આદિવાસી પ્રકૃતિ પ્રેમી છે અને પ્રકૃતિ જોડીને પ્રકૃતિ પાસે ઘણું શીખે છે. એવીજ એક વાનગી છે ” પનેલા “. પનેલા બનાવવા માટે તમારે સૌ પ્રથમ પાકું કોળું અને કરાડા ના પાન (LEAF) ની જરૂર પડશે. પાનેલા સ્વાદમાં ઉત્તમ હોય છે. જેને સીધાજ પીરસવામાં આવે છે.
પાનેલા બનાવવા માટે જોઈતી સામગ્રી :
- એક પાકું કોળું મધ્ય આકાર
- ૧૦ થી ૧૬ કરાડાના પાન
- મીઠું સ્વાદ મુજબ
- ૪ થી ૫ મરચાં
- આદુ ૨ (૧ ઇંચ)
- ૨ થી 3 કળી લીલું લસણ
- ધાણો એક નાની પડી
- ૨ આખી કડી સુકું લસણ
- લાલ મરચું (પાવડર) ૧ ચમચી
- હળદર ૧ ચમચી
- તાલ ૨ થી 3 ચમચી
- ૪ થી ૫ લીમડી (કઢી લીમડી)
- ચોખાનો લોટ
- ધાણા જીરું ૧ ચમચી
તૈયારીની રીત :
સૌ પ્રથમ કરાડાના પાનને પાણીથી બરાબર સાફ કરી ધોઈલો અને સૂકવવા મૂકી દો. કોલને માપસરના ટુકડા કરો એક વહેંત (હાલ્ફ ફૂટ) જેટલા અને તેને બારીક છીણી થી છીણી નાખો. કોળાની છાલ પણ તમે બાફીને ખાઈ શકો છો. આદુ, લસણ અને મરચાની ચટણી બનાવી લો. ચોખાનો લોટ ચાળી લો.
બનાવવાની રીત :
સંપૂર્ણ તૈયારી થઇ ગયા બાદ, હવે એક મોટું તપેલું લો અને તેમાં છીણેલું કોળું નાખો અને અને ચોખાનો લોટ, આદુ, લસણ અને મરચાની ચટણી, મીઠું, હળદર, લીલું લસણ, ધાણા જીરું, તલ, લાલ મરચું નાખી લોટ બાંધીએ એમ બાંધી લો.
હવે કરાડાના પાન લઈને તેની એક વચ્ચેની નસથી એક તરફ ના ભાગ પર રોટલા જેટલો જાડો તૈયાર કરેલો લોટ બનાવી બીજા ભાગ થી સેન્ડવીચ ની જેમ દબાવી દો. બધા પાન આવીજ રીતે તૈયાર કરો.
હવે એક મોટું તપેલું અથવા બાફવા માટેની કુકર લો. તેમાં પાણી ભરો અને પનેલા અને પાણીની વરાળથી ૩૦ મિનીટ ચુલા પર, ગેસ પર ૧૦ થી ૧૫ મિનીટ બાફી લો. એક વાર ચેક કરો કે કાચા નથી ને. જો કાચા હોય તો ફરી એને થોડી વાર બફાવા દો. ત્યાર બાદ તેને તમે પરોસી શકો છો.