસ્ટ)

ડો. ઋત્વીન પટેલ, સુરત શહેરમાં એક મનોચિકિત્સક તરીકે ફરજ બજાવે છે. તેઓ માનસિક રોગના નિષ્ણાત, વ્યસનીઓ ના ઈલાજ તથા સેક્સ સમસ્યાઓ જેવી બીમારીઓના ઉપચાર કરે છે. સુરત શહેરમાં રહેતા અથવા સુરત શહેર થી બહારના દર્દીઓને તેઓ દ્વારા સારવાર અપાય છે. તેઓ વૃધ્ધોની સમસ્યાઓ જેવી કે યાદશક્તિ અને ધ્યાનના રહેવું, ચિંતા, તાણ વગેરે બીમારીઓના ઇલાજના નિષ્ણાંત છે.

પ્રથમ વખત ની ફી : ૬૦૦ રૂપિયા

ફોલોઅપ : ૪૦૦ રૂપિયા

સરનામું : એ-૨, સેતુપાર્ક સોસાયટી, બી.એસ.એન.એલ., પાંજરાપોળની બાજુમાં, ઘોડદોડ રોડ, સુરત.

ચીખલી : આનંદ હોસ્પિટલ, વિશ્રામગૃહ પાસે, ચીખલી. ( સોમવારે સાંજે ૪ થી ૭ )

અનાવલ : ક્ષિતિજ મેડીકલ સેન્ટર, ડો. પ્રદીપભાઈ નું દવાખાનું,લસણપોર ત્રણ રસ્તા, અનાવલ. ( સોમવાર અને મંગળવાર ૯ થી ૧૨ )

મોબાઈલ: ૯૦૫૪૨૬૨૪૦૦

 

Description

રોગ અને સમસ્યાઓ : ઉદાસ રહેવું, કામમાં એક ચીતના હોવું, કાર્યક્ષમતામાં ઘટાડો, વારે ઘડીએ રડી પડવું, ઊંઘમાં વધારો કે ઘટાડો, ભવિષ્યની સતત ચિંતા કરવી, નબળા કે આત્મહત્યાના વિચારો વારંવાર આવવા. શંકાઓ જેવી કે કોઈ મને મારી નાખવા માંગે છે, બધા મારા દુશ્મન છે, મારા જીવન સાથીના બીજા જોડે સંબંધો છે તથા વિચિત્ર વાતો અને બદલાતું જતુ વર્તન વગેરે રોગોના ઈલાજ ડો. ઋત્વીન કરે છે.

ચિંતા નો રોગ : સતત ચિંતામાં વધારે, ચીડિયાપણું, ચિડીયાપણું-ગભરામણ થવી, પરસેવો વાળવો.

ભયરોગ : જાહેર જગ્યા પર જવાનો ડર, બસ-ટ્રેન લીફ્ટમાં જવાનો ડર, ઊંચાઈનો ડર, જાહેરમાં બોલવાનો ડર.

ઓ.સી.ડી. : એકની એક ક્રિયા વારંવાર કરવી, એક ના એક વિચારો વારંવાર આવવા, વારંવાર તાળું,ગેસ કે તિજોરી ચેક કરવા.

સ્વભાવની તકલીફ : ગુસ્સો આવવો, વાતે-વાતે ઝગડો કરવો, વાતે-વાતે ધમકીઓ આપવી, જીંદગી અર્થહીન લાગવી, વારંવાર આપઘાતના પ્રયત્ન કરવા, એકલા અટુલા રહેવું, મારઝૂડ કરવી, જીદ્દી તેજ સ્વભાવ તથા જાણી વિચારીને કાયદાઓનું ઉલંઘન કરવું.

બાળકોની સમસ્યાઓ : તોફાની વર્તન, કપડામાં પેશાબ, સમાજ શક્તિની તકલીફ, અભ્યાસમાં યાદ શક્તિની તકલીફ, પરીક્ષાનો ડર, શાળામાં ફરિયાદ-નશા કે ગુનાખોરી તરફ વધતું વલણ.

ઉપર જણાવેલ કોઈ પણ સમસ્યા માટે તમે આદિવાસી સમાજના ગૌરવ એવા ડો. ઋત્વીન પટેલ ની મુલાકાત આપેલા સરનામે લઇ શકો છો.

Additional information

રોગોની સારવાર

માનસિક રોગ
સેક્સની સમસ્યાઓ
બાળરોગો
વ્યસનનો ઈલાજ
ઉદાસીનતા
ઊંઘની સમસ્યાઓ
આત્મહત્યાના વિચારો
શંકાઓ કરવી
ઓ.સી.ડી.(વારંવાર એકજ ક્રિયાઓ કર્યાં કરવાની અને સતત ચિંતા કરવાની ટેવ.

Reviews

Write a Review

There are no reviews yet.