નમસ્કાર ખેડૂત મિત્રો ,

હું બ્લોગ આ લખનાર રાહુલ ધોડિયા નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના સિંગાડ ગામથી આવું છું ,આમ તો પેઢીઓથી ખેડૂત છું,પણ સાથે ભણતર અને પ્રોફેશનથી પણ એગ્રીકલ્ચર જોડે સંકળાયેલો છું મારું અંગત મંતવ્ય તો એવું છે કે જો વ્યક્તિ ખેતીનો શોખીન હોય તો નોકરી કરતાં ખેતીમાં વધુ નફો મેળવી શકાય છે. જો કે, આ માટે પરંપરાગત પાકોની ખેતીની જરૂર છે.

તો આજ રોજ આ બ્લોગમાં ઓછા વરસાદ વાળા, ઓછા ખર્ચ વાળા, અને રોજ જીવાતનું પ્રમાણ ખુબજ નહીવત પ્રમાણમાં આવે એવા ડ્રેગનફૂટના ખેતીની વાત કરીશું.

  ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એબાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટ, મહારાષ્ટ્ર દ્વારા તાજેતરમાં જાણવા મળ્યું છે કે ભારતના વિવિધ રાજ્યોમાં 3,000-4,000 હેક્ટરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. દેશમાં દર વર્ષે અંદાજે 12,000 ટન ફળનું ઉત્પાદન થાય છે.

આ ડ્રેગનફ્રુટના છોડને સુશોભન છોડની સાથે સાથે ફળ ઉત્પાદક છોડ તરીકે પણ ઓળખાય છે. ડ્રેગન ફળનો ઉપયોગ તાજા ફળ તરીકે થાય છે તેમજ વેલ્યુએડીશન કરી તેનો ઉપયોગ જામ, આઈસ્ક્રીમ, જેલી, રસ અને વાઇનમાં કરી શકાય છે.

ડ્રેગન ફ્રુટ એ માનવ શરીર માટે ખુબ જ શક્તિશાળી હોય છે એમાંથી ઘણા પ્રકાર ના પોષક તત્વો મળે છે જેમકે.

ક્રમપોષકતત્વોના નામતેનું પ્રમાણ (પ્રતિ ૧૦૦ ગ્રામ)
૧.કેલેરી૬૦ milligrams
૨.ફેટ૦.૦ milligrams
૩.પ્રોટીન૩.૫૮ milligrams
૪.વિટામીન૯.૦ milligrams
૫.કેલ્સિયમ૧૦૭ milligrams
૬.ફાઈબર૧.૮ milligrams
૭.મેગ્નેશિયમ૬૫ milligrams

સામાન્ય નામ  : ડ્રેગન ફ્રુટ

ફેમીલી :કેક્ટસ

ઓરીગીન : અમેરિકા

તો ખેડૂત મિત્રો આપણે ડ્રેગન ફ્રુટની ખેતી માટે અનુકુળ આબીહવાની વાત આવે તો ડ્રેગન ફ્રુટ કેક્ટસ ફેમીલીમાંથી આવતું હોય તો નબળી સ્થિતિ હોય એવી કોઈ પણ જમીનમાં જુદા જુદા તાપમાનમાં પણ ખુબ જ સારી રીતે ઉગી શકે છે . ૨૦થી ૩૦સે. તાપમાનમાં સારી રીતે થાય શકે છે.અને ૫૦૦ થી ૧૫૦૦mm સુધી ના વરસાદ વાળા વિસ્તારમાં પણ થાય જ શકે છે.

ગુજરાત રાજ્યની આદિવાસી પટ્ટી ઉમરગામ થી અંબાજી સુધી  ના દરેક વિસ્તારમાં આ ડ્રેગન ફ્રુટની ખેતી ખુબજ સરળતાથી થાય શકે છે .

ડ્રેગન ફ્રુટની ખેતી માટે જમીન ની વાત કરવામાં આવે તો સારી નીતારવાળી ,૧૦ થી ૩૦% જેટલું રેતાળ વાળી અથવા પણાટયા વાળી સેન્દ્રિય ખાતરવાળી જમીન હોવી જરૂરી છે.

ડ્રેગન ફ્રુટનું પ્લાન્ટિંગ મટીરીયલ કટિંગ અને બીજથી થાય છે ,પરંતુ ડ્રેગન ફ્રુટએ કટિંગ થી ખુબ સરળતા થી ઝડપથી થતી મેથડ છે .તમે ફોટો માં જોઈ શકો છો તેમ પેન્સિલ અથવા એક આંગળી જેટલા કટકા કટિંગ કરી સોઇલ મીડિયા અથવા કોકોપિટમાં નાખી છોડ તૈયાર કરી શકો છો.

ડ્રેગન ફ્રુટનું પ્લાન્ટિંગ કરવા ખેતર માં જુદા જુદા માપ થી રોપી શક્ય છે જેમ કે ૨m * ૨m, ૨m*3m ,3m*૪ ૬ft*૧૧ft ,૫ft*૧૦ft સુધી જુદ જુદા અંતરે રોપી શકાય છે. ડ્રેગન ફુટની ખેતી પ્રતિ હેકટરે સરેરાશ છ થી સાત લાખ રૂપિયાના પ્રારંભિક ખર્ચે ચાલુ કરી શકાય છે. આ પાકને ખાસ કોઈ પાક વ્યવસ્થાપનની જરૂર નથી. ડ્રેગન ફ્રુટના ઉત્પાદન પછી 120 થી 250 રૂપિયા પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચી શકાય છે. ઓછા રોકાણ, ઓછી મહેનત, પ્રતિકૂળ વાતાવરણ કે વરસાદ પર નિર્ભરતા વગર ડ્રેગન ફૂટ ચોક્કસ સારી કમાણી કરાવી આપે છે.

૧ એકર માં ૬ ફૂટ ના ૪૫૦ જેટલા થાંભલા દાટી થાંભલા ઉપર સિમેન્ટ ની કેનોપી(જુના ટાયર અથવા રીંગ) બાંધી એક થાંભલે ૪ જેટલા છોડ રોપી વર્ષ દરમિયાન ૨૦ કિલો જેટલું છાણીયું ખાતર નાખી માવજત કરવી.

આ પાકમાં શિયાળાના દિવસોમાં ૮ થી ૧૦ દિવસે અને ઉનાળુના દિવસે ૫ થી ૭ દિવસે એક વાર પિયત આપવું .

 આમ ભારતમાંડ્રેગનફ્રુટની સીઝન શિયાળામાં ડીસેમ્બર થી જાન્યુઆરી મહિનામાં  ૪ વાર ડ્રેગનફ્રુટનો ઉતારો મેળવી સારી એવી આવક મેળવી શક્ય છીએ.

શીયાળા ની ઋતુમાં પ્રથમ વર્ષે ૧૦ કિલો તેમ પછીના વર્ષો માં ૨૦ ,૩૦ અને ૬૦ કિલો જેટલું ઉત્પાદન કરી આવક મેળવી શકે છીએ .

ડ્રેગનફ્રુટની સાથે ઇન્ટર પાકોમાં કોબીજ ,મરચા ,રિંગના ,મરચા ફ્લાવર,ડુંગળી, ટામેટા વગેરે જેવી શાકભાજી પાકો કરી ખુબ જ બમણી આવક મેળવી શકાય એમ છે 

ડ્રેગન ફ્રુટનો સંગ્રહ કરવાનો હોય તો એ ઓરડાના તાપમાનનું ધ્યાન રાખવું. 25સે  થી 27સે   તાપમાનમાં ડ્રેગન ફ્રુટને પાંચથી સાત દિવસ, 18સે  જેટલા ઠંડા તાપમાનમાં દસથી બાર દિવસ અને 8સે  તાપમાનમાં વીસથી બાવીસ દિવસ સુધી સંગ્રહ કરીને શકાય છે.

વધુ માહિતી માટે આપના નજીકની કૃષિ યુનિવસિટીનો અથવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરો.

આભાર સહ વિદિત થાય,

જોહાર !

લિ.

                                                                                રાહુલ ધોડિયા

                                                                          સિંગાડ વલ્લી તા.વાંસદા

                                                                              ૯૬૩૮૮૬૨૧૦૬