#AdivasiSamaj

India Indigenous Flag: A Historic Step Towards Uniting the Tribal Communities of India

The India Indigenous Flag is a symbol of unity, identity, and pride for the Indigenous tribal communities of India. Conceived by Mr. Praful C. Patel and launched by Samast Adivasi Samaj, Surat, this historic initiative aims to unite India’s diverse tribal communities under one common Indigenous identity while preserving the unique culture and heritage of every tribe.

Contacts for Adivasi Rituals, Events & Creative Services

Inauguration of Adivasi Bhavan Surat – A Milestone by Samast Adivasi Samaj Surat

આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે, શુભ-અશુભ પ્રસંગોમાં તુર વગાડવા માટે, આદિવાસી ફોટો શૂટ, આદિવાસી પોશાક પહેરવેશ/મેકઅપ માટે, વારલી મહેંદી માટે, આદિવાસી સોંગ વિડીયોગ્રાફી / એડીટિંગ વગેરે માટે સંપર્ક નંબરો અહીં લખ્યા છે.

ચુંટણીઓ આવી રહી છે એટલે ભાજપ સરકાર દ્વારા ભોળા આદિવાસી મતદારોને છેતરવાનો આ અઘટિત પ્રયાસ થઈ રહ્યો છે. -અરુણભાઈ ચૌધરી પૂર્વ પ્રમુખ શ્રી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય

ચુંટણીઓ આવી રહી છે એટલે ભાજપ સરકાર દ્વારા ભોળા આદિવાસી મતદારોને છેતરવાનો આ અઘટિત પ્રયાસ થઈ રહ્યો છે.
તા. 29-10-1956 નાં નોટિફિકેશન માં ગીર, બરડા અને આલેચનાં જંગલ વિસ્તારમાં નેસમાં વસવાટ કરનાર રબારી, ભરવાડ અને ચારણ જાતિને કઠીન પરિસ્થિતિમાં રહેતા હોઈ પુષ્પાબેન મહેતાનાં રિપોર્ટ ને આધારે અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હકીકત એ છે કે તેઓ આદિવાસી નથી.
1978 માં બક્ષીપંચની રચના થઈ એ વખતે રબારી, ભરવાડ, ચારણને બક્ષીપંચમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે આ ગીર, બરડા અને આલેચનાં જંગલ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિને સમાવેશ બક્ષીપંચની યાદીમાં સમાવેશ કરવો જોઈએ પરંતું કોઈ અગમ્ય કારણોસર એવું થયું નહી.
ગીર, બરડા અને આલેચ વિસ્તારનાં રબારી, ભરવાડ અને ચારણ સાથે ગુજરાત રાજ્યનાં અન્ય વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ વચ્ચે રોટી-બેટીનો વહેવાર છે એમને “અસ્પૃશ્ય” ગણીને ભેદભાવ કરવામાં આવતો નથી એટલે એક જ જાતિને અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચમાં બેવડો લાભ આપી ના શકાય.
હાલ વિધાનસભા સત્ર માં નાણાંમંત્રી દેસાઈ એ જાહેરાત કરી છે એ આદિવાસીઓને છેતરવા માટે કરી છે.
હકીકત માં આદિવાસી સમુદાયનાં લોકોએ 2017 થી આની સામે આંદોલન શરુ કર્યું છે.
જાતિ પ્રમાણપત્ર લેનારાઓની ખરાઈ કરવા વિશ્લેષણ સમિતિ બનાવી પરંતું અપુરતા સ્ટાફને કારણે 3 મહિનામાં વિશ્લેષણ સમિતિ દ્વારા ચકાસણી કરવામાં આવતી નથી.
સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષ (2017 થી 2021) થી લેખિત અને મૌખિક રજુઆત પછી તા. 12-07-2021 નાં રોજ ગુજરાત સરકારે એસ.ટી. આયોગ દિલ્હીને દરખાસ્ત મોકલી એનાં ત્રણ વર્ષ પછી તા. 18-01-2024 નાં રોજ આદિવાસી વિભાગ અને એસ.ટી. આયોગને જરૂરી માહિતીઓ આપી. કેન્દ્ર અને રાજ્ય માં ભાજપાની સરકાર હોવા છતાં આજદિન સુધી આનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
ગીર, બરડા અને આલેચનાં જંગલ વિસ્તારમાં રહેતાં રબારી, ભરવાડ અને ચારણ જાતિને ઓબીસીમાં સમાવેશ કરવાનો નિર્ણય સંસદ દ્વારા લેવામાં આવે સંવિધાનાં અનુચ્છેદ 342 [2] મુજબ . આ સત્તા ગુજરાત સરકાર પાસે નથી ફક્ત સંસદને જ આ સત્તા છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે પછી આ જાતિઓને ઓબીસીમાં સમાવેશ કરવાનો કાયદો ગુજરાત સરકાર કરે ત્યારે જ એની અમલવારી થઈ શકે ત્યાં સુધી આ લોલીપોપ જ કહેવાય.
માટે આદિવાસીઓ જાગો.
ખોટી જાહેરાત સાંભળીને ભરમાઈ જશો નહીં..

-અરુણભાઈ ચૌધરી

પૂર્વ પ્રમુખ શ્રી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય
જોહાર