શું તમે ફૂલોની ખેતી કરવા માંગો છો ?

2

પ્રશ્ન. ૧ – આપણા જીવનમાં ફુલોનું શુ મહત્વ છે?

પ્રશ્ન. ૨ – આપણા દેશમા ફુલોની ખેતી, વિસ્તાર અને ઉત્પાદન કેટલુ છે? સૌથી વધુ કયુ ફુલપાક થાય છે?

પ્રશ્ન. ૩  – આપણા રાજ્યમા ફુલોની ખેતી, વિસ્તાર અને ઉત્પાદન કેટલુ છે?

પ્રશ્ન. ૪   આપણા રાજ્યમા સૌથી વધુ કયુ ફુલપાક આવક આપે છે? કઈ રીતે?

પ્રશ્ન. ૫ – આપણા રાજ્ય અને દેશમાથી કયા કયા દેશોમાં ફુલોનો નિકાસ થાય છે? 

પ્રશ્ન. ૬ – ફુલપાકો ની ખેતી માં વધુ નફો કઇ રીતે લઇ શકાય?

પ્રશ્ન. ૭. – ગ્રીન હાઉસ એટલે શુ? તેના પ્રકાર જણાવશો?

પ્રશ્ન.૮   – ફુલો છોડ પરથી ઉતાર્યા બાદ મહત્વ ની પ્રક્રિયાઓ કઇ કઇ છે?

પ્રશ્ન. ૯ – મુલ્યવર્ધન એટલે શું? ફુલપાકમાં કઇ રીતે મુલ્યવર્ધન કરવાથી નફો મળી શકે છે?

પ્રશ્ન – ૧૦   સુકાં ફુલોનુ મહત્વ, બજાર અને સુકવણીની રીતો કઇ કઇ છે? 

પ્રશ્ન. ૧૧   – ફુલપાક અધારીત ઉધ્યોગો વિશે માહિતી જણાવશો

  • આપણા જીવનમાં ફુલોનું શુ મહત્વ              

                 ફુલો એ સોંદર્ય, પ્રેમ અને શાંતિના પ્રતિક તરીકે જાણીતાં છે. આપણા દેશમાં ફુલો ને પવિત્ર માનવામાં આવતા હોઇ મંદિરો માં પૂજા અર્થે તેનો વિશેષ ઉપયોગ થાય છે. આ ઉપરાંત સામાજીક પ્રસંગોમાં, લગ્ન સમયે, વિવિધ સમારંભોમાં વપરાય છે. દક્ષિણ ભારતમાં સ્ત્રીઓ વાળની શોભા માટે ફુલોનો ઉપયોગ કેશગુંથણ માં કરે છે. ઘર, ઓફિસ વગેરે સ્થળોએ સુશોભન માટે ફુલોનો ઉપયોગ કરતાં અનેક ફાયદાઓ થાય છે જેવા કે:

  • ફુલોની ગોઠવણીને કારણે ઓફિસ કે ઘરના રૂમની શોભામાં વધારો થાય છે.
  • જે જ્ગ્યાએ ફુલો ગોઠવીને મુકવામાં આવે છે તે જ્ગ્યાએ મુકેલ વસ્તુ વધુ આકર્ષક અને સુંદર લાગે છે. 
  • ઓફિસ કે ઘરનું વાતાવરણ ફુલોની સુંગંધના લીધે જીવંત, મોહક અને આનંદિત લાગે છે તેમજ ત્યા કામ કરતી વ્યક્તિને આનંદ આવે છે.

                પ્રાચીનકાળથી ફુલો અને વ્રુક્ષો આપણી સંસ્ક્રુતિ જોડે સંકળાયેલા છે. આપણુ રાષ્ટ્રિય ફુલ કમળ નિ ઉલ્લેખવૈદિક કાળના પુરાતન સંસ્ક્રુત સાહિત્યમાં થયેલ છે. ઋગવેદ માં પણ ફુલો અને બગીચાનો ઉલ્લેખ છે. રામાયણ અને માહાભારતમાં પણ બાગ-ઉપવન વગેરે ના વર્ણન કરેલા છે. ઇલોરા, સાંચી, મથુરા તથા અન્ય સ્થળોનાં સ્થાપ્ત્યોઅને શિલ્પો માં તેમજ ભીત ચિત્રોમાં ફુલો અને વ્રુક્ષો તેમની અગત્યતાનો ખ્યાલ આપે છે. આમ, ફુલો માણસના જ્ન્મથી લઇ મરણ સુધીના જીવનકાળ દરમિયાન એના જીવન સાથે સંકળાયેલા છે.

  • આપણા દેશમા ફુલોની ખેતી, વિસ્તાર અને ઉત્પાદન  

                આપણા ભારત દેશમાં ગત વર્ષ ૨૦૧૮-૧૯ માં કુલ ૩.૧૩ લાખ હે. માં ફુલો નુ વાવેતર હતું. જેમાથી ૨૮૬૫ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મળ્યુ હતૂં. જેમા છુટા ફુલો નુ ઉત્પાદન ૨૦૫૯ મેટ્રિક ટન અને દાંડી વાળા ફુલો નુ ઉત્પાદન ૮૦૭ મેટ્રિક ટન જેટલું છે. છુટા ફુલો નુ સૌથી વધારે ૫૨૨ મેટ્રિક ટન  જેટલુ ઉત્પાદન અને તમિલનાડુ રાજ્ય માં થાય છે. અને દાંડી વાળા નુ સૌથી વધારે ૨૧૪ મેટ્રિક ટન જેટલુ ઉત્પાદન અને છત્તીસગઢ રાજ્ય માં થાય છે.                    

  • આપણા રાજ્યમા ફુલોની ખેતી, વિસ્તાર અને ઉત્પાદન

                 આપણા રાજ્ય માં વર્ષ ૨૦૧૮-૧૯ માં કુલ ૨૦૫૦૦ હે. મા ફુલપાકો નું વાવેતર થયેલ છે અને ૧.૯૫ લાખ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મળેલ છે. આપણા રાજ્ય માં નવસારી જિલ્લો ફુલો ની ખેતી માં મોખરે નું સ્થાન ધરાવે છે ત્યારબાદ વલસાડ જિલ્લામા ફુલપાકો ની સારી ખેતી થાય છે. નવસારી જિલ્લામાં અંદાજે ૨૫૦૦૦ હે. મા અને વલસાડ જિલ્લામાં ૧૮૦૦૦ હે. મા ફૂલપાકો નું વાવેતર કરવામાં આવે છે.

  • આપણા રાજ્યમા સૌથી વધુ આવક આપતા ફુલપાક

                 આપણા રાજ્યમાં ચોમાસાથી લઇ  ઉનાળા સુધી અલગ અલગ તહેવાર જેમકે જન્માષ્ઠમી, માતાજી ના વ્રત,  સ્વાતંત્રીય દિવસ, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દશેરા, દિવાળી, ક્રિસ્મસ, વેલેંટાઇન, હોળી, ઇદ તેમજ લગ્ન  જેવા વિવિધ પ્રાસંગીક દિવસો ની ઉજવણી થતી હોઇ છે. આ દરેક તહેવારોમાં આપણે દરેક પ્રકારની પૂજા વિધિઓમાં, હાર-ગજરા-રંગોળી બનાવવામાં, લગ્નપ્રસંગોના શણગારમાં, દરગાહની ચાદરો બનાવવામાં,  ફુલોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરતા હોઇએ છીયે. જેથી રાજ્યમાં છુટા ફુલોની ખપત/માંગ વધુ પ્રમાણમાં જણાય આવેલ છે. આ બધાં તહેવારો ને વધતી માંગ અનુરૂપ રાજ્યના ખેડુતો લીલી, ગલગોટા, દેશી ગુલાબ, ગલાર્ડીયા, સેવટી જેવા ફુલપાકો ની નફાકારક ખેતી કરે છે.

  • આપણા રાજ્ય અને દેશમાથી અન્ય દેશોમાં થતો ફુલોનો નિકાસ  

                 આપણા દેશમાંથી ૨૦૧૯-૨૦ દરમ્યાન કુલ ૧૬,૯૪૯ મેટ્રિક ટન જેટલી ફુલપાક પેદાશોની નિકાસ કરેલ છે, જેની કુલ  આવક રૂ. ૫૪૧.૬૧ કરોડ જેટલી હતી.

          આપણા દેશમાંથી ગુલાબની શંકર જાતો નો  નિકાસ યુ.એસ.એ., નેધરલેન્ડ, યુ. કે., જર્મની જેવા દેશોમાં તેમજ લીલી અને મોગરાનો નિકાસ અરબ દેશોમાં થાય છે. જ્યારે આપણા રાજ્યમાંથી મુખ્યત્વે લીલીના ફુલોનું નિકાસ દુબઇમાં થાય છે.

           આંતરાષ્ટ્રીય બજારમાં ક્રિસમસ, ન્યુ યર અને વેલેન્ટાઇન ડે જેવા પ્રસંગે ગુલાબની માંગ વ્યાપક રહેતી હોઇ ત્યારે યુરોપના દેશોમાં સખત ઠંડી અને બરફ પડતો હોઇ છે. જયારે આપણો દેશ ઉષ્ળકટિબંધ પ્રદેશ મા આવતો હોઇ આપણા દેશમાં શિયાળામાં હવામાન ગુલાબ ના ઉછેર માટે ખુબ જ અનુકુળ હોઇ છે. તે સંજોગોમાં નિકાસ માટે ગુલાબની ખેતી ની ઉજળી તકો રહેલીછે તેથી પરદેશની માંગ મુજબ ચોક્કસ ગુણવત્તા વાળા ફુલોનું નિકાસ કરવામાં આવે છે.

ફુલપાકો ની નફાકારક ખેતી

જ્યારે ફુલપાકો ની ખેતી કરતાં હોઇએ ત્યારે વધુ નફો મેળવવા માટે જુદા જુદા પરિબળોને ધ્યાને રાખવાની ખુબજ જરુર હોઇ છે. જેમકે-

૧. ગ્રાહકની જરૂરિયાત મુજબ જાતો પસંદ કરવી. ( વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને)

૨. ફુલપાકો ની વાવણી થી કાપણી સુધી જરુરિયાત પ્રમાણ મા ખાતર-પાણી આપી સારીગુણવત્તા વાળા ફુલોનું ઉત્પાદન કરી મહત્તમ બજારભાવ મેળવી શકાય છે. જેમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેવી કે:

  • રોપણીનો સમય
  • જમીનનો પ્રકાર તેમજ તેની પસંદગી
  • રોપણીનુ અંતર અને આબોહવા ( ઉદા. દેશી ગુલાબ- ૧ × ૧ મીટર, ગલગોતા- ૬૦ × ૪૦ સેમી., સેવંતી- ૩૦ × ૩૦ સેમી., મોગરા- ૧.૮ × ૧.૮ મી., લીલી- ૬૦  × ૨૦ સેમી.)
  • જરુરિયાત પ્રમાણ મા ખાતર-પાણી વ્યવસ્થાપન
  • નીંદામણ
  • ખાસ માવજત ( ગલગોટામાં ટેકા આપવા, કળી ઓ ચુટવી, સેવંટીમાં છટણી કરવી)
  • ફુલપાકો માં રોગ અને જીવાતનુ નિયંત્રણ કરવું
  • ફુલપાકો માં વ્રુધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ
  • ફુલપાકોની કાપણી અને વ્યવસ્થાપન, મુલ્યવર્ધન
  • બીજ, રોપા અને કલમોનુ ઉત્પાદન

૩. ગલગોટા, ગલાર્ડીયા, સેવટી, રજનીગંધા, ગ્લેડીયોલઝ જેવા મૌસમી ફુલપાકો ને અન્ય ખેતી સાથે આંતર પાક તરીકે લઈ ઓછા વિસ્તાર માં વધુ નફો મેળવી શકાય છે.

૪. ફુલોની ખેતીની સાથે સાથે મધમાંખી નું પાલન કરવાથી પણ આવક માં વધારો કરી શકાય છે. કારણ કે મધમાંખી નું પાલનનો વ્યવસાય પરસ્પર રીતે ફુલો સાથે સંકળાયેલો હોઇ છે.

૫. ફુલોની ગ્રીન હાઉસ કે નેટહાઉસમાં ઓફસીઝન ખેતીકરીને

  • ગ્રીન હાઉસ અને તેના પ્રકાર

ગ્રીન હાઉસ એ ચોક્કસ પ્રકારનુ માળખુ છે જેને પારદર્શક કે અર્ધ પારદર્શક આવરણથી ઢાંકી ઉષ્ણતાપમાન, ભેજ, પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ તથા ઇથીલિન વગેરે નિયંત્રિત પ્રમાણમાં રાખી વગર સીઝને બહુમુલ્ય પાક લઇ શકાય છે.

આપણા દેશમાં ત્રણ પ્રકાર ના ગ્રીનહાઉસ પ્રચલિત છે:

૧. સાદુ ગ્રીનહાઉસ કે જે મધ્યમ વર્ગના અને નાના ખેડુતો માટે ઉપયોગી જેમા ૫૦૦ ચો. મી. વિસ્તારનું સાદુ ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ અંદાજીત ૫૦,૦૦૦ રૂ. થાય છે. આ પ્રકારના ગ્રીનહાઉસમાં હવાની અવરજવર માટે બારિઓ, છાપરા પર લીલી કે સફેદ નેટ અથવા ઠંડક માટે ભીના કંતાનના ટુકડાઓ લટકાવવા માં આવે છે. આ પ્રકારના ગ્રીનહાઉસ ફુલછોડનું સિઝનલ ધરુ, રોપાઓ અને જર્બેરા, કાર્નેશન જેવા ફુલોના ઉછેર માટે થાય છે. ઓછી ગરમી વાળા વિસ્તારમાં તે વધારે અનુકુળ આવે છે.  

૨. મધ્યમકક્ષા ના ગ્રીન હાઉસ માં અંદરના વાતાવરણીય પરિબળોને નિયંત્રીત કરવા માટે કુશળ માણસોની જરુર પડે છે. જેમા વધુ તાપમાન ને નિયંત્રણ કરવા એક્ઝોસ્ટ ફેન, કુલીંગપેડ, મિસ્ટઇરીગેશન વગેરેનો ઉપયોગ થાય છે. મધ્યમકક્ષા ના ૫૦૦ ચો. મી. ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ અંદાજીત ૨.૫ થી ૩ લાખ  રૂ. થાય છે

૩. ઉચ્ચ કક્ષાના ગ્રીન હાઉસ ખાસ કરીને મોટા પાયા પર ઓધ્યોગિક ધોરણે ચલાવવામાં આવે છે. આવા ગ્રીનહાઉસ સંપુર્ણ નિયંત્રણ કોમ્યુટરો અને સેન્સરો દ્વારા કરવામા આવે છે. જેમાં ઉચી ગુણવત્તા વાલા ફુલપાકો કરી શકાયછે. ઉચ્ચ કક્ષાના ના ૫૦૦ ચો. મી. ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ અંદાજીત ૫ થી ૬  લાખ  રૂ. થાય છે

ફુલો છોડ પરથી ઉતાર્યા બાદની કરવી પડતી મહત્વ ની પ્રક્રિયાઓ  

૧.. ફુલોની યોગ્ય પરિપક્વ અવસ્થાએ કાપણી કરવી.

૨.. કાપણી બાદ દાંડી વાળા ફુલો ને શીતાગાર ( pre-cooling) ની માવજત આપવી.

૩.ફુલોના લાબાં સમયના સંગ્રહ માટે તેમજ પરિવહન દરમિયાન ટકાઉ શક્તિ વધુ રહે તેવી રાષાયણિક માવજતો આપવી.

૪.રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય બજારોના ધોરણ પ્રમાણે ફુલોનુ ગ્રેડીગ કરી પેકિંગ કરવુ.

૫. પેકિંગ કરેલા ફુલોને શીત પરિવહન દ્વારા પરદેશ મોકલવા જોઇએ જેથી ફુલોની ટકાઉ શક્તિ વધુ સમય માટે જાળવી શકાય છે.

ફુલોપાકોમાં મુલ્યવર્ધન

છોડ પરથી ઉતારેલો કાચો માલ કે પેદાશ ને સીધેસીધો બજારમાં ના વેચતા તેના ઉપર વિવિધ પ્રકિયા કરી તેના મુલ્યમા વધારો કરવાની રીત ને મુલ્યવર્ધન કહે છે. ફુલપાકો માં વિવિધ રીતે મુલ્યવર્ધન કરી શકાય છે જેમકે-

૧. ફુલોમાથીહાર, ગજરા, વેણી, બુકે, બટનહોલ, ફ્લાવર એરેંજમેંટ જેવી વિવિધ આઇટમો બનાવી તેની મુળ કિમત માં અનેક ગણો વધારો કરી શકાય  છે.

૨. ફુલોના બજાર માં એક મોટો ઘટક, સુગંધિત ફુલોમાથી એસેન્સ ઓઇલ/અર્ક કાઢી પરફ્યુમરી, ઔષધિય ઉપયોગ અને સોંદર્ય પ્રસાધનો ની બનાવટોમાં થાય છે.

૩. સુકા ફુલોનો ઉધ્યોગ છેલ્લા ઘણા વર્ષોથી  વિશ્વ સ્તરે સારો વિકાસ પામેલ છે, જેમાં ફુલોને સુકવી, તેના પર પ્રકિયાઓ કરી તેનો ઉપયોગ લાબાસમય ની સુશોભનની વસ્તુઓ બનાવવા થાય છે.

૪. ગલગોટાના ફુલો ને સુકવી તેનો પાઉડર બનાવી તેનો ઉપયોગ મત્સ્ય પાલન માં માછલીઓનો રંગ બદલવા,મરઘા પાલન માં ઇંડાંનીજર્દીનો રંગ વધારવા માટે થાય છે.

૫. ફુલોમાંથી મેળવેલ રંગો નો ઉપયોગ ખાધ્ય પદાર્થોમાંરંગ એજ્ન્ટ તરીકે કરાય છે.

૬. દેશી ગુલાબમાંથી ગુલકંદ, ગુલાબજળ, શરબત, અત્તર જેવી વગેરે બનાવટો બનાવવામા આવે છે.  

સુકાં ફુલોનુ મહત્વ, બજાર અને સુકવણીની રીતો   

તાજેતરમાં બાગાયત ઉધ્ધોગમાં હમણાં ધણા ફેરફાર જોવા મળ્યા છે, આમાંનો એક સુકા ફુલોનો ઉધ્ધોગ છે. ફુલની સંદરતા અને તંદુરસ્તી થોડાક દિવસો સુધી રાખી શકાય છે છતાં જ્યારે કેટલાક ફુલોની પ્રીઝરવેટિવ અને રસાયણો દ્વારા લાંબા સમય સુધી સાચવી શકાય છે અને બીજુ કે ફુલો કુદરતી જેવા સુકાયેલાં, સંધરાયેલા અને પ્રોસેસ થયેલા સુંદર અને હંમેશા કિંમતી છે. ફુલોની ખુબસુરતી ધણા વર્ષો સુધી ડિહાઇડ્રેશન અને સુકવણીની પધ્ધતિઓ દ્વારા જાળવી અને સંગ્રહી શકાય છે.

વૈજ્ઞાનિક અભિગમથી સુશોભિત ફુલો અને પાંદડાઓને એવી રીતે સૂકવાય છે કે જેથી તેમનો કુદરતી રંગ અને આકાર સુકવણી પછી પણ જળવાય છે અને તેને લીધે ફુલો તથા પાંદડાઓની તંદુરસ્તી લાંબા સમય સુધી જાળવી શકાય છે.

પરદેશમાંથી સુકા ફુલોનો ઉધ્ધોગ આજથી ૩૦-૪૦ વર્ષ  પહેલા ભારતમાં કલકત્તામાં શરૂ થયો હતો કારણકે ઉત્તર – પશ્ચિમ વિસ્તારમાં વિવિધ પ્રકારના ફુલો પ્રમાણસર મળી રહેતાં હતાં. ભારતનો વિશ્વવ્યાપક સુકા ફુલોના બજારમાં ૧૦% ફાળો છે. સુકા ફુલોની નિકાસ યુ.એસ., ઇઝરાયેલ, હોંગકોંગ, જાપાન સિંગાપોર અને પુર્વે યુરોપના દેશોમાં થાય છે. 

ફુલોની ડિહાડ્રેશન દ્વારા સંગ્રહ કરવા માટેનો સિધ્ધાંત એ છે કે ઝડપથી ફુલોમાંનો ભેજ દૂર કરવો કે જેથી જીવાણુંઓની વૃધ્ધિ ઓછી કરી શકાય.  

સુકા ફુલો અને પાંદડાઓનો ઉપયોગ :- સુકા ફુલો અને પાંદડાઓ ઉપયોગ જુદી જુદી રીતે થાય છે જેમ કે, કલાત્મક ફુલોની ગોઠવણી, દિવાલ પડદા અને ફ્રેમ, પેપર વેઇટસ અને ટેબલ ટોપસ, ગ્રીટિંગ્સ વગેરે.

ડિહાઇડ્રેશન માટેની પધ્ધતિઓ:-

5DryingFlowers_air-dry-4-dbe8621ddfce402683e600d21d43d54f.jpg
એર ડ્રાઇંગ
fecd19a28edfb7f1ff98393b35be1457.jpg
એમ્બેડેડ ડ્રાઇંગ

સુકવણીની પધ્ધતિઓ :-

  • ઓરડામાં એમ્બેડેડ સુકવણી
  • સુર્યપ્રકાશની હાજરીમાં એમ્બેડેડ સુકવણી
  • ગરમ હવાના પ્રવાહમાં એમ્બેડેડ સુકવણી
  • માઇક્રોવેવ ઓવન સુકવણી
  • ક્રીયો સુકવણી
  • પ્રેસ ડ્રાઇંગ 

પ્રેસ ડ્રાઇંગ

સુકા ફુલોની કાળજી અને સંગ્રહ/પેકિંગ

        કઠણ પણ બરડ સ્થિતિવાળા અને પાણી શોષણ કરવાની ક્ષમતાવાળા ફુલો માટે યોગ્ય પેકેજિંગ વસ્તુની પસંદગી અને કાળજી પુર્વકની સાચવણી જરૂરી છે. 

ફુલપાક અધારીત ઉધ્યોગો

  • બેડિંગ પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી અને નર્સરી ઉધ્ધયોગ
  • સુગંધિત તેલોનુ ઉત્પાદન
  • સુશોભિત છોડના કુંડા ભાડે આSપવા
  • ફુલોના બીન અને કંદનુ ઉત્પાન અને વેચાણ
  • ફૂલો અને છોડના અન્ય ભાગોની સૂકવણી કરી વેચાણનો ઉધ્ધયોગ

ફુલપાકોના વાવેતર અને ગ્રીનહાઉસ ના યુનિટ માં સરકાર તરફ થી મળતી સહાય

ફુલપાકોના વાવેતરમા ખર્ચ ના ૪૦% જેટલી સહાય મળે છે. અને ગ્રીનહાઉસ ના યુનિટ માટે ૫૦૦ ચો.મી. સુધી પ્રતિ ચો.મી ૧૬૫૦ રૂ, ની સહાય મળે છે.   

લિ.

ખ્યાતિ એમ. પટેલ

બાગાયત અધિકારી

રાજાપીપળા, નર્મદા

Choose your Reaction!
Leave a Comment
Latest Posts