આદિવાસી પ્રકૃતિ પ્રેમી છે અને પ્રકૃતિ જોડીને પ્રકૃતિ પાસે ઘણું શીખે છે. એવીજ એક વાનગી છે ” વાંસનું શાક”. વાંસનું શાક બનાવવા માટે તમારે સૌ પ્રથમ કુમળા વાંસના મુળિયા અથવા કુમળા વાંસની જરૂર પડશે. વાંસનું શાક સ્વાદમાં ઉત્તમ હોય છે. જેને રોટલી અથવા રોટલા સાથે પીરસવામાં આવે છે.
શાક બનાવવા માટે જોઈતી સામગ્રી :
- કુમળો વાંસનો સાંઠો એક વહેત જેવડો
- ૧ કપ ડુંગળી
- ૧ કપ ટામેટું
- ૧ થી ૨ મરચાં
- આદુ અડધો ઇંચ
- ૨ થી 3 કળી લસણ
- ધાણા જીરું વાટેલું અડધી ચમચી
- ગરમ મસાલો (બાદશાહ)
- લાલ મરચું (પાવડર) અડધી ચમચી
- હળદર અડધી ચમચી
- રાય ૧ ચમચી
- લીમડી (કઢી લીમડી)
- જીરું ૧ ચમચી
- મીઠું
તૈયારીની રીત :
સૌ પ્રથમ કુમળા વાંસના સાંઠા ને તેની ઉપરનું કડક આવરણ ચપ્પુ કે દાતરડાથી છોલી કાઢવું તથા ઉપરનો અને નીચેનો થોડો ભાગ કાઢી નાખવો. ધ્યાન રહે વાંસનો સાંઠો એકદમ કુમળો હોવો જરૂરી છે. હવે વાંસની અંદરનો ભાગ જે સફેદ દેખાશે અને એકદમ કોમલ હશે તેને એક વાસણમાં નાના નાના પાતળા કટકા કરી ભરી લો. હવે એક તપેલીમાં બે ગ્લાસ પાણી નાખી તેને ઊંચા તાપે ગરમ કરવા મુકો. અને સાથે સાથે વાંસના ટુકડાને એ પાણી માં નાખી ૧૦ મિનીટ સુધી બફાવા દો.
હવે ત્યાં સુધી ટામેટા અને ડુંગળીને નાના નાના ચોરસ આકારમાં કાપી લો. માધ્યમ આકારમાં કાપવું. લસણ, મરચું અને આદુની વાટીને ચટણી બનાવી લો.
બનાવવાની રીત :
સંપૂર્ણ તૈયારી થઇ ગયા બાદ, એક કઢાઈ માં કે તપેલીમાં ૧ થી ૨ ચમચી તેલ લો અને તેને ગરમ થવા દો. ગરમ તેલમાં જીરું નાખો અને રાઈ નાખો. જીરું અને રાય નાખ્યા બાદ સમારેલી ડુંગળી નાખી આદુ, લસણ અને મરચાં ની ચટણી નાખી દો. હવે ૧ ચમચી જેટલી હળદળ નાખો અને કાઢી લીમડી નાખો. હવે ડુંગળી ચળે એટલે તરત બાફેલા વાંસને પાણી નીતારી કઢાઈમાં નાખો. હવે ઉપર વાસણ ઢાંકી પાંચ મિનીટ ચળવા દો. હવે કાપેલું ટામેટું નાખી ભેળવી દો અને ઢાંકણ ઢાંકી ઉપર પાણી રેડી ચળવા દો. ટામેટું ૨ થી 3 મિનીટમાં ચળી જાય એટલે ગરમ મસાલો અથવા બાદશાહ મસાલો કે પછી બંને પ્રમાણસર, ધાણા જીરું અને મીઠું સ્વાદ અનુસાર મેળવો અને જરૂર લાગે તો થોડું પાણી નાખી ૨ મિનીટ ચળવા દો. તમારું વાંસનું શાક તૈયાર છે.
વાંસનું શાક રોટલી જોડે અથવા ચોખાના રોટલા જોડે પીરસવામાં આવે છે. અને ખુબ સ્વાડીસ્ટ હોય છે.
You must be logged in to post a comment.